સંગીતની સફરનો અનોખો જાદુગર – એનરીક ઈગ્લેશીયસ 3


( લેટીન અમેરીકામાં ખૂબ પ્રખ્યાત અને સ્પેનિશ / અંગ્રેજી ગીતોના અનોખા જાદૂગર મારા પ્રિય ગાયક એનરીક ઈગ્લેશીયસ વિશે આજે થોડીક વાતો કરવી છે, એનરીક યુવાદિલોની ધડકન છે અને એ વાતનો પુરાવો છે કે ઉર્મિઓને અને સંગીતને, તેના દ્વારા અભિવ્યક્ત થતી ભાવનાઓને કોઈ સરહદો કે બંધનો નડતાં નથી, તેના ગીતો સીમાઓ વળોટીને આખાંય વિશ્વમાં ખૂબ ઉમંગથી ગવાય છે, તેની અનોખી ગીત રચનાઓ અને સંગીત એક સુંદર લાગણીભર્યા અનોખા વિશ્વની સફરે લઈ જાય છે.  – જીગ્નેશ અધ્યારૂ )

Robin_Wong_Enrique_013“I like being underestimated. That’s what pushes me, drives me to make a great album. I keep having to prove myself. This [music/song writing] is the only thing I know how to do, the only thing I really love.”

” કોઈ મને ઓછો કે ઉતરતો આંકે તે મને ગમે છે, કારણકે એ જ મને પ્રેરણા આપે છે, મને સુંદર સંગીત બનાવવાની ધગશ આપે છે,  હું મારી જાતને સાબિત કરવાનો પ્રયત્ન કર્યા કરું છું, આ જ (ગીત લેખન / સંગીત) એક વસ્તુ છે જે કેમ કરવી તે હું જાણું છું, અને આ જ માત્ર વસ્તુ છે જેને હું પ્રેમ કરું છું.”

આ શબ્દો છે લેટીન અમેરીકાના અને હવે લગભગા વિશ્વના યુવા દિલોના માનીતા એવા ગીત/સંગીતકાર એનરીક ઈગ્લેશીયસના. એનરીકના આલ્બમ હવે બજારમાં આવતા પહેલા લાખોની સંખ્યામાં નોંધાઈ જાય છે, તેના ગીત સાંભળવાની, તેના જીવંત શોમાં તેની ઝલક મેળવવાની જાણે યુવાનોને ઘેલછા લાગી છે, એવું તે શું છે તેના સંગીતમાં અને તેના ગીતો એવી કઈ જાદુગરી કરી જાય છે?

જુલીઓ ઇગ્લેશીયસ અને ઇઝાબેલ પ્રીસ્ટરના ત્રીજા પુત્ર, સ્પેનના મેડ્રીડ શહેરમાં 1975માં જન્મેલા એનરીકને તેના જન્મના ત્રણ જ વર્ષમાં તેના માતા પિતાથી અલગ થવું પડ્યું, તેમણે 1978માં છૂટાછેડા લીધા, તેના પિતા તે પછી માયામી જતા રહ્યા, અને તે થોડોક વખત તેના દાદા સાથે રહ્યો, પણા તેના દાદાનું અપહરણ થઈ ગયું, એટલે તેને અને તેના ભાઈને પાછાં તેમના પિતા પાસે મોકલાયા, થોડોક વખત તેને તેની માતા પાસે પણ મોકલાયો, પરંતુ બાળપણનો મોટો ભાગ તેને તેમની આયા એ ઉછેર્યા, એનરીકની ઈચ્છા હતી કે તેના પિતા તેના સંગીતના લગાવ અને તેમાં આગળ વધવાના આયોજનો વિશે ના જાણે, તેણે આયા પાસેથી ઉછીના પૈસા લઈને એક કેસેટ રેકોર્ડ કરી જેમાં એક સ્પેનીશ અને બે અંગ્રેજી ગીતો હતાં. કેસેટ ભારે સફળ રહી અને તેને કેનેડાના ટોરેંટો શહેરમાં બોલાવવામાં આવ્યો.

12 જુલાઇ 1995માં એનરીક્નું પ્રથમ આલ્બમ બજારમાં આવ્યું, આલ્બમનું નામ તેના પોતાના નામ પર જ હતું, “એનરીક ઇગ્લેશીયસ”. તેનું આ પ્રથમ આલ્બમ ભારે સફળ રહ્યું, તેણે લેટીનના સૌથી સફળ આલ્બમ તરીકે નામના મેળવી, તેના ગીતોનું પોર્ટુગીઝ અને ઈટાલીયન ભાષાઓમાં રેકોર્ડીંગ થયું, પચાસ લાખથી વધુ કેસેટો વેચાઈ, લેટીન ભાષામાં એનરીક સૌથી સફળ ગીત / સંગીતકાર ગણાવા લાગ્યો. આ અલ્બમના એક ગીતના શબ્દો છે,

You take my heart
And without you
I do not know where I’ll go

If you leave
I’ll never be able to forget you
I’ll stay here
Thinking only of you…. આ ગીત કેટલાય દેશોમાં અઠવાડીયાઓ સુધી પ્રથમ ક્રમાંકિત રહ્યું.

તેના પછી તેનું બીજુ આલ્બમ વિવિર (જીવવું) આવ્યું, પહેલા આલબમ જેટલું જ તે પણ પ્રખ્યાતા થયું, અને તેના બધા ગીતો પણ ખૂબ પ્રખ્યાત થયા, ગીતના શબ્દો અને તેનું સંગીત ખરેખર ખૂબ સુંદર હતું, પ્રેમી હ્રદયોની વચ્ચેના અંતરને, વિરહમાં તડપતા બે પ્રેમીઓની લાગણીઓને આલેખતા તેના ગીત ખૂબ પ્રચલિત થયાં, આ આલ્બમના એક ગીત Only You ના શબ્દો છે,

Looking from a window above
It’s like a story of love
Can you hear me.
Came back only yesterday
I’m Moving further away
Want you near me.

All I needed was the love you gave
All I needed for another day
All I ever knew
Only you

પોતાના જલદ સ્વભાવ અને લાગણીશીલ આવેગોને લીધે એનરીક ઘણી વાર ઘવાયો છે, તે પોતાની જાતને સીધી અને પ્રમાણિકપણે વ્યક્ત કરી શકે છે, અને તેથી તેની લાગણીની અભિવ્યક્તિઓ ખૂબ સરળતાથી સમજાવી શકે છે. જો કે પોતાની અંગત નબળાઈઓ કે લાગણીશીલતાનો આધાર લેવાની જરૂરતોને તે અભિવ્યક્ત થવા દેતો નથી.

અંગ્રેજી સિવાયની ભાષામાં, ત્રણ પ્રચલિત અંગ્રેજી ગાયકો અને સંગીતકારોને માત આપીને અનેક એવોર્ડ જીત્યા પછી એનરીકે અંગ્રેજી ચલચિત્ર વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ્માં ફિલ્મના અંતે એક ગીત આપ્યું, અને તેનું એ ગીત Bailamos અંગ્રેજી ગીતોના ઈતિહાસમાં એવું પ્રથમ ગીત બન્યું જેને એકલું રીલીઝ કરવામાં આવ્યું, સામાન્ય રીતે ગીતોનો સમૂહ આલ્બમ તરીકે રીલીઝ થાય છે, કેટલાય દેશોમાં તે પ્રથમ સ્થાને રહ્યું, Bailamos નો અર્થ થાય છે ચાલો આપણે નાચીએ, અથવા નાચવું, આના શબ્દો હતાં,

Tonight we dance
I leave my life in your hands
We take the floor
Nothing is forbidden anymore

Don’t let the world in outside
Don’t let a moment go by
Nothing can stop us tonight

આ ગીત તેણે એવા બે છોકરાઓને સમર્પિત કર્યું જેમણે તેને વર્ષો પહેલા તેને બળદોના દોડવાની હરીફાઈમાં અકસ્માતમાંથી ઉગાર્યો હતો. આ ગીતની ભવ્ય સફળતાએ તેને અંગ્રેજીમાં આલ્બમા બનાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. તે પછી તેના અંગ્રેજી આલ્બમો ‘એનરીક’ અને ‘એસ્કેપ’ વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થયાં. વિશ્વની જુદી જુદી ભાષાઓમાં તેના રૂપાંતરણો થયાં અને યુવાનોની પસંદગીમાં સદાય અગ્રસ્થાને રહ્યાં. તેનું આલ્બમ એનરીક 30 દેશોના ગીતોના ચાર્ટ્માં એક સાથે રહ્યું, તેની 65 લાખ કેસેટો વેચાઈ, આ આલ્બમનું મુખ્ય પાસું પણ એનરીકના અન્ય આલ્બમની જેમા પ્રેમ અને વિરહ હતાં, આ મારું સૌથી પ્રિય આલ્બમ છે, તેના ઘણાં ગીતો ખૂબ સરસ અને હ્રદયસ્પર્શી છે,

‘એનરીક’ આલ્બમના Rythem Divine, Be with you, I have always loved you, Sad Eyes અને Could I have this Kiss Forever ખૂબ પ્રચલિત થયાં છે અને હજી પણ એટલીજ તાજગી તેમાંથી નીતરે છે, Rythem Divine નો અર્થ છે દૈવી કે અલૌકીક સંગીત, તેના શબ્દો પણ ખૂબ સુંદર છે,

All I need is a rhythm divine
Lost in the music, your heart will be mine
All I need is to look in your eyes
Viva la musica, say you’ll be mine

Escape પછી એનરીકે તેનું સ્પેનીશ આલબમ ‘Quizás’ રીલીઝ કર્યું તે પછી તેનું સાતમું આલબમ 7 અને તે પછી ‘Insomnia’ આવ્યું, અને એ બધાં ખૂબ સફળ રહ્યાં. તેના સફળ ગીતોના એ પછી બે સંગ્રહો બહાર પડ્યાં છે, એનરીક આજે પૂર્વની સાથે પશ્ચિમની યુવા પેઢીનો માનીતો ગાયક અને સંગીતકાર છે, તેના ગીતો લાગણીશીલતા અને પ્રેમથી તથા પ્રેમ પછી મળતા વિરહની વ્યથાને ખૂબ સુંદર રીતે આલેખે છે, જીવનના પડકારોનો સામનો કરવાની તેની ધગશ અને તેનો જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ તેને ઘણા લોકોની પ્રેરણાનો સ્તોત્ર બનાવે છે. તે વધુપડતો લાગણીશીલ છે, પણ તે પોતાની અભિવ્યક્તિઓમાં આ ખૂબ સુંદર રીતે કહી જાય છે. તે અંતર્મુખી છે અને પોતાની જાત સાથે સમય વિતાવવો તેને ખૂબ ગમે છે.

તેનું ગીત ‘હીરો’ તેના અંગત જીવનની ખૂબ જ નજીક હોવાનું કહેવાય છે અને ભારતમાં તેનું સૌથી વધુ પ્રચલિત ગીત પણ એ જ છે. પ્રેમમાં અપેક્ષાઓ ન હોવી જોઇએ તેવી વાતોની સામે એનરીકના આ ગીતમાં તે બધી અપેક્ષાઓ વિશે જ વાત કરે છે, તે સાચા પ્રેમને શોધે છે, તે પોતાના પ્રેમની ખાત્રી કરાવે છે, આ ગીતમાં પ્રેમી તેની પ્રેમીકાને પ્રેમ પ્રસ્તાવ મૂકે છે,  તેના માટે કાંઈ પણ કરી છૂટવાની ભાવના સાથે પ્રેમીકાને પામવા માટે તે પોતાની લાગણી વ્યક્ત કરે છે. તેના સુંદર શબ્દો છે,

Would you dance, if I asked you to dance?
Would you run, and never look back?
Would you cry, if you saw me crying?
And would you save my soul, tonight?

Would you tremble, if I touched your lips?
Would you laugh? Oh please tell me this
Now would you die, for the one you love?
Hold me in your arms, tonight

I can be your hero, baby
I can kiss away the pain
I will stand by you forever
You can take my breath away

તેના એક ગીતમાં તે એમ પણ વર્ણવે છે કે કઈ રીતે તેના માતા પિતાને તેના સંગીત તરફના લગાવમાં કે તેના આ કારકિર્દીમાં સફળ થવા વિશે સંદેહો હતા. એનરીક ઈનસોમેનીયા નામના રોગથી પીડાય છે, જેના લીધે ઉંઘની ગોળીઓ પણ તેને શાંતિભરી નિંદ્રા આપી શક્તી નથી. જો કે અંગત જીવનમાં એનરીક છેલ્લા ઘણાં વર્ષોથી રશીયન ટેનીસ ખેલાડી અન્ના કુર્નિકોવા સાથે દેખાય છે, અને હજી પણ એકબીજાના પ્રેમમાં છે.

એનરીકના ગીતોમાં, જેમાંથી ઘણાખરા તેણે પોતે લખેલા છે, સાશ્વત પ્રેમની વાત અને અથાગ લાગણીની નિરંતરતા વયક્ત થયા કરે છે. તેના ગીતો ભાવવિશ્વની ઉંડાઈઓ સુધી સહજતાથી લઈ જાય છે, પ્રેમભગ્ન હ્રદયના ઉદગારો સમાન તેના ઘણાં ગીતો દર્દની સીમાઓ વળોટી જાય છે, અને કદાચ એટલેજ યુવાનોને તેના ગીતો સદાય ગમે છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “સંગીતની સફરનો અનોખો જાદુગર – એનરીક ઈગ્લેશીયસ