મોબાઈલનો વારસદાર
ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!
મારા પપ્પાને બે’ન બે બે કુંવરીયા બૈ વચ્ચે પાડ્ય છે ભાગ – વીરાજી કેરી
મોટે માંગ્યો છે બે’ન અવિચળ ટેલીફોન નાને માગ્યો છે મોબાઈલ,
હાં રે બેની નાને માંગ્યો છે મોબાઈલ – વીરાજી.
મોટો બેઠો છે ઘેર આરામ ફરમાવતો નાનો રખડતા રામ – વીરાજી.
મોબાઈલ ફોનની રિંગુડી વાગતી નાનો બાઈકનો અસવાર – વીરાજી.
રમઝમતી બાઈકે નાનો ફોનુડા સાંભળે વાતુંનો આવે ના પાર – વીરાજી.
એક દી બીજો બાઈકનો અસવાર ભટકાયો નાનાની સાથ – વીરાજી.
વેરાયા બોલ વીરના ફેલાયા આભમાં પછડાયો સાવ ઊંધમૂંધ – વીરાજી.
બેઉ હાથે થયાં નાનાને ફ્રેક્ચર મોબાઈલનાં છૂટ્યાં બંધાણ – વીરાજી.
ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે.
– શ્રી રતિલાલભાઈ બોરીસાગર
(ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય )
****************
ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ નું જગત તરફથી ખૂબ ખૂબ આભાર. પ્રયત્નને જ્યારે પ્રોત્સાહન મળે ત્યારે તેની મહેનત સફળ થઈ જાય છે. શ્રી રતિલાલ સાહેબનો આ માટે હાર્દિક આભાર અને પ્રણામ. તેમનો સંપર્ક ratilalborisagar@gmail.com પર કરી શકાય છો.
“આપના દ્વારા શરૂ કરવામાં આવી રહેલા આ હાસ્ય અઠવાડીયા માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાહિત્ય પ્રસારના આ પ્રયત્નો અને હાસ્ય લેખન ક્ષેત્રે થઈ રહેલું આ કામ ખરેખર આનંદની ઘટના છે. આ પ્રયત્નની સફળતા માટે ખૂબ આશિર્વાદ.” – શ્રી રતિલાલભાઈ બોરીસાગર
*****************
મોબાઈલનું ગુજરાતી નામ ‘મેઘદૂતમ’ રાખ્યું હોય તો ?
તલવારનો વારસદાર અહિ વાંચો http://www.forsv.com/guju/?p=634
Pingback: FunNgyan.com » કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉઠાંતરીનો આક્ષેપ
khub saru name che..meghdutam
mobile parnu kaavya khub maanyu
મોબાઈલ માટે ‘મેઘદૂતમ’ નામ રાખવાનો વિચાર સારો છે. અહીં પુણેમાં મોબાઈલને ‘ભ્રમણધ્વનિ’ કહે છે!
“આપણા માટે તો મોબાઈલ એજ મેઘદૂતમ”