ઓચિંતુ કોઇ મને રસ્તે મળે… – ધ્રુવ ભટ્ટ (Audiocast) 15


અક્ષરનાદના જન્મદિવસે ગત વર્ષથી શરૂ કરેલ આયોજનને આગળ વધારવાના પ્રયત્નરૂપ અક્ષરપર્વ – ૨ ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગત વર્ષે યોજાયેલા અક્ષરનાદના સુંદર પર્વની યાદોમાંથી મેં ગાયેલું એક ગીત આજે પ્રસ્તુત છે. શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત આમેય મારી કાયમી પસંદગી છે. અને અક્ષરપર્વમાં પણ મેં એ જ ગાયુ હતું. હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલન હેઠળ યોજાયેલ ‘સૂર ઉમંગી’ આયોજનની આ અનેરી યાદ સતત મનમાં રહી છે, અને એટલે જ આ આયોજનનો વિડીયો પહેલા મૂક્યો હોવા છતાં આજે ફરી તેને ઑડીયો સ્વરૂપે યાદ કરવાનું મન થયું. આશા છે આપને ગમશે. ગત વર્ષે યોજાયેલા અક્ષરપર્વના વિડીયો અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે ‘કેમ છે?’
આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં, એવું લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમખેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાંને ઉપથી કુદરતની રહેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય, મારી ઊપર આકાશ એમનેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાંને ઉપથી કુદરતની રહેમ છે.

– ધ્રુવ ભટ્ટ


Leave a Reply to Ashwin Vyas Cancel reply

15 thoughts on “ઓચિંતુ કોઇ મને રસ્તે મળે… – ધ્રુવ ભટ્ટ (Audiocast)