વડોદરામાં ગરબા રમ્યા પછી, ખાસ કરીને માં શક્તિ, યુનાઈટેડ વે કે મહાકાળી ગરબા પછી મહુવામાં આ આખી નવરાત્રી કરવાની થઈ તો થયું કે આ વખતે તો કાંઈ મજા નહીં આવે. મહુવામાં ત્રણ ચાર વર્ષ ઉપર સુધી મુખ્યત્વે બે જગ્યાએ ગરબા થતાં, એક સ્ત્રિઓ માટે અને બીજા પુરૂષો માટે. બાકી ઘણી નાની ગરબીઓ પણ થતી, પરંતુ મુખ્યત્વે આ બે જગ્યાઓ હતી જ્યાં પુરુષો અને સ્ત્રિઓ એમ અલગ ગરબા થતાં.
પણ ત્યાં ઝઘડા, આયોજનની તકલીફો વગેરે થતાં હવે ગરબા જાતિ પ્રમાણે થાય છે, કહો કે નાત પ્રમાણે, બ્રાહ્મણ, શ્રીમાંળી, વણિક એમ અલગ અલગ થાય છે. તમે ગમે તેમાં જઈ શકો પણ આવા ભાગલા અને ન્યાત ના ઝંડા નીચે થતા આવા ગરબા સ્વાભાવિક રીતે જ થોડોક ખચકાટ લાવે, ખાસ કરી વડોદરા જેવી જગ્યાએ ખરેખરા “ડેમોક્રેટીક” ગરબામાં મહાલ્યા પછી…..બધાના પોતપોતાના તથ્યો, ફાયદા ને ગેરફાયદા છે, એટલે એ વિષે ચર્ચા કરવી વિષયાંતર કરાવશે.
પણ અચાનક એક દિવસ એક મિત્રે ફોન કર્યો, તારા બ્લોગ માટે સરસ સમાચાર છે. મહુવામાં લગભગ ૧૩૦ વર્ષોથી થતા ભેંસના પાપડ તરીકે ઓળખાતા ગરબા, મુખ્યત્વે રબારી અને ભરવાડો દ્વારા થતા આ ગરબા પહેલા મહુવાના લક્ષ્મી મંદિર પરીસરમાં થતા પણ પછી જગ્યાની અછતના લીધે હવે તે કાગબાપુ ચોકમાં થાય છે. પહેલા ઢોલને તાપણા પાસે મૂકી ચામડું તપાવાય છે, એકસાથે ચાર પાંચ ઢોલ તપતા હોય છે અને બીજા ત્રણ વાગતા હોય છે, સાથે પીતળની ગોરી (મોટા મોં વાળી પાણી ભરવાની માટલા જેવા આકારની રચના) અને ત્રાંસા પણ હોય છે. દાંડીને આના પર પીટવાથી જાણે ભેંસના પાપડ એમ સંભળાય છે આ પરથી એનું આવું નામ પડ્યું. સાથે મૂકેલા વિડીયોમાં પણ આ આછું સાંભળી શકાય છે. ખૂબ ભીડ અને શોરને લીધે ક્લિપમાં અવાજ સ્પષ્ટ નથી. એક લાકડી, (દાંડીયા નહીં) જમણા હાથમાં રાખી આગળ અને પાછળ તલવારની જેમ વીંઝતા ખેલૈયા જોરદાર તાનમાં હોય છે, આગળ એક અને પાછળ એક એમ વીંઝણા થાય છે, અને જો ભૂલે એકાદ સ્ટેપ ચૂકી ગ્યા તો સમજો નાળીયેર રંગાયું. નાના છોકરાઓ પણ ઉત્સાહથી રમે છે. ઘણા વર્તમાન પત્રો અને ટેલીવિઝન ચેનલ્સ આનું કવરેજ કરી ચૂક્યા છે.
ખૂબજ એકાગ્રતા અને ચપળતા માંગી લેતા આ પ્રકારના ગરબા, સામાન્ય રાસ કે ગરબાના પ્રકારથી ખૂબ ભિન્ન છે અને તેના માટે ખાસ મહેનત કરવી પડે…આ ગરબા અહીં ખૂબ પ્રસિધ્ધ છે અને રમવા કરતા જોવા વાળા અનેકગણી સંખ્યામાં હોય છે. ખૂબ ભીડ વચ્ચે માંડ થોડોક સમય રોજ ગરબા થાય છે. આ નવરાત્રીની મારી યાદોમાં આ ગરબા મુખ્ય છે. સાથે મૂકેલી ક્લિપમાં આ ગરબાની એક ઝલક માણો.
[youtube=http://www.youtube.com/watch?v=k6jl992sQ9k]
very good to know something new…! nice clip…!
thank you very much for sending mahuva navaratri video clip and send me back 40 year when i us to play this
type of dadiya in my native place with my friends in mahuva.
comment by hemant doshi[mahuvawala] from houston u.s.a.
જિગ્નેશભાઇ,
તમે તો મને મહુવાની નવરાત્રની યાદ અપાવી દીધી, અને આગલા સંસ્મરણો તાજા થયા.
me pan aa garba aavarse daroj manya che hu pan 15 divasthi mahuvamaj hato