(શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨ થી ૧૧-૩-૧૯૬૫) આપણી ભાષાના અગ્રસ્થ નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક – વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર. ૧૯૩૫ માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. અને ૧૯૫૩ માં નર્મદ સુવર્ણચંદ્રક મળેલો. એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યા છે. પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. અનેક ભાવસભર વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાય છે. ‘તણખા’ મંડળના ભાગોમાં એમની વાર્તાઓનો ખજાનો સંગ્રહસ્થ છે. પ્રસ્તુત વાર્તા પણ ‘તણખા’ ભાગ-૧ માંથી લેવામાં આવી છે. વાર્તાનું મુખ્ય પાત્ર જુમો ભિસ્તી મારું શાળા સમયથી ખૂબ પ્રિય પાત્ર રહ્યું છે, ખૂબ જ પ્રિય એવી જુમો ભિસ્તી, અપરમાં, પોસ્ટઓફીસ, લોહીની સગાઈ વગેરે વાર્તાઓ અભ્યાસક્રમમાંથી નીકળીને જીવનક્રમમાં સમાઈ ગયેલી સાહિત્યરચનાઓ બની રહી છે, સતત નવું પિરસતા, જુનું વિસરતા જગતમાં કોઈ એક સર્જન આખાય જીવનકાંળ દરમ્યાન યાદ અને પસંદ રહી શકે તે કેવી ભવ્ય ઘટના ? કેટલીય પેઢીઓની તે મનગમતી વાર્તાઓ છે. અહીં આ સુંદર રચના ગોપાલભાઈ પારેખ (વાપી) ની મદદ વગર પ્રસ્તુત ન કરી શકાઈ હોત, તેમનો ખૂબ આભાર.)
* * * * *
આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતાજતાનું લક્ષ ખેંચી રહેતાં. જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા. પતરાંનાં, પાટિયાંનાં અને ગુણિયાંનાં એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોનારૂપાનાં વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકાછાંયા જોઇ લીધા હતા. જનમ્યો ત્યારે શ્રીમંત મા-બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભરતું હશે કે પોતે દશ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા – વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું. પણ જ્યારે પૈસાની છોળ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા; તેમાંથી કોઇક સાહિત્યરસિક હિંદુ મિત્રે પાડાને આવું કુમળું – વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો; ભિખારી બની ગયો. વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલાં ઝૂંપડાંમાં એનો બધો સામાન સચવાઇ રહેતો. એકમાં વેણુ બાંધતો; વચ્ચે બારણું હતું તેમાંથે શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઇને બેસી રહેતા; અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટક્યા—માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા.
આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મસક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને પાછળ એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બન્ને પાછા વળતા. જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટાં કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ – જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય – પાડા માટે લીધાં હોય. બસ, આ હંમેશની ખરીદી. આ જીવને આટલું કામ. એથી વધુ ક્યારેય કરવું નહિ, કોઇ વધુ કામ આપે તો લેવું નહિ, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો; અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ, પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા !
છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા.
એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાને વિચાર હતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું; પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઇનાં લક્ષણ નહિ ! એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ‘ના, નહિ ખાઉં’ એમ સ્પષ્ટ સંભળાવી દે !
અને જુમો થાક્યો: ’ચાલ ત્યારે ઘેર જઇને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે !’
વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઇ કાન ફફડાવીને ‘રણક’ કરતોકને તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો.
‘ જો ! જો ! હવે પાછો વાળું કે? દોડવાનું છે ?’ જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તે રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતાં, પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો, પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ. ધબ દઇને નીચે બેસી ગયો, ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડી આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઇ આમતેમ મચડ્યો. પણ બધું વ્યર્થ !
આછું અંધારું ને આછો ઉજાશ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાને પેટમાં ધ્રાસકો પડ્યો : ’ગાડી આવશે તો !’
તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારમાં વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઇ લીધી હતી. ગાંડો દોડે તેમ જુમો દોડ્યો.
‘એ ભાઇસા’બ ! મારો વે….મારો પાડો, અબઘડી કપાઇ જશે. જુઓ પણે જુઓ –પાટામાં સપડાયો છે !’
બન્ને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કાંઇક કાળું કાળું તરફડતું લાગ્યું.
‘શું છે ?’
‘મારો વેણુ—પાડો !’
‘ઓહો !…. જ, જા, ફાટકવાળા પાસે દોડ….’
‘તમે માબાપ, ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે.’
‘અમે ? તું દોડ-દોડ—ફાટકવાળાને કહે !’ એમ કહીને એ બન્ને જણા તો ચાલતા થઇ ગયા ! જુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઇ માણસ ફરકતું લાગ્યું નહિ. એટલામાં છેડે ગાડીની સિસોટી સંભળાઇ. જુમાએ ચારે તરફ નિરાશ દૃષ્ટિ ફેંકી. પણ માણસનું કોઇ છૈયું સરખુંયે જણાયું નહિ. ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહિ ! તેણે જોરથી બારણામાં પાટું માર્યું.
‘એ કોણ?’
‘એ ચાલો ! ભૈ-બહેન ! સિંગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઇ જશે.’
‘ઘેર કોઇ ભાઇ માણસ નથી !’ – બસ. આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી.
હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો.
‘દોડો ! દોડો !….મારું જનાવર કપાય છે !’ જુમાએ હતુ તેટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી !
જુમાએ આકાશ તરફ જોયુ. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી.
‘યા પરવરદિગાર !’ તેણે મોટેથી બૂમ પાડી.
એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઇ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું.
‘દોસ્ત ! ભાઇ ! વેણુ ! આપણે બન્ને સાથે છીએ, હો !’ અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે પડ્યો.
દર પળે ટ્રેનના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઇ. જોસબંધ ફરતાં પૈડાં સંભળાયાં. જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ, પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો !
વેણુ પર થઇને આખી ટ્રેન ચાલી ગઇ, તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઇ ગયું. તેને કળ વળીને બેઠો થયો, ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઇ પણ નામનિશાન રહ્યું ન હતું !
હજી પણ હંમેશાં જુમો સવારનાં જ એકલો, અશાંત, એ રસ્તે ફૂલ લઇને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ !….વેણુ !…. વેણુ !’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે !
– ધૂમકેતુ
બિલિપત્ર
ખેતરો ખસી ખસીને કહો ક્યાં સુધી ખસે ?
શહેરો વસી વસીને કહો ક્યાં સુધી વસે ?
આખર બધી જ પોલ ઉઘાડી પડી ગઈ,
ખોટું હસી હસીને કહો ક્યાં સુધી હસે?
– આશિત હૈદરાબાદી (‘પરણવાની સજા દીધી’ માંથી)
મારી પાસે કહેવા માટે શબ્દો નથી .એવી આ મિત્ર ની સાથીદાર છે. વેણુ પ્રત્યેનો પ્રેમ આ દુનિયામાં અમર રહેશે.
TRUE FRIENDSHIP BETWEEN VENU & JUMO. TO DAY’S MEN MAKE SELFISH. HERE ANIMAL IS SAVE HIS OWNER(MALIK)
8 ma dhoran ni yad aavi gayi…..bhaisaheb dhumketu ne vanchva etle ek alag j vishva man jay chadya hoy evu lage….e jumo ane eno venu wah…kharekhar manas ane pashu man pan ek bija pratye ketli lagni hoy che….
ઓહો ! ધૂમકેતુ લાજવાબ ! તેની રચનાઓ ખતરનાક !
એકદમ હૃદયદ્રાવક અંત હોય છે. સલામ. નમન
જ્યારે વાંચીએ ત્યારે હૃદયના તાર ઝણઝણાવી જાય છે આ વાર્તા….
આજે ધો-૮બ મા જુમો ભિસ્તેી વાચવાનો થયો.મને મારા ધો-૧૦ નેી યાદ આવેી ગૈ..ખુબ મજા આવેી.
પ્રિય એદવડા ભાઈ તમે જીગ્નેશ ભાઈની ઓળખાણ કરાવી
જુમા વેનું દિલ ચશ્પ વાર્તા વાંચી . બહુજ ગમી અને આ વાર્તા પીરસવાનો આઈડિયા જીગ્નેશ ભાઈનો મને ઘણો ગમ્યો . જીગ્નેશ ભાઈની તપસ્યા ને સફળતા જરૂર ફળશે એવી હું આશા રાખું છું જે મારી આશા નિરાશામાં નહી ફેરવાય પરમેશ્વર કૃપા કરશે . ઘણી ખમ્મા જીગ્નેશ ભાઈ અધ્યારુ હું હિંમત લાલ જોશી આતા
આટલા ઓછા શબ્દોમાં કેતલું બધું કહી જાય છે આ વાર્તા? આજના સ્વાર્થથી ભર્યા-ભર્યા જગતમાં વેણુ સાથે મોતને દ્વાર ઊભો રહેતો જુમો અને જુમાને બચાવવા તેને દૂર ધકેલી દેતો વેણું!
કેવી જોડી!
આંખ ભીની થઈ જાય એવી કથની છે.
જીગ્નેશ સાહેબ આજે મારા જુના દિવસો ની યાદ તાજી કરાવી છે આવો પ્રસંગ આ મહિને બીજી વખત થયો એક વખત છેલ્લો દિવસ મુવી જોઈને અને આજે આ પાઠ સાભરી ને
જુના દિવસો ની યાદ તાજી થઈ આવો પ્રસંગ આ મહિને બીજી વખત થયો એક વખત છેલ્લો દિવસ જોઈને અને આજે આ પાઠ સાભરી ને
વર્ષો પહેલાં માણેલી આપણી ભાષાના સાહિત્યની એક અત્યંત ઉત્તમ કૃતિની અભિનંદનીય રજૂઆત. એ માટે પ્રસન્નતા સિવાય બીજો કોઈ શબ્દ જડતો નથી. આ નવપ્રસ્થાન ને ગુજરાત વધાવી લેશે એટલું કહેવાનું મન થાય છે.
Pingback: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૧ : જુમો ભિસ્તી – Aksharnaad.com
ખૂબ જ સંવેદનશીલ વાર્તા. આંખો ભીની થઈ ગઈ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
વર્સો પેહલા ભનેલા અને અત્યરે અમેરિકા મા રહુ ચુ. માતરુ ભુમિ નિ યાદ આવિ અને જુમો ભિસ્તિ નિ. ૨૦૦૫ મા ૧૦ મા ધોરન નિ ગુજરતિ બુક મલિ જૈઇ તો મઝા પદિ જાય
aaje 10 varsh pachhi mari ichha puri thai mara priy path vachvani….
jumo bhisti dhoran-10
ખરી મા પાઠ યાદ છે કોઇ ને??
ઍના લેખક કોન છે?? એમા મુખ્ય પાત્ર નુ નામ કુસુમયુદ્ છે… જો એ વાન્ચવા મલે તો મજા પડે…
Karu a ni parakashtha.
Mane dhumketu ni post office krauti khoob game che.
Ali Dosa nu chitra tarvartu thai gayu.
Khunt satish GOrdhanbhai.
Manvilas.
Sanvedna,mitrata,imandari,vafadari,udarta jeva guno to juma venu pase thi shikhava jeva chhe.
2001-2002 thi aaj din sudhi ghani vakhat juma venu ne vaagolya chhe ane vanchata vanchta aankho chhodhar aansu e radi padeli.jivan ni aaj to karunata chhe ke manavi aaje pan pashu karta e badatar prani jevo j chhe.
A real freinship is projected aptly in this story…. worth to be read and at least to carer someone whom you love……
I am a software professional. I have got my own company, still there something in this valuable story. I studied it during 8th standard. I preserved my book for this story, but I just lost it couple of years back. I have been searching Google from last 2 months and finally found this. Thank you so much aksharnaad.com for publishing this.
aajan samay ma je pasu hatya thay che tena mate aaek both saman che thanks
ભુલો નહિ દોસ્ત આ દુનિયામા બધુજ ચ્હે. પણ મુજ્નુ શુ. આદત થિ હુ મજ્બુર જેવા મુજ્ના ભાવ.
નિશાળના દિવસો ની યાદ આવી ગઇ; આભાર .
I USED TO LOVE THIS STORY A LOT AND I KNOW THAT I WAS SO EMOTIONAL THAT DAY. I’M MISSING INDIA AND I’M MISSING MY SCHOOL. SOME HOW THIS STORY REMIND ME MY CHILDHOOD AND MY OLD MEMORIES. MANY THANKS WHO HAS UPLOADED THIS STORY OVER HERE…
I was in school and I do remember very well that I used to love this story a lot and I used to read this story in “Free Period”. I was in India, Gujarat, Gandhinagar. Swaminarayn High School-Sector 23. Woow I really miss those days and somehow you remind me my old memories and its seems like i’m in school once again! I’m missing India, Missing my school!! Thanks a lot for uploading this beautiful story.
kharekhar adbhut praniprem ane swami bhaktinu mishran
Mari Life Ni aa Favourite Varta Che Me aa Varta Ek Var Mara Gher Ekla Vachi Hati Ane A divase Bahu Radyo Hato Ane Class Ma Pan Bahu Radyo Hato Ane Aje VArta Vachi Ne PAn Bahu Radvu Avyu Aa Varta.MAra DilNi Bahu Najik Che…….
It’s awesome. Me pan aa path mari highschool ma bhanelo che. Chokas yaad rahi jay tevu tenu taddash varnan che…
કરુનાન્તિકા કટાક્ષિકા..
ધુમકેતુ નિ વાર્તાઓ મા હમ્મેશા લાગનિઓ સરસ રિતે પ્રસ્તુત કરેલિ હોય ચે.
આ વાર્તા અમ્ને ભન્વામા આવેે.
સેમિસ્તર મા.
આ વાર્તા મને ગમિ
બહુ જ સરસ. વાર્તા વાંચીને બાળપન યાદ આવી ગયું ખુબ જ આભાર.
મને પન આજે બેી.એડ્….મા ટેીચ્રર તરેીકે ભણાવેી ને આ સ્ટૉરિ કહિને બહુજ મજા આવેી……
વાંચીને શાળાના દિવસો યાદ આવી ગયા ધન્યવાદ
Can anyone suggest me where can i read KASHI MANI KUTRI ?? please
Thanks,
આ વાર્તા ખરેખર હુ ફરીથી વાચવા માટે ઉત્સુક હતો.
અને ફરી વાચ્યા બાદ ઘનો આનન્દ થાયો.
I miss P.P.SAVANI school and this chepeter last 5 year.
SHREE SWAMINARAY HIGH SCHOOL…GURUKUL….GANDHINAGAR…SECTOR-23……….
આજે સ્કુલ ના દિવસો ના દિવસો નિ યાદ અવિ ગય,
hmmm…..suchhhh aaa nice story….i no…i was in school and this story was the part of the syllabus of gujarati subject….love this story its get me into tears but love to read this again and again…i think this type of stories gives some mental relief in such a stress full life over here in US…thanxx.
આ પાઠ (વાર્તા) મારી મનગમતી વાર્તાઓમાં ની છે આ આખી વાર્તા મને યાદ હતી તેમ છતાં ફરી પછી વાંચની મજા આવી ને સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા,
આભાર
આ જ પાઠ અમારે ભણવામાં આવતો હતો…પણ એન્ડ એટલો દયાજનક છે કે આજે ફરીથી વાંચવાનું મન થયુ અને વાંચી લીધી…
ખુબ જ સરસ્ વરસો બાદ જુનિ યાદો તાજિ થઈ. ધુમ્કેતુ ગુજરતિસાહિત્ય નિ ગરિમા ચ્હે.
આપ્નો ખુબ આભર્.
આ વાર્તા જિઁદગીનાઁ ૮૧ વર્ષો પસાર કર્યા પછી માણી.
આભાર સૌનો ! પોસ્ટ્ ઑફિસ,લોહીની સગાઇ તેમજ….
બીજી થોડી વાર્તાઓ ખરી મા ..જેવી યાદ આવે છે !
વરસો પછી જુની યાદ તાજી થઈ. ત્યારેની મને યાદ છે કે આ વાર્તાને અંતે વર્ગના સૌની આંખોમાં આંસુ હતાં. વાંચીને આજે ફરીવાર આંખો નમ થઈ. આ કૃતિ બદ્દલ આભાર.
જુનિ યાદ તાજિ કરાવિ આપિ અમારા ટિચર અમ્ને આ પથ ભનાવ્યાઓ ત્યારે હુ રડિ પડિ હતિ અને આજે ફરિ એ દિવસમને યાદ આવિ ગયો આભાર
ખરેખર આ વાચિને જુના દિવસોનિ યાદ આવિ ગયિ.ખુબ ખુબ આભાર.
મને કોઇ કાશિમા નિ કુતરિ ક્યા વાચ્વા મલસે કોઇ જનાવિ સકસે???
ખુબ ખુબ આભાર.
વરસો પછી ધોરણ ૮ બના કલાસ ટીચર વૈશ્નવ સાહેબ સાંભળયા એ વાત કરે છે કે પાઠ સમજાવે છે તે ખબર જ ન પડે પોતે ચોધાર આંસુએ રડતા જાય અને વાર્તા કહેતા જાય આવા માયાળુ સાહેબ હવે મળવા મુશ્કેલ છે. એવીજ ટપાલીની શીવાજીનું હાલરડું વગેરે આભાર
વરસો પછી ફરીથી યાદો તાજી થઈ.
એક વાત એ પણ યાદ આવી કે સ્કુલમાં જુમો-ભિસ્તી ભણીને આવ્યા પછી મે મારા ઘરે વિયાયેલી ભેસની પાડીનું નામ જમાના પ્રમાણે “મોનીકા” રાખ્યું હતું.
જુની યાદો તાજી કરાવવા બદલ ખુબખુબ આભાર…..