તમને દીકરીના પપ્પા થવું ગમે?
સપનું એની આંખે જોવું ગમે?
એના મનમાં ભારોભાર લાગણી રહે
એના શબ્દોમાં ઝાલરના સૂરો વહે
કળીમાંથી ફૂલ બનતું જોવું ગમે?
તમ જીવનમાં ખુશ્બુનું હોવું ગમે?
નીંદણ નથી એ તો પરિપાક છે,
શોર નથી, મનનો એ આલાપ છે,
તમને આંખોથી હૈયે ઉતરવું ગમે?
તમને બેલગામ વૃત્તિઓનું શમવું ગમે?
લાખ પુણ્યે મળે જે એ વરદાન છે,
સહજ મુક્તિનું દીકરી અનુસંધાન છે,
તમને ઈશ્વરને રમતા જોવું ગમે?
તમને મૃત્યુ પછી મોક્ષનું હોવું ગમે?
તમને દીકરો નથી? તેથી શું થયું?
દીકરી તો છે ને? ચાલો સારું થયું.
એના લાગણીના દરિયે નહાવું ગમે?
તમને જીવનના ગીતને ગાવું ગમે?
જાણે રણ વચ્ચે મીઠી એક વીરડી રહે
એની કાળજીના વાયરા સદાયે વહે
તમને કોયલનું કુંજન સાંભળવું ગમે?
ક્યાંક ખુદમાં ફરીથી ઓગળવું ગમે?
દીકરી તો કોડીયું ઝળહળતું આકાશે
એ પિયરમાં ઝબકે ને સાસરે પ્રકાશે
તમને વંશમાં આશાઓનું ફળવું ગમે?
લાખ ખુશીઓનું આંગણે ઉતરવું ગમે?
તમ મસ્તક એ ઝુકવા ન દેશે કદી,
સ્મિતનો એ દરિયો, વ્હાલપની નદી,
આંસુઓમાં સ્મિતનું ઝરવું ગમે?
તમને દીકરીના પપ્પા થવું ગમે?
– જીજ્ઞેશ અધ્યારૂ
બિલિપત્ર
જેમ જંગલના પંખી રે માડી
વ્હાણું વાતા ઉડી જાય રે;
તેમ પરાઈ થઈ દીકરી
દેશ પરાયે જાય રે !
નાનો વીરો મારો રોકે રે પાલખી
આંસુના ઝરણાં વહાવી રે;
બાપુને ધીરજ ધરાવ મારા વીરા;
જેણે મને કીધી પરાઈ રે !
– લોકગીત
દીકરી વગરનું જીવન એટલે ધબકાર વગરનું હૈયું. દીકરી હોય અને તેનાથી થોડાક દિવસ પણ દૂર રહેવું પડે તો જાણે જીવનની સૌથી મોટી સજા મળી હોય એમ લાગે. ક્યાંક દૂર રહેલી દીકરી શું કરતી હશે, મારા વગર કેમ રહેતી હશે એવા વિચારે પિતાનું હૈયું વ્યાકુળ થઈ જાય છે. અને એ જ દીકરીને વળાવ્યા પછી તો વાત જ ન પૂછશો. પિતા અને દીકરીની વચ્ચે એક અલગ જ સંબંધ હોય છે. પ્રસ્તુત રચનામાં એ જ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી પુત્રી વિશે હું તો આવું જ અનુભવું છું. આશા છે દરેક પિતાને પણ આવી લાગણીઓ જ થતી હશે. તમને દીકરીના પિતા થવાનું ગમે એ સવાલ છે એક પિતાનો સમાજના એવા બધાંય લોકોને જેઓ આજે પણ પુત્રઝંખનામાં ઘેલા છે. અહીં દીકરો ન હોવા વિશે નકારાત્મક લાગણીઓ નથી, પણ એક દીકરી આપવા પ્રભુએ જેને નસીબદાર ગણ્યા એવા લોકો માટે ધન્યતાનો ભાવ છે.
yes, i m daughter and i really love my father-mother and i take care of him very well and i proud of my self – YES I M DAUGHTER-
very very nice
thanks , you gives word who love daughter, i have lovley daughter i
feel proude to be her mother
હજી તો હું કુંવારો છું, લગ્ન ને તો ઘણી વાર છે અને પપ્પા બનવાને તો એથી પણ વધુ વાર છે. પણ મને પેહલેથી જ એવી ઈચ્છા છે કે મારે ઓછા માં ઓછી એક દીકરી હોય. ખબર નહિ કેમ, પણ મને આ ઈચ્છા નાનો હતો ત્યારથી જ છે. આજે હમણાં internet surfing કરતા કરતા નીચે ની કવિતા મેં વાંચી. બહુજ સરસ લખી છે. અને હા, “મને દીકરી ના પપ્પા થવું ગમે” 🙂
– યશપાલ જાડેજા
http://yashpaljadeja.blogspot.com/2011/02/blog-post.html
આ જેીવન માં બધા માં વિશે ગધુ લખે ૬ પન પાપા વિશે લખવુ બહુ જ્જ અધરુ ૬
હુ હજેી નાનેી ૬ઉ મને પાપા ને હુ બહુ જ થોદુ સમજુ ૬ઉ
પન કવિતા બહુ જ સરસ ૬
ખુબ સરસ મજા નુ ,laagNee bharela kaavya vachataa haiyu bharaai aave chhe. આભાર્
HADYA NE NICHOVINE JE VARNAN DIKRI NA PAPPA TARIKE DAREK FEEL KARE TEM TAMARI AA UTKRUST KAVITA DAREK DIKARI NA PAPPA NI VACHA CHHE. MARI DIKARI PAN MANE BAHUJ VAHALI CHHE.
HU POTE PAN, AEK DIKRI J CHHU, MANE KHABAR CHHE K DIKRI KONE KEHVAY, HU MARA BAP NE LAGN PEHALA BAROBAR SACHVI NA SAKI PAN, LAGN PACHHI TO HU AEK DIKRA NO DHARAM JAROOR THI NIBHAVIS.
ખુબ જ સરસ કવીતા..મારે બે દીકરીઓ મોનીકા અને બીજલ અનમોલ રતન સમી ..મને તૉ દીકરીના પપા થવૂ ગમૅ! ગન્ગદાસ નારણ ભાવાણી દૉડબાલ્લાપુર થી (બૅન્ગલૉર)
ઉમદા રચના,
દિકરીના પિતા હોવાનું મને ગૌરવ છે.
મને તો દીકરીના પપ્પા થવું ગમે !
દિકરેીના મા-બાપ હોવુ એ તો ઇશ્વરનુ વરદાન છે.
very nice!!
VERY NICE. THIS POEM MAKES EVERY PARENTS OF “ONLY-DAUGHTER FAMILES” A GREAT PRIDE. THIS WILL GO A LONG WAY IN PROPAGATING MESSAGE OF “STOP FEMALE FOETICIDE”
MANY MANY CONGRATES TO AUTHOR
જિગ્નેશ ભાઇ,
મારા જેવાને દિકરિ ના જ હોય તેનિ વ્યથા કઇ રિતે કહેવિ?
દિકરી
શુ કહુ કેવિ રિતે કહુ
પણ્ મારી દિશા તો મને બહુ પ્યારિ છે
તમરિ રચના મને બહુ ગમિ
ખુબ જ સરસ જિગ્નેશ ભાઇ તમ| રિ આ રચના મને ખુબજ ગમિ હવે કૈઇક દિકર| માટે પણ લખૉ,
Excellent!
બહુજ સરસ કવિતા છે. Jigneshbhai dikri to vahal no dariyo 6, tene hriday na khune khuna ma bap ane mata mate prem bharelo hoi 6, I remember one Proverbs i.e. “Boy is Boy till his gat married but daughter is daughter till she dies”
I am father of 3 lovely daughters….
and I am proud of them….
great poem, great thought…
કોને ન ગમે ?!
“લાખ ખુશીઓનું આંગણે ઉતરવું
અને
આંસુઓમાં સ્મિતનું ઝરવું” (કોને ન ) ગમે?
સરસ રચના..
આ કેફ ઉતરે તો કેમ ઉતરે ?
સાથે દીકરી છે..હું એકલો નથી…
દીકરીના પિતા જ શા માટે…? દીકરીની માતા થવું એ પણ અદભૂત લહાવો છે.
તેથી જ તો દીકરી મારી દોસ્ત લખાઇ છે ને ?
દોસ્ત દીકરીની હાજરી જીવનમાં કેવા કેવા રંગો પૂરે છે એ તો અનુભવે જ સમજાય…
તમ મસ્તક એ ઝુકવા ન દેશે કદી,
સ્મિતનો એ દરિયો, વ્હાલપની નદી,
આંસુઓમાં સ્મિતનું ઝરવું ગમે?
તમને દીકરીના પપ્પા થવું ગમે?
સુંદર રચના
ઝવેરચંદ મેઘાણીની દિકરો વાત યાદ આવી ગઈ
“દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે: ‘ગઢવી, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મોઢે થઇને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.”
ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા! ‘હવે હું શું મોઢું લઇ લાખાપાદર આવું? પરબારો શત્રુઓના હાથે જ મરીશ… પણ એકની એક દીકરીના સમ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે? મારાં સંતાનને મારુંમોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું? કાંઇક કારણ હશે! જાઉં તો ખરો.’ દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરી એ કહ્યું :”બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું.એક જણને તો મેં અહીં રાખ્યો છે.” એમ કહીને ઓરડામાં લઇ જઇને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળ્ખ્યું. એ તો દેવાત વાંક પોતે જ . દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું.
એણે દીકરીને માથે હથ મૂક્યો:”બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે;પણ ના,ના, મારે તો દીકરો છે!!
સુંદર રચના..ભાવવિભોર્!
સરસ કવિતા
તમને દીકરીના પપ્પા થવું ગમે?
સપનું એની આંખે જોવું ગમે?…ખૂબ જ સરસ કવિતા. અને એથીય વધારે સરસ તો છે આ પ્રશ્ન. દરેક પિતા જો આ પ્રશ્નનો જવાબ ખુશીથી, વાત્સ્લ્યથી, ગૌરવથી આપશે તો ‘સ્ત્રી ભૃણ હત્યા’ જેવો શબ્દ જ નાબૂદ થઈ જશે.
Pingback: Tweets that mention તમને દીકરીના પપ્પા થવાનું ગમે? – જીજ્ઞેશ અધ્યારૂ | Aksharnaad.com -- Topsy.com