Daily Archives: January 27, 2009


જૂના સામયિકો અને નવા લેખકો (સંકલિત) – જીગ્નેશ અધ્યારૂ 4

ઘણાં મિત્રો કહે છે કે ગુજરાતી સામયિકો અને માસિકોમાં તેઓ પોતાની રચનાઓ ઘણી વખત મોકલી ચૂક્યા છે પરંતુ ઘણી વાર કોઈ જવાબ મળતો નથી, ઘણી વાર “કવિતા હજી કાચી છે, તેને થોડાક વધુ શણગારની જરૂર છે” તેવા જવાબ સાથે પાછી આવે છે અને ઘણી વખત “પ્રયત્ન સારો  છે પરંતુ તેનો મૂળભૂત સાદ આ માસિકના પ્રકાશનના વર્તુળમાં બંધબેસતો નથી” એવો જવાબ પણ મળે છે. કવિતા કે કોઈ પણ રચના પ્રકાશનાર્થ મોકલવી તે આપણી નમ્ર ફરજ છે પરંતુ તે પ્રકાશિત થાય કે ન થાય તે માટે પ્રકાશકની મુનસફી પર આધાર રાખવો જોઈએ. કવિતા કે લેખની ગુણવત્તા સાથે તેમણે અન્ય ઘણાંય પાસાનું ધ્યાન રાખવાનું હોય છે. અને તેમના અનુભવના આધારે તેમના સૂચનો કદાચ માનવાયોગ્ય હોય તે બનવાપાત્ર છે. એટલે પ્રયત્ન કર્યા કરવા. આ વિષય પર કેટલાક વિચારો મળ્યા છે જે અત્રે મૂકી રહ્યો છું. જો કે, એ વાતનો ઉલ્લેખ કરવો અત્રે અસ્થાને નહીં ગણાય કે મેં હાલમાં જોયેલા એક અગ્ર ગુજરાતી માસિકમાં સમ ખાવા પૂરતો એક પણ રસપ્રદ લેખ હતો નહીં. વેચાણ, કાયમી ગ્રાહકો જવા દઈએ તો આ જોઈને કોણ તેને ખરીદે? લેખોની પસંદગી તદન તટસ્થ ભાવે થવી ઘટે અને ઉગતી પ્રતિભાઓને ક્યાંક સ્થાન આપવું અને તેમને યથાયોગ્ય રીતે લખવા માટે પ્રેરણા આપવા જેવું કાર્ય પણ માસિકોએ જ કરવાનું છે અને તેમની આશાએ જ ગુજરાતી સાહિત્ય ભવિષ્ય તરફ જોઈ શકે છે.  તમિલ અને મલયાલમમાં જ્યાં માસિકોની નકલ લાખોમાં ખપે છે ત્યારે એ આંકડો ગુજરાતી માસિકો માટે તેના દસમાં ભાગ જેટલો પણ નથી એ શું સૂચવે છે? વાચકોની ઉદાસીનતા અને આપણી અવગણના. આ સંજોગો દૂર કરવા જ રહ્યાં. નવોદિતો માટે અમૂક પાના ફાળવી શકાય, કે નવોદિત વિશેષાંક જેવા […]