એક એવીતે પ્રીત અમે કીધી – જયંત પાઠક 5


એક એવીતે પ્રીત અમે કીધી,
કે ઘૂંટમાં આખી પિયાલી પીધી

પીંછામાં એક, અમે પંખીને પામીયા
ને તારામાં એકલ આકાશ
લહેરીમાં એક લીધો સાગરને તાગી
ને એકજ કિરણમાં પ્રકાશ

એક એવી તે પ્રીત અમે કીધી
કે મીટમાં નજરું હજાર બાંધી લીધી.

એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ
ઉઘડ્યા ફટોફટ ફૂલ
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયા
વનવનનાં પર્ણૉ વ્યાકુલ

એક એવીતે પ્રીત અમે કીધી,
કે ભંગમાં રેખાઓ ઉઘડી સીધી!

– જયંત પાઠક


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “એક એવીતે પ્રીત અમે કીધી – જયંત પાઠક