Daily Archives: February 3, 2009


મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર 6

મોબાઈલનો વારસદાર ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે! મારા પપ્પાને બે’ન બે બે કુંવરીયા બૈ વચ્ચે પાડ્ય છે ભાગ – વીરાજી કેરી મોટે માંગ્યો છે બે’ન અવિચળ ટેલીફોન નાને માગ્યો છે મોબાઈલ, હાં રે બેની નાને માંગ્યો છે મોબાઈલ – વીરાજી. મોટો બેઠો છે ઘેર આરામ ફરમાવતો નાનો રખડતા રામ – વીરાજી. મોબાઈલ ફોનની રિંગુડી વાગતી નાનો બાઈકનો અસવાર – વીરાજી. રમઝમતી બાઈકે નાનો ફોનુડા સાંભળે વાતુંનો આવે ના પાર – વીરાજી. એક દી બીજો બાઈકનો અસવાર ભટકાયો નાનાની સાથ – વીરાજી. વેરાયા બોલ વીરના ફેલાયા આભમાં પછડાયો સાવ ઊંધમૂંધ – વીરાજી. બેઉ હાથે થયાં નાનાને ફ્રેક્ચર મોબાઈલનાં છૂટ્યાં બંધાણ – વીરાજી. ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે.  – શ્રી રતિલાલભાઈ બોરીસાગર (ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય ) **************** ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ નું જગત તરફથી ખૂબ ખૂબ આભાર. પ્રયત્નને જ્યારે પ્રોત્સાહન મળે ત્યારે તેની મહેનત સફળ થઈ જાય છે. શ્રી રતિલાલ સાહેબનો આ માટે હાર્દિક આભાર અને પ્રણામ. તેમનો સંપર્ક ratilalborisagar@gmail.com પર કરી શકાય છો. “આપના દ્વારા શરૂ કરવામાં આવી રહેલા આ હાસ્ય અઠવાડીયા માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાહિત્ય પ્રસારના આ પ્રયત્નો અને હાસ્ય લેખન ક્ષેત્રે થઈ રહેલું આ કામ ખરેખર આનંદની ઘટના છે. આ પ્રયત્નની સફળતા માટે ખૂબ આશિર્વાદ.”  – શ્રી રતિલાલભાઈ બોરીસાગર ***************** મોબાઈલનું ગુજરાતી નામ ‘મેઘદૂતમ’ રાખ્યું હોય તો ?