શિયાળ બેટ – કુદરતની અનોખી કારીગરી 18


જે મિત્રોએ શ્રી ધ્રૃવ ભટ્ટ સાહેબની રચના એવી ખૂબ સુંદર નવલકથા સમુદ્રાન્તિકે વાંચી છે તેમના માટે શિયાળબેટ, સવાઈપીર કે ભેંસલાપીરના નામો અને તેમનો ઉલ્લેખ અજાણ્યો નહીં હોય. ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે આવેલી કુદરતની આ અનોખી રચના ખૂબ સુંદર છે.

પીપાવાવ પોર્ટથી દક્ષિણે અને જાફરાબાદ થી 25 નોટીકલ માઈલ દૂર શિયાળબેટ પર એની પ્રાકૃતિક અને ભૌગોલિક પ્રતિકૂળતાઓને લીધે આજે પણ વીજળી કે માર્ગ વાહનવહારની કોઈજ સુવિધાઓ નથી. ચોમાસાના 4 માસને બાદ કરતા બાકીના 8 માસ આ પ્રજાસમૂહ દરિયાખેડુ તરીકે જાફરાબાદ અને આસપાસના દરિયા વિસ્તારોમાં વિતાવે છે. 98 હેક્ટરમાં ફેલાયેલ શિયાળબેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલ છે. 5000 જેટલી માનવવસતિવાળો ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે જ્યાં માત્ર દરીયાઈ માર્ગે હોડી કે બોટ દ્વારાજ જઈ શકાય છે. આ શિયાળબેટનો પણ આગવો ઈતિહાસ છે.

‘કાઠિયાવાડ ગેઝેટીયર’ કહે છે તેમ ઈ.સ. 1216માં શિયાળ બેટ ચાવડાઓ અને મહેરોને હસ્તક હતો. તે પછી ઈ.સ. 1664 થી 1684 દરમ્યાન જુનાગઢ રાજ્યમાં ફોજદાર સરદારખાને અહીં ચુસ્ત બંદોબસ્ત મૂકી ચાવડાઓ મહેરો દ્વારા થતી ચાંચીયાગીરી ખતમ કરી હતી. પરંતુ પોર્ટુગીઝોએ દીવ સર કરતાં તેમની નજર શિયાળબેટ પર પણ પડી. મુસ્લિમ શાસન દરમ્યાન અહીં સવાઈ પીર અને ગેબનશાહની દરગાહો બની. કાઠિયાવાડ ગેઝેટ તથા ગુજરાત રાજ્ય ગેઝેટ કહે છે તેમ અહીંના જૈન અને હિંદુ મંદિરો ત્યારે પોર્ટુગીઝો અથવા મુસ્લિમોએ તોડી પાડ્યા હોવા જોઈએ. 7 ફેબ્રુઆરી 1531 ના રોજ પોર્ટુગીઝ નાયક નૂનો દ કુન્હા એ, અહીંના રાજા જયારે બીજે યુધ્ધમાં વ્યસ્ત હતા ત્યારે અહીં ભારે આક્રમણ કરી શિયાળ બેટ જીતી લીધો હતો. ઈ.સ. 1739 માં પોર્ટુગીઝ શાસનનાં પતનની શરૂઆત થતાં પોર્ટુગીઝોએ શિયાળબેટમાં સત્તા વિસ્તારવા માટેનો વિચાર માંડી વાળી દીવને બચાવવાં નિર્ણય કર્યો. તે પછી શિયાળ બેટ પર શિયાળ કોમનાં કોળીઓનું વર્ચસ્વ સ્થપાયું. ત્યારથી આજ સુધી અહીં મોટી વસ્તી કોળી સમાજની રહી છે. અહીંના કોળી સમાજમાં આજે પણ શિયાળ અટક સામાન્ય છે.

અહીં હિંદુ ભગ્ન મંદિરોના અવશેષો ઠેર ઠેર જોવા મળે છે. શિયાળબેટ ચારે તરફથી અરબી સમુદ્રના ખારાં પાણીથી ઘેરાયેલા હોવા છતાં અહીંના કૂવા અને વાવના પાણી મીઠાં છે. આમ છતાં હવે તો અહીં પણ પીવાના પાણીની તંગી અને પાંખા જંગલને કારણે બળતણની સમસ્યાનો સામનો રહીશો કરી રહ્યા છે. જો કે વરસાદના પાણીનો શિયાળબેટના એક નાના એવા તળાવમાં સંગ્રહ કરવામાં આવે છે. અહીંની થાન વાવમાં પોતાના સ્તનો માંથી બાળકને દૂધ ન દઈ શક્તી સ્ત્રીઓ પોતાનું ઉપવસ્ત્ર ઉતારી થાન વાવમાં ઝબોળે તો તેના સ્તનોમાં દૂધ પુન: પ્રાપ્ત થાય છે એવી આસ્થા અહીં પ્રવર્તે છે, જેનો ઉલ્લેખ ગુજરાત ગેઝેટીયર (પાન નં. 62) માં છે. શેઠ શગાળશા અને ચંગાવતી રાણી કે જેણે પ્રભુને રાજી રાખવા પોતાના વહાલસોયા પુત્ર ચેલૈયાનું માથું ખાંડણીયામાં ખાંડ્યું તે સ્થળ એટલે આ જ શિયાળબેટ. આ કરુણાસભર ભક્તિસભર ઘટનાના પુરાવા પથ્થરો રૂપે આજે પણ અહીં મોજુદ છે. જો કે હવે અહીં મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું છે. આ અવશેષો આજે પણા અહીં જોઈ શકાય છે.

ખેતી માટેની જમીન ખૂબ ઓછી હોવાને કારણે અહીંનું જીવન હાડમારીભર્યું છે. અહીંના સાગરખેડુઓ ચોમાસાના ચાર માસ શિયાળબેટ આવીને વસે છે ત્યારે શિયાળબેટ માનવવસતી અને પ્રવૃત્તિઓથી ધમધમે છે. બાકીના દિવસોમાં મોટાભાગના ઘરોને તાળા હોય છે. વીજળી કે માર્ગવાહનવ્યવહારની સગવડો ન હોવાના લીધે અહીં જીવનસ્તર ખૂબ પ્રાથમિક છે. અહીં ઘરોમાં ક્યારેક રાત્રે લાઈટો દેખાય છે જે જનરેટરોની મદદથી ચલાવાતી હોય છે. અમરેલી જીલ્લા માહિતી કચેરીએ આઝાદીના ઈતિહાસમાં સૌ પ્રથમવારા લોકડાયરાનું અહીં આયોજન કર્યું હતું.

પીપાવાવ પોર્ટ શિયાળબેટથી ખૂબ નજીક છે. વળી અહીંથી અલ્ટ્રાટેક સિમેંટ કંપનીની જેટી પણ નજીક છે. શિયાળબેટ જવા પીપાવાવ પોર્ટની પાસેથી નાનકડી જગ્યાએથી હોડીઓમાં બેસીને જવું પડે છે. શિયાળબેટની પૂર્વથી દરિયાઈમાર્ગે મુંબઈ અને બાકીની દિશાઓએથી વલસાડ અને વેરાવળના દરિયાકાંઠા સુધી જવાય છે. શિયાળબેટમાં પૂર્વ તરફ ઉભા રહી દરીયા તરફ નજર કરતા અફાટ જળરાશિ અને સફર કરતા જહાજો ખૂબ સુંદર દ્રશ્ય ખડું કરે છે.

અહીંનું સ્મશાન ગ્રામજનોએ લોકફાળાથી બનાવ્યું છે. અહીં ગુરુ ગોરખનાથની પૌરાણિક ગુફાનું પણ આગવું મહત્વ છે. પુજારી તરીકે અહીં સેવા આપતા નાથજીબાપુ અહીંનું પુરૂ મહત્વ સમજાવતાં કહે છે કે રૂક્ષ્મણીજીને બંગડીઓ બાંધી ગોરખનાથ અહીં શિયાળબેટ સાધના કરવા આવેલા. તેનું આ સ્થાનક છે. એક નાનકડા ગોખલાથી સહેજ મોટા એવા પ્રવેશને બેસીને પાર કરી ગુફા જેવા મંદિરમાં જઈ શકાય છે.

શિયાળબેટની નજીક આવેલા સવાઈપીરની દરગાહ વિશે, તથા અહીંથી દરીયામાં થોડે દૂર આવેલી ભેંસલાપીરની દુર્ગમ દરગાહ વિશે વિગતે ફરી કયારેક વાત કરીશું.

– જીજ્ઞેશ અધ્યારૂ

સંદર્ભ :
અમૃતવેલ અમરેલી – પરિચય પુસ્તિકા, અમરેલી જીલ્લો, આભાર શિયાળબેટના રહેવાસીઓ જેમણે આ સુંદર જગ્યાની મુલાકાત કરાવી તથા વિગતો અને માહિતી આપી.

(શિયાળબેટના ફોટોગ્રાફ્સ માટે જુઓ રેન્ડમ ક્લિક્સ)


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “શિયાળ બેટ – કુદરતની અનોખી કારીગરી

 • Nikhil

  It’s good article. I have one request to Mr. Jignesh that would you please upload some pictures of SHIYAL BET because as you follw the link, it shows only pictures of Savai Pir Dargah not SHIYAL BET. Also, it is better to upload picture with this article so SHIYAL BET can become tourist place in future and people who live there, they can get basic facility like Electricity or sanitized water.

 • M N Nathani

  Dear Jigneshbhai,

  Let me congratulate you on your efforts and hardwork towards collecting very informative and deep studied materials regarding this diffrent and cultural land of Gujarat.

 • M N Nathani

  Dear Jigneshbhai,

  You have done tremendous work for gujarati people around the world who is still not aware of natural richness of this prestigeous land of Gujarat. I humbly request you to please let us know about some dargahsarif which is situated in the middle of sea.

 • Harshad Mehta

  સરસ વર્ણન ૫ણ ચેલૈયાનુ સ્થળ ખરેખર બિલખા છે. જયાં આજે ૫ણ તેનુ મંદિર હયાત છે.

 • Jagdish R. Patel

  Shree Jigneshbhai,

  This is a excellent job to have such website and get information of remote area of Gujarat.

  It is true that electricity in this area can not be reachable. But now a days Wind Power & Solar power can be generated and that can be used for decelination of Sea water. This can help to water the plants. We can bring back the forest on this iceland.

  This has been done on Iceland of South Korea.

  Since you are very near to this place, bring this idea to NAMO. I am sure he will move the matter.

  Jay Jay Garvi Gujarat.

  Jagdish Patel

 • pathak haresh s

  આપના આ લેખમાં એક વસ્‍તુની ખાસ કમી છે. તે ફોટાની, ફોટા સાથેનો લેખ વાંચક મીત્રોને તે જગ્‍યા સુધી ખેચી શકે કેમ ખરૂને ? લેખ ખૂબ જ સુંદર છે. શગાળશા શેઠની વાત હજુ મગજમાં બેસતી નથી ચેલૈયાનું બાળપણ જુનાગઢની બાજુમાં બીલખા ગામમાં છે તેમજ તેના અવશેષો અને સ્‍કુલ પણ ત્‍યાં છે.

 • Heena Parekh

  સમુદ્રાન્તિકે વાંચ્યા પછી શિયાળ બેટ જોવાની ઈચ્છા તો હતી. પણ આપનું આ સરસ મજાનું વર્ણન વાંચીને શિયાળ બેટની મુલાકાત લેવાની ઈચ્છા વધી ગઈ છે. ખૂબ જ સરસ આલેખન.

 • Dr. Saurabh

  મે સમુદ્રન્તિકે વાન્ચ હતિ ત્યર બાદ મારિ જાત ને રોકિ ન શક્યો એત્લે ખાસ ભટ્ટ્ટ સાહેબ ને મલવા વિદ્યનગર ગયો હતો, પન આ વન્ચિ થાય ચ્હે કે હવે શિયાલ બેટ્ટ્ જવુ પદ્શે

 • Narendra Gor

  ખુબ સરસ લેખ
  આપે એક અજાણ સ્થળ નો પરિચય કરાવ્યો
  શિયાળ બેટ જવા માટે કોઇ પરમિશન નેી જરુર પડે છે ખરિ?
  પિપવાવ કઇ રીતે પહોચાય્?
  આપનુ વર્ણન વાન્ચી ત્યા જવાની ઇચ્છા થઇ આવી છે

  નરેન્દ્ર ગોર
  ભુજ કચ્છ

 • Devang Joshi

  Dear Jigneshbhai,

  What a interesting story you have writtern!

  I am also working in PSL since 1 year but never visited SIYALBET.

  After reading your amizing story i exited so much to visit it.

  Thank you once again to introduce such types of beautiful place.