તારા Marriage થઇ જશે – જિજ્ઞેશ અધ્યારૂ 34


( મારા મિત્ર તથા એક સમયના સહકર્મચારી / રૂમ પાર્ટનર અને વ્યવસાયે સિવિલ (ઇરીગેશન) ઇજનેર શ્રી હર્ષિત જાનીના લગ્નપ્રસંગે તેને ભેટમાં આપવા માટે ખાસ તેમના માટે લખેલી અને સંજોગોવશાત તેને ભેટમાં નહીં આપી શકાયેલી આ રચના આજે આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. આશા છે તેમને આ રચનામાં અમે રાજુલા ગેસ્ટ હાઉસમાં વીતાવેલા તથા નોકરી દરમ્યાન દરીયામાં / ગાડીમાં / ઓફીસમાં / અન્યત્ર ફરતા વીતાવેલા સુંદર દિવસો ફરી યાદ કરાવી જશે.જો કે ફક્ત ગમ્મત પૂરતી લખાયેલી આ રચનાને એટલી જ હળવાશથી માણવા વિનંતિ છે. તથા આ રચનાને હઝલ કહી શકાય કે નહીં તે વિશે પણ સૂચવવા વિનંતિ.)

બધી ઇચ્છાઓનું Miscarriage થઇ જશે,
મિત્ર મારા, હવે તારા Marriage થઇ જશે

નમણી નારની કાળી લટોમાં,
હરદમ અટક્યા કરતો તું.
ગોપી પાછળ કુંજગલીમાં,
‘કાન’ થઇ ભટક્યા કરતો તું.

હવે ઓછી આ ઝાંખીઓની Average થઇ જશે,
મિત્ર મારા, હવે તારા Marriage થઇ જશે.

સાસુ વહુના કુરુક્ષેત્રમાં,
ભીષ્મ શો ભટક્યા કરવાનો,
ટુકડે ટુકડે E.M.I માં,
ખુદને ભર્યા કરવાનો.

Celebration મોડી રાતના Heritage થઇ જશે,
મિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.

સાસરીયા ને સંબંધીઓના,
નામો ભૂલ્યા કરવાનો.
બે છેડા ભેગા કરવામાં,
તું આખો ખૂલ્યા કરવાનો.

સુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે
મિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.

– જિજ્ઞેશ અધ્યારૂ


34 thoughts on “તારા Marriage થઇ જશે – જિજ્ઞેશ અધ્યારૂ

 • jaysukh Talavia

  મુરબ્બી અને આદરણીય ઉમાશન્કર જોશીની ક્ષમાયાચના સાથે કહુ તોઃ
  ગયા લગ્ન તેતો ખબર જ ન પડી
  રહ્યા લગ્ન(દીકરાના)તેમા મનભર સૌદર્ય જગનુ
  ભલા માણી લે.
  બીજુ,
  એક જમ્યા પછી અને લગ્ન કર્યા પછી આ રવાડે કોઈ ન ચડે તેવુ સહજભાવે કહેવાય જાય છે.

 • Kalpesh Gandhi

  મેરેજ વિશે વન્ચિને ખુબજ મજા પદિ ગૈ.

  કલ્પેશ

 • KUNAL TRIVEDI

  Celebration મોડી રાતના Heritage થઇ જશે,
  મિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે…………..ખુબ સરસ્..લખતા રેહ્જો…

 • FUNNYBIRD-કેનેડા

  Celebration મોડી રાતના Heritage થઇ જશે,
  મિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.

  સુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે
  મિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.

  વાહ વાહ વાહ….. ભાઈ વાહ ખુબ સરસ….તમરુ લખણ બહુજ પસન્દ આવ્યુ…
  Reply

 • FUNNYBIRD-કેનેડા

  Celebration મોડી રાતના Heritage થઇ જશે,
  મિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.

  સુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે
  મિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.

  વાહ વાહ વાહ….. ભાઈ વાહ ખુબ સરસ….તમરુ લખણ બહુજ પસન્દ આવ્યુ…
  Reply

  http://WWW.WEB4DESIGNING.COM

 • jaysukh talavia

  કોઇ પરણેલો પુરુષ એમ કહે કે હુ સુખિ છુ તો તે બિજુ કેટકેટલુ જુઠુ બોલતો હશે !

 • adhyaru Post author

  પ્રિય હર્ષિત,

  તમારો પ્રતિભાવ વાંચીને અને ખાસ તો તમને બન્નેને કવિતા ગમી તે જાણીને આનંદ થયો.

  તમારા માટે જ આ લખાઇ છે, અને ઘણાં મિત્રોને ગમી છે તે હર્ષની વાત છે. સૌ નો આભાર

  જીગ્નેશ અધ્યારૂ

 • ઊર્મિ

  ગઝલનાં માન્ય છંદમાં લખેલી હાસ્ય-ગઝલને જ હઝલ કહી શકાય… આને હાસ્ય-કવિતા જરૂર કહી શકાય.
  મારા મતે, કવિતા લખવા કરતાં હાસ્ય-કવિતા લખવી પ્રમાણમાં ઘણી અઘરી છે. કારણ કે કવિતાનાં શબ્દોમાં હાસ્ય-રસ સફળતાથી બધા ભરી શકતાં નથી… એ હિસાબે આ કવિતા (થોડા લય-ભંગને બાદ કરતાં) સ-રસ મજાની હળવી થઈ છે. હાસ્ય-કવિતા માટે કવિને અભિનંદન અને Marriage માટે મિત્રને…

 • Ch@ndr@

  ખરેખર મનુશ્ય્ની જિન્દગિ નો આ ક્રમ સદિઓથી ચાલતો આવ્યો છે….
  તમરુ લખણ બહુજ પસન્દ આવ્યુ…

  ચન્દ્રા

 • akhtar shaikh

  Sir,
  Aa tame tamara darek mitro (janya-ajanya badha) mate lakhi chhe….
  hu pan tema samel chhuu..

  Akhtar

 • Harshit Jani

  Vah Bhai Vah

  Maja Padi Gayi.

  Tara Bhabhi to Vanchine ne khub khub hasi padya.

  Thanks Thanks and once again Thanks for your sweet gift.

  Baki ek vat sachi k have KUNJGALIYO ni Zankhi bandh jevij thai gai 6. Tara Bhabhi tena prem na palave evo to jakdi lidho 6 ke hu kai najar pan nathi kari shakto.

  • bhavasrmilind

   કઇક સુન્દર પલ્લો નુ વર્નન મોક્લો તેમજ જનમન્ગલ નામાવલિ મોક્લો

 • jankrut

  વાહ ભાઈ વાહ
  મજા આવી ગઇ.

  ખુબ સરસ રચના

  ગમી

  જન્ક્રુત દવે

Comments are closed.