Daily Archives: October 11, 2008


ભેંસના પાપડ – પારંપારીક દાંડીયા @ મહુવા

વડોદરામાં ગરબા રમ્યા પછી, ખાસ કરીને માં શક્તિ, યુનાઈટેડ વે કે મહાકાળી ગરબા પછી મહુવામાં આ આખી નવરાત્રી કરવાની થઈ તો થયું કે આ વખતે તો કાંઈ મજા નહીં આવે. મહુવામાં ત્રણ ચાર વર્ષ ઉપર સુધી મુખ્યત્વે બે જગ્યાએ ગરબા થતાં, એક સ્ત્રિઓ માટે અને બીજા પુરૂષો માટે. બાકી ઘણી નાની ગરબીઓ પણ થતી, પરંતુ મુખ્યત્વે આ બે જગ્યાઓ હતી જ્યાં પુરુષો અને સ્ત્રિઓ એમ અલગ ગરબા થતાં. પણ ત્યાં ઝઘડા, આયોજનની તકલીફો વગેરે થતાં હવે ગરબા જાતિ પ્રમાણે થાય છે, કહો કે નાત પ્રમાણે, બ્રાહ્મણ, શ્રીમાંળી, વણિક એમ અલગ અલગ થાય છે. તમે ગમે તેમાં જઈ શકો પણ આવા ભાગલા અને ન્યાત ના ઝંડા નીચે થતા આવા ગરબા સ્વાભાવિક રીતે જ થોડોક ખચકાટ લાવે, ખાસ કરી વડોદરા જેવી જગ્યાએ ખરેખરા “ડેમોક્રેટીક” ગરબામાં મહાલ્યા પછી…..બધાના પોતપોતાના તથ્યો, ફાયદા ને ગેરફાયદા છે, એટલે એ વિષે ચર્ચા કરવી વિષયાંતર કરાવશે. પણ અચાનક એક દિવસ એક મિત્રે ફોન કર્યો, તારા બ્લોગ માટે સરસ સમાચાર છે. મહુવામાં લગભગ ૧૩૦ વર્ષોથી થતા ભેંસના પાપડ તરીકે ઓળખાતા ગરબા, મુખ્યત્વે રબારી અને ભરવાડો દ્વારા થતા આ ગરબા પહેલા મહુવાના લક્ષ્મી મંદિર પરીસરમાં થતા પણ પછી જગ્યાની અછતના લીધે હવે તે કાગબાપુ ચોકમાં થાય છે. પહેલા ઢોલને તાપણા પાસે મૂકી ચામડું તપાવાય છે, એકસાથે ચાર પાંચ ઢોલ તપતા હોય છે અને બીજા ત્રણ વાગતા હોય છે, સાથે પીતળની ગોરી (મોટા મોં વાળી પાણી ભરવાની માટલા જેવા આકારની રચના) અને ત્રાંસા પણ હોય છે. દાંડીને આના પર પીટવાથી જાણે ભેંસના પાપડ એમ સંભળાય છે આ પરથી એનું આવું નામ પડ્યું. સાથે મૂકેલા વિડીયોમાં પણ આ આછું સાંભળી શકાય છે. […]