સૃષ્ટીના દરેકે દરેક કણમાં જેનું અસ્તિત્વ છે અને છતાંય જે સદંતર અવ્યક્ત છે તે પરમ પરમેશ્વર પરમાત્માએ સર્જન પછી જેવો નિરાંતનો શ્વાસ લીધો હશે, સંતોષનો ઓડકાર અનુભવ્યો હશે તેવો જ સંતોષ એક સિવિલ એન્જીનીયરને પોતાના સર્જન પછી તેના વપરાશને જોઈને આવે છે. હું પોર્ટ પીપાવાવમાં આ પહેલા એક જેટી બનાવવાના કામમાં હતો, દોઢ વર્ષની મહેનતના અંતે જ્યારે એ મહાકાય પ્લેટફોર્મ પર પહેલુ શીપ લાંગર્યું ત્યારે જે અનુભવ, આનંદ થયો તે શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી. એ આનંદ એવા લોકો જ જાણી શકે જેણે તેમાં સીમેન્ટ કોન્ક્રીટ માં મહેનતનો પરસેવો રેડ્યો હોય…..(પછી ભલે w:c ratio વધી જાય).
મેં એક વાર મારા CRE ને કહ્યું હતું કે “A Civil engineer comes to an uncivilized place, makes it civilized for civilians and then gets out from there “, કારણકે અવિકસિત વિસ્તારોને સુવિધાઓ આપી એ કદી પોતે ભોગવવા રહેતો નથી, તેના નસીબમાં તો સતત છે નવા વિસ્તારો, નવા પ્રોજેક્ટસ અને નવા સર્જનનો આનંદ, ઓફીસમાં બેસી ડીઝાઈન કરતા સિવિલ એન્જીનીયરોની આ વાત નથી, અને એટલે મને સંતોષ છે કે સાઈટ પર આટલી નાની ઉંમર હોવા છતા આટલા સંતોષ સુધી પહોચી શક્યો છું.
સર્જન અને વિનાશ એ તો પ્રભુરચિત એક સર્વસામાન્ય પ્રવૃતિ છે, અને એક મનુષ્ય પોતાના જીવનકાળ દરમ્યાન જે કાંઈ સર્જન કે રચના કરે છે તે જ તેને અમર બનાવે છે, કે તેના નામને અમર બનાવે છે…….હું જ્યારે અમે સાત એન્જીનીયરોની કન્સલ્ટન્સીમાં બનાવેલી આ કન્ટેઈનર બર્થ જોઈએ છીએ ત્યારે લાગે છે કે હા, હવે મહેનત રંગ લાવી રહી છે. જીવન પોતાના રંગ, પોતાની મજબૂરી અને પોતાની સદા સર્વદા આગળ વધવાની કળા આમ જ ચાલતી રહે છે. પણ એક સિવિલ એન્જીનીયરની પારિવારીક જીંદગી નગણ્ય હોય છે, પરિવાર સાથે વણઝારાની જેમ પ્રોજેક્ટથી પ્રોજેક્ટ ફેરવવું, બાળકોનો અભ્યાસ, એક પોતાનું ઘર જેવા સ્વપ્નો પૂરા કરવા એ તેના વશની વાત કદાચ ન પણ હોય અને એ સ્વપ્ન પૂરા કરવા એકલા રહેવુ, પરિવારથી અલગ….આ બધામાં એક જ મહાન સંતોષ તેને મળે અને એ છે સર્જનનો….
VERY WELL SAID!!!! LET US HOPE ALL PEOPLE WORKING IN ANY FIELD HAVE THIS POINT OF VIEW!!! “JOY OF CREATION” IS THE MAIN THING IN ANY FIELD! IF A PERSON LOOKS AT ONCE WORK FROM THIS POINT, THEN NOT ONLY HE ENJOYS THE WORK, BUT THE WORK BECOMES THE MASTER PIECE! THE WORK SATISFACTION WILL COME WITH HONESTY AND LOVE FOR THE WORK. THERE BY HAPPINESS WILL FOLLOW, NOT ONLY TO THE CREATOR BUT ALSO TO THE END USER!!!
sir, you are really lucky to get that exprience and satisfaction for your project. I wish you will get this through out your life and enjoy your work.
You are right in saying that Civil Engineer who work in design office or work from office primisis and not working on site they can not get this job satisfaction as you can have being on site. I really very happy that Civil Engineer like you are there to have this spirit alive and staying and grooming with project site.
તમે સિવિલ એંજીનિયર છો ? અમને તો એમ કે તમે જર્નાલિસ્ટ છો.
ઘણુ સરસ કામ કરો છો.- જમીન પર અને બ્લોગની જમીન પર.
2 win over difficulties with smiling face. impossible means i m possible 4 him.
મેં ચાર પ્રોજેક્ટોમાં પ્લાનીંગના તબક્કાથી કામ કરેલું છે, એટલે એ પસીનાનો ખુબ પરીચય છે. બોઈલર ચાલુ કરવાનો મારો એક અનુભવ તમને ગમશે –
http://gadyasoor.wordpress.com/2008/02/16/boiler_fire/