૧.
પર્વતની ઉંચી ઉંચી ચોટીઓ પરથી
ગબડ્યા પછી
એકલવાયા પથ્થરો
ઊંડી ખીણમાં તરસતા રહ્યા
પર્વતના ઊંચેરા
પ્રેમને !
૨.
હાથ ખાલી હતા-
માનવતાની કમી હતી-
તડપતો રહ્યો એ
હોસ્પીટલના બિછાને
ને
તડપતો જ મરી ગયો !
૩.
ઘરમાં દીવો સળગ્યો – અજવાળું થયું ;
થોડીવારમાં મકાન જ ભડભડ દીવો-
કોઈના જીવનમાં હવે કાયમ માટે અંધારું !!
૪.
મિનીટ-મિનિટે ચાલ બદલતા…
રાજકારણીઓ કરતા’ય ચડિયાતા સહુ
અહી સંબંધોની ચેસ પર
ઘોડાની માફક આડા પડ્યા છે !
૫.
એક સ્ત્રી રડતી રહી
પોતાની સાસુ સામે
પણ તાજી જન્મેલી બીજી દીકરી
ડૂબી ગઈ આંસુઓના દરિયામાં!
૬.
સ્ત્રી ?
બાળપણમાં ભાઈઓની ધાક,
સાસરીમાં દિયરોનો દબદબો,
પતિનો અધૂરો પડછાયો,
દીકરાની વહુના વડચકાં…
જીવનના આખરી ડચકા…
૭.
અડધી રાતે કોઈનું શરીર
પડ્યું અગાસી પરથી
પડ્યો ત્યારે જીવતો માણસ
નીચે આવતા જ લાશ થઇ ગયો.
૮.
અહી રસ નથી કોઈને
કે મોત કોનું થયું,
ઉત્સુક સહુ સાંભળવા
કે કઈ રીતે બન્યું બધું!!
૯.
ચાર રસ્તાને છેડે
બે-ચાર બેકાર માણસો.
થીંગડાવાળી કાયા!
ઘરે રડતી રાણી
અહી હાથમાં ગુલામ,
સઘળી દારૂની માયા!!
૧૦.
સૂર્યગ્રહણના એક’દી
મંદિર ખૂલ્યાં નહિ,
ભગવાનો સૂતા રહ્યા,
ગરીબ એક ઘરમાં
ખાલી કટોરા,
ભૂખ્યા સૂતા રહ્યા..
– ધવલ સોની
ધવલભાઈ સોની આ પહેલા પણ અક્ષરનાદ પર અક્ષરદેહે આવી ચૂક્યા છે, આજે પ્રસ્તુત છે તેમની પદ્યરચનાઓમાંની વિશેષ – દસ રચનાઓ જેમાંની પ્રત્યેક છે સોળાક્ષરી. ખરેખર તો એ પદ્ય રચનાઓ સોળાક્ષરી નહીઁ, સોળ શબ્દીય રચનાઓ છે, તેઓ કહે છે “સોળાક્ષરી નામ એટલા માટે રાખ્યું છે કે માત્ર સોળ શબ્દોમાં દર્દ, આનંદ, કટાક્ષ કે વ્યંગ, ભાવનાઓ કે લાગણીઓનો સહારો લઈને ઘણું બધું કહી દેવાનો એક પ્રયાસ માત્ર કર્યો છે… તો આશા છે કે વાચકોને પણ ગમશે કેટલીક મને ગમતી રચનાઓ…
Good one.
very very touching. no other words….
ખુબ અભિનન્દન્.ધવલ સોનિભૈને. બધિ જ રચનઓ સઅરિ .
very nice.very touching.i liked all mentioned.thanks.
very touchy and indeed superb!!