દુહાઓ અને સાખીઓ – સંકલિત 10


ભજનિકો ભજનની શરૂઆત કરતા પહેલા સાખીઓ ગાય છે, અને તે દ્વારા તેઓ શ્રોતાજનોનું ધ્યાન કાર્યક્રમ સાંભળવા તૈયાર કરે છે. શ્રોતાઓના મનને તેઓ જાગૃત કરે છે. ‘હોઁશિયાર, ખબરદાર સંતોની સવારી આવી રહી છે, તમે જાગૃત મને સાંભળશો તો લાભ થશે, નહીંતર મારી મહેનત અને તમારો સમય બરબાદ જશે.’

સાખી બે લીટીમાં અખૂટ બોધ સમાવતી શબ્દના બાણ સમી કણિકાઓ છે. જે સાર આપવામાં મોટા ગ્રંથો નિષ્ફળ જાય છે એ આ બે લીટીના દુહાઓ કે સાખીઓ સચોટતાથી આપી જાય છે. ગોસ્વામી શ્રી તુલસીદાસ મહારાજનું જીવન બે લીટીના એક દુહાએ જ બદલી નાંખેલું, યુવાનીમાં કામાંધ થઈને અનેક મુશ્કેલીઓ વેઠીને તેઓ પિયર ગયેલી પત્નીને મળવા આવેલા હતા. એ જોઈને તેમની પત્નીએ નીચેનો દુહો કહેલો અને શરીરનો મોહ છોડી પરબ્રહ્મ પરમેશ્વરનો રાહ પકડવા તેમને કહેલું. એ દુહો હતો,

હાડચામકી દેહ મમ, તાપર જિતની પ્રીતિ,
તાસુ આધી જો રામપ્રતિ, અવસી મિટહી ભવપ્રીતિ.

અને તે પછીની વાત તો જાણીતી છે. શ્રી રામ ચરિત માનસ જેવો મહાન ગ્રંથ લખીને તેઓ કૃતાર્થ થયા અને અનેકને એ માર્ગ ચીંધ્યો. ભજનિકો ભજન શરૂ કરતા પહેલા આવી સાખીઓ લલકારે છે અને મને ડાયરાઓમાં આવી સાખીઓનો જ ખૂબ મોહ રહ્યો છે. મારા સફર-જન મિત્ર માયાભાઈ ગીરમાં હોઈએ ત્યારે એક દુહો વારંવાર લલકારે…

અમારી ધરતી સોરઠદેશની, ને ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર.

આવા જ થોડાક દુહાઓનો – સાખીઓનો અહીં સંગ્રહ કરવાનો પ્રયત્ન કર્યો છે.

જ્ઞાન કથીને ગાડાં ભરે, પણ અંતરનો મટે નહિ વિખવાદ
કહે કબીર કડછા કંદોઈના, કોઈ દી’ ન પામે સ્વાદ.

રામ જપે અનુરાગસે, સબ દુખ ડાલે ધોઈ
વિશ્વાસે તો હરી મિલે, લોહા ભી કંચન હોય.

દયા ગરીબી બંદગી, સમતા શીલ સુજાણ
ઐસે લક્ષણ સાધુકે કહે કબીર તું જાણ.

કાયા તું બડો ધણી, અને તુજસે બડો નહીં કોઈ,
તુ જેના શિર હસ્ત દે, સો જુગમેં બડો હોઈ.

રામ નામ રટતે રહો અને ધરી રાખો મનમાં ધીર
કોઈ દિન કાર્ય સુધારશે, કૃપા સિંધુ રઘુવીર.

સગા હમારા રામજી, અને સહોદર પુનિ રામ,
ઔર સગા સબ સગમગા, કોઈ ન આવે કામ.

કામ ક્રોધ મદ લોભકી, જહાં તક મનમેં ખાન,
કહાં પંડિત મૂરખ કહાં, દોઉ એક સમાન.

રન બન વ્યાધિ વિપત્તિમેં, રહિમન મર્યો ન રોય,
જો રક્ષક જનની જઠર, સો હરિ ગયે નહીં સોય.

નામ લીયા ઉસને જાન લીયા, સકલ શાસ્ત્રકા ભેદ,
બિના નામ નરકે ગયા, પઢ પઢ ચારોં વેદ.

કબીર કહે કમાલકુ, દો બાતાં શીખ લે,
કર સાહેબકી બંદગી ભૂખે કુ કુછ દે.

હાડ જલે જ્યું લાકડી, કેશ જલે જ્યું ઘાસ,
સબ જગ જલતા દેખ કે, કબીરા ભયો ઉદાસ.

માલા તિલક બનાય કે ધર્મ વિચારા નાહિ,
માલા બિચારી ક્યા કરે, મૈલ રહા મન માંહિ.

રાત ગવાંઈ સોય કર, દિવસ ગવાયો ખાય
હીરા જનમ અનમોલ થા, કૌડી બદલે જાય.

કાલ કરે સો આજ કર, સબહિ સાજ તુજ સાથ,
કાલ કાલ તું ક્યા કરે, કાલ કાલ કે હાથ.

સાધુ ભયા તો ક્યા હુવા, માલા પહિરી ચાર,
બાહર ભેષ બનાઈઆ, ભીતર ભરી ભંગાર

પ્રેમ છિપાયા ના છિપે, જ્યા ઘટ પરગટ હોય,
જો પૈ મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય.

જબ મેં થા તબ હરિ નહીં, અબ હરી હૈં હમ નાહીં,
પ્રેમ ગલિ અતિ સાંકરી, તમેં દો ન સમાહિ.

તુલસી મીઠે વચન સે સુખ ઉપજે ચહુ ઓર,
વશીકરન યહ મંત્ર હૈ, તજહું વચન કઠોર.

ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર,
ફિકરકી ફાકી કરે, ઉનકા નામ ફકીર.

ગ્રંથ પંથ સબ જગતકે, બાત બતાવત તીન,
રામ હ્રદય, મનમેં દયા, તન સેવામેં લીન.

સુંદર બોધ આપતા આવા દુહાઓ – સાખીઓ આપને પસંદ આવશે એ આશા સાથે આ થોરામાં ઘનું…

બિલિપત્ર

નામ દિવાના દામ દિવાના ચામ દિવાના કોઉ;
ધન્ય ધન્ય સો જો રામ દિવાના, મૈં દિવાના સોઉ.
– શ્રી રંગ અવધૂત મહારાજ


Leave a Reply to Preeti Cancel reply

10 thoughts on “દુહાઓ અને સાખીઓ – સંકલિત