ગાલગાગા ગાલગાગા ગાલગા એ ‘લગા’ત્મક સ્વરૂપમાં સર્જનનો પ્રયત્ન એવી આ ગઝલ રાધિકાના મનોભાવો વ્યક્ત કરવાનો એક પ્રયત્ન છે. જો કે અહીં રદીફ અને કાફિયાની અપાર છૂટછાટ લીધી હોઈ દોષ લાગી શકવાની શક્યતાને લીધે ગઝલ કહેવી ઉચિત છે – નથી તે અલગ વિષય છે, માટે ફક્ત પદ્ય કહીશું. રાધાના કા’ન પ્રત્યેના અપાર અને અફાટ સ્નેહને કોઈ પણ પરિમાણમાં વ્યક્ત કરવું અશક્ય છે, પરંતુ લોકો તેમની વાતો કરે છે. અને છતાંય એ સ્નેહના પ્રવાહને કોઈ દુન્યવી આયોજનો અટકાવી શક્યા નથી. એક જ સમયે મહુવા – પીપાવાવ બસમાં સળંગ અવતરેલી આ રચનામાં ક્યાંય કોઈ સુધારો કર્યો નથી, કે એમ કરવા મન માન્યું નથી. ફક્ત ભાવવિશ્વની દ્રષ્ટિએ પ્રસ્તુત રચનાને નિહાળવા વિનંતિ. પ્રસ્તુત રચનાને અમે “દિલ કે અરમાં આંસુઓમેં બહ ગયે” ગીતના રાગમાં ગાયેલી, અને ખૂબ મજા પડી હતી.
ગોઠડીમેં કાનની હારે કરી,
લોક કે’તા રાધિકે ભારે કરી,
એમની મૂરત વસી છે અંતરે,
પાંપણોએ આંખની ઈર્ષ્યા કરી.
રાધિકાનું નામ ઉગ્યું એકલું,
શ્યામ નામે ભક્તિની રંગત ભરી.
ના હતું કો’નામ એ સંબંધનું.
તોય લોકે પ્રેમની પૂજા કરી
પ્રેમમાં સંતોષ તો ક્યાં હોય છે?
રાધિકા મીરાં થઈને અવતરી.
એમને રોજે હજારો પૂજતી,
તોય કા’ને અંતમાં રાધા સ્મરી.
– જીજ્ઞેશ અધ્યારૂ
બિલિપત્ર
પરીઓ વિના કુંવરની કહાની
ભીની મૌસમ ને સુક્કી ઉજાણી
છે વરસાદ કેવો, રસ્તાઓ ઉપર
ખડકીની ભીતર, વિચારું હું પાણી
– જીજ્ઞેશ અધ્યારૂ
Purano and Satya,use your mind and vivek. they are just to convince the mass,,many exagerrations make it unbelievable..but faith, deep faith and some time blank or andha shradha makes it believable and many dont apply their mind. many takes benefits out of it GURU and not SAD GURU, we have to judge-vivek is necessary given by God.use it….
રાધા અને કૃષ્ણની વિષે સાહિત્યમાં જે કંઇ લખાતું
આવ્યું છે તે બધું ક્લ્પના માત્ર છે. બાકી ભગવાન
કૃષ્ણ રાધાને ચાહતા હતા એવા પ્રમાણો શાસ્ત્રોમાં
ક્યાંય વાંચવામાં નથી આવતાં. ભગવાન શ્રી કૃષ્ણએ
તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન ” રાધા ” શબ્દનું
ઉચ્ચારણ જ નથી કર્યુ. રાધાનો ઉલ્લેખ પુરાણોમાં જોવા
મળે છે. પરંતુ રાધા-કૃષ્ણના પ્રણય અથવા રાધાની
કૃષ્ણ પ્રત્યેની ભક્તિના ઉલ્લેખ જોવા નથી મળતાં.
રચના સુંદર છે પરંતુ સત્યથી વેગળી છે.
સરસ જિગ્નેશભાઇ.. ભાવ સુન્દર ઉપસે છે..
પ્રેમમા સંતોષ ક્યાં હોય છે ? રાધિકા મીરાં બનીને અવતરી …. વાહ સુંદર ..!!
શ્રી જીગ્નેશભાઈ,
તમે સુચવેલ રાગ માં ગાવા ની કોશિશ કરી તો માણી શકાઈ, આમ તો ગઝલ સાંભળવી ગમે છે.,
સરસ રચના…
અભિનંદન
અશોકકુમાર દેશાઈ
http:das.desais.net
kruti khub daras bhavo ma vyakt kati che, abhinanan jigneshbhai vadhre avij krytio banavta raho avi shubhechha , dhimant shah veraval
પહેલી રચના છંદમાં?
છંદ ખૂબ જ સ-રસ રીતે નિભાવ્યો છે, અભિનંદન જીજ્ઞેશ !