સ્મિત એટલે… – જીગ્નેશ અધ્યારૂ 4


મુકુલ ચોકસી સાહેબની રચના પ્રેમ એટલે કે…. ખૂબ ગમે છે. તેની શીર્ષ પંક્તિની મદદથી આ કાવ્યની શીર્ષ પંક્તિ ઉપસી છે. સ્મિત એટલે …. એ મુકુલ ચોકસીના કાવ્ય સાથે ફક્ત એટલું જ સામ્ય ધરાવે છે. સ્મિતના વિવિધ રૂપો, સ્મિતની પાછળના વિવિધ મનોભાવોને આલેખવાનો આ એક પ્રયાસ છે. સુખ કે દુ:ખ, બંનેમાં સ્મિતનો ઉદભવ કોઇકને કોઇક રીતે થાય જ છે. સ્મિતના વિવિધ કારણો અને પાસાઓને ઉજાગર કરતી આ કાવ્યરચના પર પ્રતિભાવો હાર્દિક આવકાર્ય છે.

સ્મિત એટલે મનની કારીગરીનું કામ
સ્મિત એટલે પાવન અમૃતનો જામ

સ્મિત એટલે…

આંખોમાં આંસુ તોયે હસવાનું નામ,
દુ:ખોના પહાડ સામે લડવાની હામ.

દોસ્તોની સાથેની બે ચાર ઘડી,
પ્રેમભર્યા ગીતની એ પહેલી કડી.

પ્રિયતમની આંખોમાં મનનો વિશ્વાસ
બાળકની સિધ્ધીમાં માતાની હાશ

પહેલા તે પ્રેમનો અદકેરો ઉમંગ
દુલ્હનની મહેંદીનો ગહેરાતો રંગ

જીવન સંઘર્ષ અંતે મૃત્યુની જીત
કાલી ઘેલી બોલીમાં પરીઓનું ગીત.

સ્મિત એટલે

સુખોના સથવારે આશાનો મિનારો
મધદરીયે દેખાતો સામો કિનારો.

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “સ્મિત એટલે… – જીગ્નેશ અધ્યારૂ

 • mona rathod

  સ્મિત મારા દિકરાનુ નામ છે. સ્મિત પણ આવો જ છે. સ્મિતને આપે ખૂબ સરસ ઉપમાઓ આપીને સજાવ્યું.
  બહુજ સરસ, મને ખુબજ ગમિ. સ્મિત વિશે આવો વિચાર ? એક મારો સ્મિત અને તમારું સ્મિત એટલે… ‘ચહેરા પર સ્મિત લાવનારુ છે.

 • Heena Parekh

  સ્મિતને આપે ખૂબ સરસ ઉપમાઓ આપીને સજાવ્યું. અંત્યાનુપ્રાસ જાળવવાને કારણે કવિતા વધુ સરસ બની છે. કવિતા બહુ ગમી એમ નહીં કહું પણ બદલામાં સ્મિત જ કરીશ.

 • Mukund Joshi

  જિગ્નેભાઈ,
  ‘તમારું સ્મિત એટલે… ‘ચહેરા પર સ્મિત લાવનારુ છે.
  સરસ રચના.
  મુકુન્દ જોશી