લઘુ કાવ્ય રચનાઓ – સંકલિત 3


ટ્રેક્ટરનું નામ વાંચતા આવડ્યું,
અને ખેડુતના દીકરાએ
ગાડાનાં પૈડા વેચી દીધાં !
– શ્રી દાન વાઘેલા

અર્ધો તૂટેલ ઝરૂખો
એમાં હજીય બેઠી છે,
નિષ્પલક પ્રતીક્ષા !
– શ્રી રાજેન્દ્ર શાહ

નામ બોલાયું ને
મડદાઘરમાંથી
મડદું બહાર લવાયું,
નામ અને શરીરનું
અગ્નિસ્નાન પૂર્વેનું
બસ, આ છેલ્લું ઐક્ય !
– વર્ષા દાસ

જ્યારે પડછાયા લંબાતા હોય
ત્યારે
સમજવું કે
સૂર્યાસ્તની તૈયારી છે.
– અજ્ઞાત

બાધેડુ બૈરી
ને ગામમાં સાળા,
સીમાડાનું ખેતર
ને પગમાં વાળા
અંધારી રાતડી
ને બળદીયા કાળા
આટલું
દઇશમાં દ્વારકાવાળા
– અજ્ઞાત

લાગણીઓનું વિશ્વ
અચાનક
મેજીક સ્લેટ જેવું
કેમ થઇ જતું હશે?
– વીરેન મહેતા

એક આંસુ એક સપનું
એક સ્મિત એક વિશ્વાસ
કે સાત જનમ પછીય
મને પિયા મીલનની આશ
– જીગ્નેશ અધ્યારૂ

ખંડેર વિશે
કશુંક લખવા બેસું છું ને
થાય છે
ક્યાંક હું
મારી આત્મકથા તો
નથી લખી રહ્યો ને?
– રમેશ ઠક્કર

જીવતા જો હોત
લીડર હોત ગાંધીજી !
ના રે ના ‘નવજીવન’ માં,
પ્રૂફરીડર હોત ગાંધીજી !
– શેખાદમ આબુવાલા

અને અંતે મારા પ્રિય બશીરબદ્ર સાહેબની રચના

ઉજાલે અપની યાદોંકે
હમારે પાસ રહને દો;
ન જાને કિસ ગલીમેં
જિંદગીકી શામ હો જાયે
– બશીરબદ્ર


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “લઘુ કાવ્ય રચનાઓ – સંકલિત

  • Sandip sheth

    Priya sampadak
    aap mane contact kari sako chho whatsapp dwara??
    Maro number chhe9033339891
    aa page ne lagtu sahitya chhe maari pase je hu aapni sathe tatha aap na vachak mitro sathe share karva magu chhu
    please ek vaar contact jarur thi karjo 9033339891

  • Heena Parekh

    ગાગરમાં સાગર સમાન લઘુકાવ્યો હોય છે. લાઘવમાં ઘણું બધું કહી જાય જે કદાચ દીર્ઘકાવ્યમાં પણ ન કહી શકાયું હોય. સરસ.

  • sapana

    જીગ્નેશભાઈ,

    મને તમારી કવિતા ગમી.
    એક આંસુ એક સપનું
    એક સ્મિત એક વિશ્વાસ
    કે સાત જનમ પછીય
    મને પિયા મીલનની આશ
    – જીગ્નેશ અધ્યારૂ
    સપના