ઓપરેશન દરમ્યાનનો અનુભવ – જીગ્નેશ અધ્યારૂ 5


કહે છે કે સમય ક્યારે અને કેવો આવે, કોઇ કહી શક્તુ નથી. ક્યારેક અચાનક હસતા રમતા કેટલીક એવી હકીકત જાણવા મળે કે અવકાશો સર્જાઈ જાય્, એવું પણ જણાય્ કે માણસ પર કુદરત હસતી હોય. ક્યારેક અણધારી આપત્તિઓ આવે તો ક્યારેક અણધાર્યા આનંદની પળો મળે, કદાચ આવી જ ક્ષણો માટે શ્રીકૃષ્ણ કહે છે, બધું મારામાં અર્પિત કર પછી તારે કોઇ સુખ કે દુઃખ નહીં રહે. મારી સાથે કાંઇક આવું જ થયું જ્યારે અચાનક એક રુટીન ચેકઅપ દરમ્યાન જાણવા મળ્યું કે મારે એક ટ્યુમર (ગાંઠ) છે. અને એ કે તેને તરતજ કઢાવવી ખૂબ જ જરૂરી છે.

જો કે મને કદી કોઇ એવો અનુભવ નથી થયો, કે કોઇ દુઃખાવો પણ નથી થયો, પણ ડોક્ટરના મતે આપણા શરીરમાં કાંઈ પણ બિનજરૂરી ન હોવું જોઈએ, નહીંતર તે મેલિગ્નન્ટ થઈ જાય તો ….. (કાશ ! મન માટે પણ આવી જ કોઈક પધ્ધતિ હોય કે જેનાથી ખબર પડે કે તમારા મનમાં કચરો છે, જેને હટાવવાની જરૂર છે. નહીંતર મનને પણ કેન્સર થઈ શકે, ખરાબ વિચારોનું, ઇર્ષ્યાનું, દ્વેષનું..), ખરાબ વિચારો મનને દુઃખ પહોંચાડતા હશે? કદાચ હા…..

જો કે મને થયું કે હું ચિંતા કરું કે ન કરું, જે થવાનું છે તે તો થઈને જ રહેવાનું છે, આપણે થોડાક સ્વસ્થ મને, કાંઈક એવું કેમ ન વિચારીએ કે જેથી કોઈક નવો અનુભવ થાય? આ મારું બીજુ ઓપરેશન થવાનું હતું, કારણકે સાતેક વર્ષ પહેલા હર્નિયાનું ઓપરેશન કરાવેલું, આ વખતે થયું, એનેસ્થેશીયા વખતના અનુભવને જાણવા. કોઈ દુખાવો તો હતો નહીં,

ગૂગલે કામ સરળ કરી આપ્યું, એનેસ્થેશીયા વિશે અને સબ / અન કોન્સીયસ માઈંડ વિશે લેખો શોધ્યા / વાંચ્યા. અન્ય લોકોના એવા અનેકો અનુભવો જેનાથી ખબર પડે કે બેહોશી દરમ્યાન શું થાય છે? અનેક જુદાજુદા પ્રતિભાવ અને વિચારો મળ્યા. કયા સાચા અને કયા ખોટા? સવાલ હતો કે એ અનુભવો યાદ કેમ રાખવા? રાખી શકાય? એ કોઇ રેકોર્ડરથી રેકોર્ડ કરી શકાતા નથી, ફોટા પાડી શકાતા નથી કે યાદ પણ રાખી શકાતા નથી. અનકોન્સીયસ અથવા સબકોન્સીયસ માઈન્ડ એટલે કે અજાગૃત અથવા અર્ધજાગૃત માનસ વિશે ઘણું શોધ્યું અને વાંચ્યું, પણ કાંઈ એવું મળ્યું નહીં જે કોઈ વ્યાખ્યા કરી શકે અથવા સ્પષ્ટ રીતે સમજાવી શકે. શરૂઆત કરી જાત સાથેના સંવાદોથી, પોતાની સાથેના જ વિચારભેદો ઉકેલવાથી…

મારો પ્રથમ સવાલ – અનકોન્સીયસ અથવા સબકોન્સીયસ માઈન્ડ્ની ઓળખ કેમ મળે? અને શું લોકલ એનેસ્થેશીયા ખરેખર એ અવસ્થા સુધી લઈ જઈ શકે? અથવા તેનો એકાદ આભાસ પણ કરાવી શકે?

કોલંબીયા યુનિવર્સિટી મેડીકલ સેન્ટરના તારણ મુજબ અર્ધજાગૃત કે અજાગૃત મન જેટલી ઝડપથ કામ કરે છે તેનાથી સો મા ભાગની ગતિથી જાગૃત મન કામ કરે છે. વીકીપીડીયા ફ્ર્યુડ નામના કોઇ વૈજ્ઞાનિકને ટાંકીને કહે છે તે મુજબ

” Consciousness, in Freud’s topographical view (which was his first of several psychological models of the mind) was a relatively thin perceptual aspect of the mind, whereas the subconscious was that merely autonomic function of the brain. The unconscious was considered by Freud throughout the evolution of his psychoanalytic theory a sentient force of will influenced by human drive and yet operating well below the perceptual conscious mind. For Freud, the unconscious is the storehouse of instinctual desires, needs, and psychic actions. While past thoughts and memories may be deleted from immediate consciousness, they direct the thoughts and feelings of the individual from the realm of the unconscious “

જો આમ હોય તો જ્યારે કોન્સીયસ માઇન્ડ કામ નથી કરતું ત્યારે અનકોન્સીયસ અથવા સબકોન્સીયસ માઈન્ડ્ની પ્રવૃત્તિઓ પરખાવી જોઈએ. શું એ જોઈ શકાય? કદાચ અનુભવે જ ખબર પડે.

ઓપરેશન દરમ્યાન બેહોશી શા માટે જરૂરી છે?

એ દરમ્યાન થતો દુ:ખાવો કે વાઢ્કાપ અસહ્ય હોય છે, એટલે (એ વાઢકાપથી બેહોશ ના થઈ જાઉં એ માટે પહેલેથી !!) બેહોશ કરી દેવાય છે. યુએબીહેલ્થ વેબસાઈટ મુજબ એનેસ્થેશીયા એટલે સંવેદના, મનોવેગ કે શારીરીક લાગણીનો અભાવ્ તેના મુખ્યત્વે ત્રણ ફાયદા કહેવાયા છે, ઊઁઘ, દુઃખાવાનો અભાવ અને હલનચલનનો અભાવ જેના લીધે વાઢકાપ સરળતાથી કરી શકાય.

મારા એનેસ્થેશીયા આપવા વાળા ડોક્ટર મેડમને મેં પૂછ્યું, શું બેહોશીમાં અર્ધજાગૃત મનની હરકતો કે વાતો જોઈ શકાય? યાદ રાખી શકાય? તેમણે કહ્યું, પ્રયત્ન કરી જુઓ…. મારા હાથમાં બોટલ ચડાવતા પોરવેલી સોય વાળી વેનના એક ભાગમાં તેમણે બેહોશીનું ઈંજેક્શન આપ્યું, મને કહે, ઉંડો શ્વાસ લો અને આંખો બંધ કરો, અને હું ઉંડો શ્વાસ લઈને આંખો બંધ કરું એ પહેલા તો જાણે એક કાળુ ધુમાડાનું વાદળ ચારે તરફ ઘેરાતુ હોય એવો ભાસ થયો.

આ પછીના બધા અનુભવો કે યાદો પૂરેપૂરા ચોક્કસ હોવાનો દાવો નથી, પણ જેટલું યાદ છે તે લખવાનો પ્રયત્ન કર્યો છે.

ચારેય તરફ ચોરસ દેખાય છે, વિવિધ રંગો આસપાસ ફેલાતા જણાય છે, શરીર વિવિધ ચોરસ નાના ટુકડાઓમાં વહેંચાઈ જતુ જણાય છે, જાણે હજારો ક્યુબિકલ ભેગા કરીને બન્યું હોય એવું શરીર્ પણ સત્તત ગતિમાં, સત્તત આગળ વધતું રહેતું, સત્તત ગોળ ફરતું. હું પણ એક ક્યુબની જેમ અનુભવું છું. મને જાણે એક મોટા સ્ર્કિન પર ફિલ્મ દેખાતી હોય તેમ કાંઈક દેખાય છે, પણ સ્પષ્ટ નથી, ખૂબ ઝડપથી એ બધું ફર્યા કરે છે, જાણે વહ્યા કરે છે. ક્યુબના ભાગો ગોઠવતી વખતે જેમ નાનકડા ચોરસ ફરે તેમ મારૂ શરીર પણ ફરે છે, હું બૂમો પાડવાનો પ્રયત્ન કરું છું, પણ અવાજ ગળામાંજ દબાઈને રહી જાય છે, મારે બધું તોડી ફોડીને ભાગવું છે, પણ નથી પગ કે નથી હાથ, બધે ક્યૂબ છે…. વિવિધ રંગોના વલયો એક પછી એક ફર્યા કરે છે… સમયનું કોઈ ભાન્ કોઈ અસ્તિત્વ નથી….

કોઈક મને જીભ બતાવવા કહે છે, હું શું કરું છું એ મને પણ ખબર નથી, મને થૂંક ઉતારવાનું કહેવાય છે, પણ હું સામે થૂંક્યો (એમ મારી પત્નિએ મને પછીથી કહ્યું) ત્રણ ચાર લોકોએ મને પલંગ પર ફેંક્યો (હશે !) એમ લાગ્યું, થોડીક વારે ડોક્ટર જીભ બતાવો પૂછતા દેખાયા, મેં પૂછ્યું, ઓપરેશન પૂરું થઈ ગયું, તે કહે હા, મેં થેન્ક્યુ કહ્યું, એ સામા હસ્યા, કહે આ તમે આઠમી વખત બોલ્યા…. અને બ્લેક એન્ડ વ્હાઈટ માંથી રંગીન ઈસ્ટ્મેનકલર મુઘલેઆઝમ જેવા દ્રશ્યો પરિવર્તન પામ્યા, હું હોશમાં આવી ગયો હતો…. કે પછી હજી હોશમાં આવવાનું બાકી છે?


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ઓપરેશન દરમ્યાનનો અનુભવ – જીગ્નેશ અધ્યારૂ

  • ચાંદ સૂરજ.

    નૂતનવર્ષાભિનંદન !
    નવલા વર્ષે જગમાં વાગતી વિરલ વિચારોની અને વિમલ વાંચ્છનાઓની વીણાઓના સૂરોનો એક સાકાર વાદનસમારંભ યોજાય જ્યાં પ્રભુને પણ બાજોઠે બિરાજવાનું મન થાય !

  • Brinda

    i appreciate your attempt to be aware of the experience and keep composed during operation.
    when i’d undergone a small surgery some years ago, i felt like going in and out of some tunnel – later learnt about zoom in and zoom out on googlemaps :). also, there were sudden rays of lights and sudden darkness.