હું અને ઢળતો સૂરજ – જીગ્નેશ અધ્યારૂ 5


શું તું મને ચાહે છે?

મેં તેને પૂછ્યું ..

લાગણીમાં

ભીંજાયેલા શબ્દોથી,

અને

એવા જ

ઘેલા પ્રત્યુત્તરની

હાર્દીક અપેક્ષા સાથે,

પણ અચાનક

“ના”

સાવ કોરોધાકોર શુષ્ક ઉત્તર,

એક રસ્તો ને બે ફાંટા,

અને પછી

વર્ષોનું લાંબુ મૌન.

પણ

પણ આજે આટલા વર્ષે

જીવન સંધ્યાના અંતિમ પડાવો પર

તું

અને તું જ યાદ આવે છે.

એક ટીસ ઉઠે છે,

કે જો તું હોત

તો મારા કોમ્પ્યુટરના

વોલપેપરની જેમ

તારા હાથમાં હાથ લઈને

દરીયા કિનારે

ડૂબતા સૂરજની સાક્ષીએ

સંતોષનાં ઓડકાર લઈને

જીવી શક્યો હોત

પણ….

હું એકલો છું

બસ એકલો

અધૂરો તારા વગર

ખૂબ અધૂરો

સાવ નિરાધાર

હજીય રાહમાં…

અને

સૂરજ જઈ રહ્યો છે…

અસ્તાચળ તરફ

શું ચંદ્ર ઉગ્યા વગર જ

રાત થઈ જશે?

 – જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “હું અને ઢળતો સૂરજ – જીગ્નેશ અધ્યારૂ