દલિતોના બેલી – દાન વાઘેલા 4


ખભો પેટ માથું, બધું તમતમે છે,
યુગોથી મળ્યા ‘દાન’ કેવા દલામા !
જાતમાંથી જાત ફેંકી બહાર જા;
જ્યોત લઈ લે, રાત ફેકી બહાર જા;
ભેદરેખા પારદર્શક થઈ શકે;
પારકી પંચાત ફેંકી બહાર જા!
કૈ યુગોથી થઈ ગયો ખંડેર ખુદ;
ઘોર ઝંઝાવાત ફેંકી બહાર જા !

બાબાસાહેબ
મારા બહુ નામી રે
ભીમરાવ ભારે સ્વમાની રે
દલિતોના બેલી … (૩)
આંબેડકર તું એક થયો જગમાં
દાન વાઘેલોય બેઠો તારા પગમાં રે;
દલિતોના બેલી … (૨)
‘ હાલ કેવા છે અમારા વાસના
પોપડા ઉખડી ગયા છે શ્વાસના.

દલિતોના બેલી – શ્રી દાન વાઘેલા (ભાવનગર)

ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત દલિત કાવ્ય તેમની દલિતોની, વંચિતોની વેદનાને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા જવલ્લે જ થાય છે, અને એથીય ઓછું તેમને માણવાનું, એમાંય કરકસર કરાય છે. પરંતુ દલિત સાહિત્ય એક વિશાળ વિસ્તૃત રચનાકારોનું વૃત્ત છે, અને એટલે વંચિતો અને સમાજના આ મહત્વના પણ ઉપેક્ષિત વર્ગની વાતો વ્યક્ત કરતી રચનાઓની અગત્યતા સમજવી જરૂરી છે.

બિલિપત્ર

બીડીના એક ઠુંઠે તમને સંભારું શામળિયા
સાંજ પડે ને ઝાલર ટાણે તારે મંદિરીયેથી
છોને નીકળવાનું થાતું !
– અશોક ચાવડા ‘બેદિલ’ (સુરેન્દ્રનગર)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “દલિતોના બેલી – દાન વાઘેલા