કુદરત બાળકને એક એવી તાકાત આપે છે કે છ માસનું થાય ત્યાં સૂધીમાં તો તે ભયંકર કીટાણુઓનો પણ સામનો કરી શકે છે. તેથી જ તો બાળક કોઇ પણ ચીજ નચિંતપણે મોઢામાં નાખી શકે છે અને તેની ઉપર લાગેલાં કીટાણુઓ છતાં સુરક્ષિત રહે છે.
સૌથી મોટાં પશુઓ કરતાં પણ માનવબાળ વધારે બુધ્ધિશાળી હોય છે.
બાળકને શ્રમ પસંદ હોય છે. જો માવતર ટોકે નહીં તો સાવ નાનું બાળક હાથે દાઝીને પણ રોટલી બનવવાની કોશિશ કરે છે, પોતાના કપડાં જાતે ધુવે છે.
બાળક એક એવું પ્રાણી છે જેને કોઇ પોતાને મદદ કરે તે ગમતું નથી.
તંદુરસ્ત બાળક હસતાં હસતાં જાગવું જોઇએ અને રમતાં રમતાં સૂઇ જવું જોઇએ. જેને ગમે ત્યાં ઊંધ આવી જાય તેનું નામ તંદુરસ્ત બાળક.
બાળક મૂળથી હઠીલું નથી હોતું, પણ આપણે તેને એવું બનાવીએ છીએ.
ક્યારેક બાળક આપણા કરતાં પણ વધુ સારું વિચારી શકે છે, એ વાતનો સ્વીકાર કરવો જોઇએ. એટ્લે બાળક કોઇ સૂચન કરે તો ધ્યાનથી સાંભળીને, યોગ્ય લાગે તો તેનો અમલ કરવો જોઇએ.
નાનામાં નાનું બાળક પણ દરેક પ્રસંગે આપણી પાસેથી કંઇક શીખતું હોય છે. તેથી બાળક અમૂક કામ કરતાં ન શીખે તેવું આપણને ઇચ્છતાં હોઇએ, તો એવું કામ તેની સામે કદી કરવું નહીં.
– ભગવાનદીન
અતી સુંદર, બાળ માનસને પીછાની ધન્યતા અનુભવી.
http://govindmaru.wordpress.com/
Balak e bhini mati jevu hoy 6. E kai shikhi ne nathi aavtu, ene jem valo em e mould thai shake 6.Pan kevo ane kai ritw shape aapvo e tamara hath ma 6.
it very commomn in child and we train them acording to his wish
hemant doshi
બાળક માનસ લેખ વાંચી ને બાળક વીષે ઘણુ જાણવા મળીયૂ.
“તામારો આભાર”
– ભરત માલાણી