અક્ષરની ઉત્પતિ – શિવસૂત્ર પૂર્વભૂમિકા (પુસ્તક ડાઉનલોડ) 3


{ શિવસૂત્રો સ્વયં શિવ દ્વારા પ્રગટાવેલ જ્ઞાન છે. આજથી આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વે આ અણમોલ આધ્યાત્મિક જ્ઞાનનો ખજાનો ઋષિ વાસુગુપ્તને સાંપડ્યો હતો. કાશ્મીરી શૈવવાદનો એ મૂળ પાયો છે; જે માનવ જાતીના ઉત્કર્ષ માટે જ પ્રગટ્યો છે. એ શિવશાસન, શિવશાસ્ત્ર કે શિવોપનિષદ સંગ્રહ તરીકે પણ પ્રચલિત છે. શિવનું આ આધ્યાત્મિક દર્શનશાસ્ત્ર સામાન્ય રીતે શૈવ આગમ કે શિવાગમ તરીકે પણ પણ ઓળખાય છે. પારંપારિક રીતે આગમ શબ્દનો અર્થ થાય છે, એવી વ્યવસ્થા અથવા એવા નિયમો જેને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક અપનાવવામાં આવતા હોય. શિવસૂત્રો અંગે એટલું સ્પષ્ટ થાય છે કે એ કોઈ માનવીએ નથી લખ્યા અને એ પ્રગટેલા જ્ઞાનને સૌપ્રથમ પામનાર હતા ઋષિ વાસુગુપ્ત. કુલ ૭૭ સૂત્રો ત્રણ ભાગ કે ઉપાયોમાં વહેંચાયેલા છે.

યોગ વશિષ્ઠ અને અન્ય આધ્યાત્મિક વિષય ખૂબ ગહન અધ્યયન કરનારા તથા આધ્યાત્મિક સાહિત્યના અનુવાદ કરવામાં ખૂબ આનંદ અનુભવનારા વડીલ એટલે મહેન્દ્રભાઈ નાયક. તેમના દ્વારા પ્રસ્તુત કરાયેલ સુંદર પુસ્તક એટલે શિવસૂત્ર વિશેની પૂર્વભૂમિકા અને સમજણ. આધ્યાત્મિક જ્ઞાનને કોપીરાઈટના બંધનો ન હોવા જોઈએ એવું દ્રઢપણે માનનારા મહેન્દ્રભાઈનો આ પુસ્તક અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ આભાર માનવો ખૂબ ઓછો પડે છે. આ સુંદર અને જ્ઞાનવર્ધક પુસ્તક બદલ તેમને ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ. પુસ્તક ડાઉનલોડ વિભાગમાંથી આ પુસ્તક ડાઉનલોડ કરી શકાય છે. }

ગુરુની જ્યારે કૃપા થાય છે ત્યારે અક્ષરોની ઉત્પતિનું જ્ઞાન શિષ્યને – સાધકને પહોંચે છે. પરાત્રીંસકામાં વર્ણવ્યા મુજબ અનુત્તરાશક્તિના સૌ પ્રથમ કંપ(સ્પંદ) ને કારણે પરમ અહંતા ‘અકુલ’ નું રૂપ ધારણ કરે છે. ‘અકુલ’ના બે અર્થ નીકળે છે. ૧. ‘કુલ’ અર્થાત એવી સ્થિતિ જ્યાં શિવ અને શક્તિ અભિન્ન રીતે જોડાએલી હોય અને ‘અકુલ’ અર્થાત એનાથી વિપરીત સ્થિતિ જ્યાં કેવળ શિવ જ છે. ૨. ‘કુલ’ નો બીજો અર્થ છે શરીર અને ‘અકુલ’ એટલે જેનું શરીર ‘અ’ છે- અને તે ચિત્ત- શક્તિને પણ દર્શાવે છે.

આ અહંતા જ્યારે વધુ વિસ્તરે છે ત્યારે આનંદશક્તિ ઉત્પન્ન થાય છે અને તે અક્ષર ‘આ’નું રૂપ ધારણ કરે છે. એથી આગળ એમાંથી ઈચ્છાશક્તિ જન્મે છે, અને અહંતા પોતાની એ શક્તિની અક્ષુબ્ધ અવસ્થામાં ‘ઇ’ (હસ્વ) ને દર્શાવે છે, અને ક્ષુબ્ધ અવસ્થામાં ‘ઈ'(દિર્ધ) ને દર્શાવે છે. ક્ષુબ્ધ અવસ્થાનો ‘ઈ’ એ ઈશાન કે ઈશિત્રી – અર્થાત ગૂઢતાની શક્તિઓને દર્શાવે છે. ત્યારબાદ જ્ઞાનશક્તિ એની અક્ષુબ્ધ અવસ્થામાં ‘ઉન્મેષ’ – એટલે કે જ્ઞાન – દર્શાવે છે, જેમાંથી ‘ઉ’ (હસ્વ) ઉત્પન્ન થાય છે. એ જ જ્ઞાનશક્તિ એની ક્ષુબ્ધ અવસ્થામાં ‘ઊનતા’ દર્શાવે છે, ‘ઊનતા’ એટલે ઊણા ઊતરવું – (અહીં જ્ઞાનને કેવળ જ્ઞાન ગણી લેવાની ‘ઊનતા’ જ તો છે.) જે ‘ઊ’ (દિર્ધ) તરીકે દર્શાવાય છે.

અક્ષુબ્ધ અવસ્થા એટલે જેમાં શક્તિ કેવળ બાહ્ય કે ઉપલક રીતે દર્શાવાય છે અને એના હજી દુન્યવી વાતોની અસર પડી નથી. બીજી તરફ ક્ષુબ્ધ અવસ્થા એટલે અશાંત અવસ્થા જેમાં ઈચ્છા કે ઉન્મેષ શક્તિ દુન્યવી બાબતોથી રંગાઈ ગઈ હોય છે.

(આ સ્તરે વિકસતા બ્રહ્માંડની સહેજ પીછેહઠ થાય છે.)

જે રીતે વિજળીના ચમકારામાં પ્રથમ એક હલકી ઝાંખી નજરે પડ્યા બાદ જ તેજોમય પ્રકાશ દેખાય છે, તેવી જ રીતે અક્ષુબ્ધ અવસ્થાની ઇચ્છાશક્તિ ‘ઇ’, ‘ર’ સાથે મળીને, ‘ઋ’ તેમજ ક્ષુબ્ધ અવસ્થાની ઈચ્છાશક્તિ ‘ઈ’, ‘ર’ સાથે દ્રઢ પણે ઓગળીને ‘ઋ’ બને છે. અહીં ‘ર’ એ અગ્નિનો બીજો અક્ષર છે.

જ્યારે અગ્નિ અને પૃથ્વિના આ બીજ અક્ષરો ‘ર’ અને ‘લ’ કેવળ ઇચ્છાશક્તિના સૂક્ષ્મ પદાર્થ તરીકે પ્રસ્તુત થાય છે અને તેમના પર કેવળ ‘ઋ’ અને ‘-‘ ના અવાજ રૂપે અંકાય છે ત્યારે આ ચાર અક્ષરો ‘ઋ’, ‘ઋ’,’-‘ અને ‘-‘ કેવળ પોતાને જ આધારે પ્રકાશમાં આવે છે. આથી તેઓ અમૃત અક્ષરો તરીકે ઓળખાય છે.( એટલે કે એમનામાં કોઈ પણા પ્રકારના ફેરફારો થતા નથી અને એમના થકી અન્ય કોઈ અક્ષરો બનતા પણ નથી.)
આ અક્ષરો માત્ર એક વસ્તુ તરીકે જ હોવાથી તેમના થકી અન્ય કોઈ અક્ષરો ઉત્પન્ન કરી શકાતા નથી, માટે આ ચાર અક્ષરોને નપુંસક કે શંધ તરીકે પણા ઓળખાવાય છે.

અગાઉ જેનો ઉલ્લેખ થઈ ગયો તે અનુત્તર એટલે કે અક્ષર ‘અ’ અને આનંદ એટલે કે અક્ષર ‘આ’ , જ્યારે ઇચ્છાશક્તિના ‘ઇ’ જોડે મળે છે ત્યારે ત્રિકોણાત્મક સ્વર ‘ણ’ ઉત્પન્ન થાય છે.

એ જ રીતે અનુત્તરનો ‘અ’, અને આનંદનો ‘આ’, અને ઉન્મેષનો ‘ઉ’ જોડે મળે છે ત્યારે ત્રિકોણાત્મક સ્વર ‘ઓ’ બને છે, જે ક્રિયાશક્તિના સમાવેશને પણ દર્શાવે છે.

‘અ’ કે ‘આ’ સાથે મળીને અક્ષર ‘ણ’ એક ષટકોણ ‘ણે’ બનાવે છે અને ‘અ’ કે ‘આ’ સાથે મળીને અક્ષર ‘ઓ’ ત્રિશૂળ રૂપી ‘ઔ’ બનાવે છે. અક્ષર ‘ઔ’ ના બંધારણમાં ક્રિયાના પ્રભુત્વવાળી ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા એ ત્રણે શક્તિઓનું જોડાણ દર્શાવાય છે.

ત્યારબાદ પરમ અહંતા પોતાના અખંડ બ્રહ્મજ્ઞાનને એક બિન્દુ કે વિન્દુ રૂપે અક્ષર ‘અં’ માં દર્શાવે છે. અને આગળ જતાં વિસર્ગ સ્થિતિમાં બે ઊભા બિન્દુઓ(ઃ) રૂપે દર્શાવે છે, જે આંતર અને બાહ્ય ઉત્પતિનું એક સાથે ચિતરણ કરે છે.

આ રીતે સર્જનાત્મક અહમ પોતાની આંતરિક જાગૃતિ દ્રારા કેવળ અનુત્તર સ્થિતિમાં રહીને ઉત્પતિનું સંપૂર્ણ ચિત્ર દોરે છે અને બાહ્ય જાગૃતિની દ્રષ્ટિએ પાંચ તત્વોના જુથના વિકાસને પાંચ અક્ષરો દ્રારા દર્શાવે છે. એ છે ‘અ’ , ‘ઇ’, ‘ઋ’, ‘- અને ‘ઉ’ શક્તિઓ. ‘ક’ થી ‘મ’ સુધીના પાંચ અક્ષરના દરેક વર્ગો પૃથ્વિથી પુરુષ સુધીના બધાજ તત્વોને દર્શાવે છે.

નોંધઃ મન, અહંકાર અને બુદ્ઘિ – અંતઃકરણ અંતરગત આવે છે.
પ્રકૃતિઃ મુખ્ય પદાર્થો છે અને પુરુષ – મર્યાદિત અનુભવકર્તા છે.

પાંચ અક્ષરનું દરેક જુથ તે વાચક છે અને તેમને અનુસરતું તત્વ જુથ તે તેમનું વાચ્ય છે.

‘અ’,’ઇ’,…. વિગેરે દરેક શક્તિમાં અન્ય ચાર શક્તિઓના અંશ રહેલા હોય છે, માટે એ દરેકનો પાંચ અક્ષરો નો એક એક વર્ગ બને છે.

ઉચ્ચાર વિજ્ઞાન (શિક્ષા)માં, આજ શક્તિઓ અને માયાની પાંચ કંચૂકાઓ (નિયતિ વિ.), જે પુરુષ કે મર્યાદિત અનુભવકર્તામાં રહેલાં હોય છે, તે સઆથે મળીને, અહંતા, અન્તઃસ્થ નામના જુથના અક્ષરો (‘ય’, ‘ર’, ‘લ’, ‘વ’)ને પ્રદર્શિત કરે છે. આ અક્ષરો પુરુષમાં (અંદર) વસેલી માયાવી શક્તિઓમાં સ્થિત હોવાને કારણે, એ જુથનું નામ ‘અન્તઃસ્થ’ વ્યાજબી જ છે. પુરુષમાં વસેલી માયાવી શક્તિઓ ‘પુંભૌમા’ તરીકે ઓળખાય છે. ‘આમ્નાયેષુ’ નામે જાણીતા આગમ શાસ્ત્રમાં આ માયાવી શક્તિઓ જ ‘ધારણા’ તરીકે ઓળખાય છે, અને એ જ શક્તિઓ, જ્ઞાતાની ચેતનાનું ધારણ કરી આ બ્રહ્માંડને ટકાવે છે.

આ માયાને અતિક્રમીને (તદુપરી), જ્યારે ભેદ અદ્રશ્ય થાય છે અને અભેદ પ્રત્યક્ષ થાય છે,ત્યારે અહંતા પોતાના આવશ્યક ગુણ દ્રારા અને પોતાની ઓળખ – ચેતનાની ઉત્સાહ જનક ઉષ્મા – સાથે, ચાર ઉષ્મ- અક્ષરો પ્રદર્શિત કરે છે, જે છેઃ ‘શ્’ ‘ષ’,’સ’ અને ‘હ’ (અહીં ‘ઉષ્મ’ શબ્દનો અર્થ થાય છે ગરમી, લાગણી કે ઈચ્છુકતા). આ ઉષ્મ અક્ષરોમાં,અહંતાનો અક્ષર ‘સ’ -જે સંપૂર્ણ અમૃત અક્ષર તરીકે ઓળખાય છે – તે સંપૂર્ણ પ્રાગટ્યને અંતે આવે છે, અને ત્યાર બાદ પ્રાણબીજ અક્ષર ‘હ’ ને એટલા માટે પ્રસ્તુત કરે છે, જેથી તમે સમજી શકો કે આ બ્રમ્હાંડ, જે સદાશિવના વિસ્તારથી, વાચક(શબ્દોનું બનેલું) અને વાચ્ય રૂપે, અનુત્તર શક્તિ દ્રારા બન્યું છે, તે અંતે અક્ષર ‘હ’ (અનાહત- માયા) માં પૂર્ણ થાય છે. આવિસ્તરણ ‘ષડધ્વ’ પ્રકારનું હોય છે.

આપણાં મહાન ઋષિ ઉત્પલદેવના જણાવ્યા મુજબ, પરમ અહંતાની પરમ વિર્યતાનો મંત્ર જે ‘પ્રત્યાહાર’- ‘અહ્’ દ્રારા દર્શાવાય છે, તે સૂચવે છે કે સમ્રગ બહ્માંડ ‘અ’ અને ‘હ’ના (અર્થાત અહમના) ગર્ભમાં સમાએલું છે. આ ‘અ’ અને ‘હ’ સૂચક છે, અનુક્રમે અનુત્તરા ‘અ’ અને અનાહત ‘હ’ શક્તિઓના, જે શિવ અને શક્તિ સ્વંય જ છે.

‘ચેતનાનો પ્રકાશ ‘અહમ’ વિચારમાં જ સામાએલો છે. જ્યાં સુધી આ ‘અહમ’ વિચાર બધી જ બાહ્ય અપેક્ષાઓની બાદબાકી કરે, ત્યાં સુધી એ સ્વંયમાં જ વિરામ પામનાર અને પરમ સ્વાતંત્ર્ય ભોગવનાર તરીકે ઓળખાય છે, તથા એ જ મુખ્ય કર્તાભાવ ધરાવે છે અને પરમ સત્તા પણ એ જ છે.’ ( અજડપ્રમાતૃ-સિદ્ઘિ, ૨૨-૨૩).

અત્યાર સુધી આપણે જે કાંઈ ‘માતૃકા’ તરીકે વર્ણવ્યું એ જ અંતે ‘કૂટબીજ’ તરીકે દર્શાવાયું છે. (આ ‘કૂટબીજ’ તે જ અક્ષર ‘ક્ષ’) જે અક્ષર ‘ક’ (પ્રથમ વ્યંજન) અને અક્ષર ‘સ’ (અંતિમ વ્યંજન) નું જોડાણ છે. વળી આ અક્ષરો એટલે કે ‘ક’ એ અનુત્તરનું તારણ છે,અને ‘સ’ એ વિસર્ગનું તારણ છે. આથી માતૃકાના રહસ્યનું પૂરતૂં ઉદધાટન થયું.

-શિવ સૂત્રો -પૂર્વ ભૂમિકા


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “અક્ષરની ઉત્પતિ – શિવસૂત્ર પૂર્વભૂમિકા (પુસ્તક ડાઉનલોડ)