દરપે તેરે પહોંચના મુશ્કીલ નહીં – જિજ્ઞેશ અધ્યારૂ 7


દરપે તેરે પહોંચના મુશ્કીલ નહીં,
પાના તુજે મુશ્કીલ હૈ બડા.
સજદા તો કરના કોઈ મુશ્કીલ નહીં,
બુલાના તુજે મુશ્કીલ હૈ બડા.

દરપે તેરે જો આતે હૈ,
અપની મુરાદેં લાતે હૈ,
કરના જો ચાહતે હૈ ખિદમત તેરી,
બંદે વો જાનતે હૈ રહમત તેરી.

આંખોંમં આંસુ લાના મુશ્કીલ નહીં,
ગમકો છુપાના મુશ્કીલ હૈ બડા… દરપે તેરે

લમ્હોં સે લગતે કિતને બરસોં હુવે,
આપકે દરસે સબકો ભરોસા મિલે.
દિલકો સૂકૂન દેતા દર યે તેરા,
ખુદપે યકીન કરના સીખા યહાં.

ઝમાના ભુલાના કોઈ મુશ્કીલ નહીં,
ખુદકો ભુલાના મુશ્કીલ હૈ બડા… દરપે તેરે

– જિજ્ઞેશ અધ્યારૂ

સવાઈ પીર દરગાહ અને એ નાનકડો બેટ પીપાવાવ પાસેના દરીયાનું મોતી છે. બેટ પર દરગાહ પાસેથી થોડે દૂર દરીયામાં એક પથ્થર પર પડેલો મિશ્રધાતુનો ચળકતો એવો કોઈક તૂટેલા જહાજનો મુખ્ય પંખો હોય, થોડેક દૂર આવેલ ભેંસલાપીરનો બેટ અને દરગાહ દેખાતી હોય કે દરગાહની સામે દેખાતું અફાટ સમુદ્રનું, લાંગરેલા જંગી જહાજોનું દ્રશ્ય હોય કે મુંબઈ તરફ સફર કરી રહેલા ટપકાં જેવા દેખાતા મહાકાય જહાજોની લંગાર હોય, એ આખી જગ્યા, એ દ્રશ્યો કુદરતપ્રેમી માટે આશિર્વાદ છે. દરગાહ પર આવતા શ્રધ્ધાળુઓનો ધસારો અને દીવાદાંડીના તથા દરગાહના કાર્યકરોને મુખે અવનવી ઐતિહાસીક વાતો સાંભળવાની લાલચ મને કાયમ અહીં ખેંચી લાવે છે.

એક સંબંધીને દરગાહ પર લઈ જતાં, પોણા કલાકની એ બોટ સફરમાં ઉપરોક્ત ગીત સવાઈ પીર સંદર્ભે મનમાં આવ્યું. એ પહેલા મનમાં રાગ ઉદભવ્યો અને આપોઆપ શબ્દો મૂકાતા ગયા. બે ત્રણ વખત એ જ પરિસ્થિતિમાં ગાયા પછી તેને ઓફિસ આવીને કાગળ પર ઉતાર્યું. તેના પ્રકાર – શાસ્ત્રીયતા વિશે કોઈ માહિતિ નથી, પરંતુ ફક્ત આ સર્જનને સૌ સાથે વહેંચવાના ઉમંગે જ અહીં પ્રસ્તુત કર્યું છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “દરપે તેરે પહોંચના મુશ્કીલ નહીં – જિજ્ઞેશ અધ્યારૂ