નક્કી આંગણીયે કોક મે’માન આવે”
સૌરાષ્ટ્રના એક પ્રસિધ્ધ લોકગીતની આ પંક્તિઓ છે. ગુરૂવાર તારીખ ૨૮/૦૮/૨૦૦૮ ના રોજ બપોરે ત્રણ ને વીસે એક મોંઘેરા મહેમાને મારા ઘરમાં, હ્રદયમાં પા પા પગલી પાડી, તીણા મધુર રૂદનથી મારા જીવનમાં સંગીતના સુરો રેલાવ્યા, અને એક પુત્ર, ભાઈ અને પતિ પછી પિતાનું બિરૂદ અપાવ્યું. હા….મારે ત્યાં એક વ્હાલસોઈ દિકરીનો જન્મ થયો.
જરા વિસ્તારથી કહું તો ગંભીર થઈ ગયેલી શારીરિક પરીસ્થીતિઓ વચ્ચે જ્યારે મારી પત્નીએ ઓપરેશન દ્વારા તેને જન્મ આપ્યો, ત્યાં સુધી મારા શ્વાસો મારા કાબૂમાં નહોતા….પણ જ્યારે ઓપરેશન સફળતા પૂર્વક પૂરૂં થયુ અને મારી દિકરી મારા હાથમાં આવી ત્યારે આંખમાંથી દડ દડ આંસુ નીકળી ગયા….એ હતા ખુશીના, સંતોષના.
મારી હંમેશાની ઈચ્છા કે મારે એક દિકરી હોય અને દેખાવમાં તેની મમ્મી જેવી હોય, તેને ઈશ્વરે પૂરેપૂરૂં માન આપ્યું. મને એક સુંદર દીકરીની ભેટ આપી, એક દિકરીનો બાપ બનવાની ખુશી જેને મળી, તે મહાભાગ્યશાળી. મેં મારી આ ખુશીને ખૂબ માણી….મારી ગોદમાં જ્યારે મારી દિકરીને પહેલીવાર મારા ખોળામાં લીધી તો લાગ્યું કે જગતની તમામ સંપત્તિ, સમૃધ્ધિ અને ખુશી મને મળી છે. કહે છે કે બાપને પોતાની દિકરી અને માંને તેનો દિકરો વહાલો હોય છે. આજે જ્યારે લોકો બેટી બચાવો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે અને હજીય જે લોકો દિકરીને ગર્ભમાં જ મારી નાખવા માંગે છે તેમને મારે એટલું જ કહેવાનું કે એકવાર તમારી એ માસૂમ દિકરીને ગોદમાં લો, તેની આંખોમાં જુઓ, તેના માથા પર હાથ ફેરવો, અને જો તોય તમને એવી જ ક્રૂર ઈચ્છા થાય તો તમને ગમે તેમ કરો. પણ એવું બનવુ શક્ય જ નથી, તેનો સ્પર્શ તમને પથ્થર માંથી ફૂલ બનાવી દેશે…એની આંખોમાં વહાલનો દરીયો ઘૂઘવશે અને એ તમારી આંગળી પકડશે તો છોડવાનું મન નહીં થાય. તમેય મારી જેમ દિકરીમય બની જશો…
લોકોને પુત્રજન્મ થાય છે ત્યારે કહેતા હોય છે કે મારે તો સાત ખોટનો દિકરો છે….અને પુત્રી થાય તો ખોટ? એક વડીલે મને અભિનંદન આપતા કહ્યું કે ક્યારેક દુઃખી થઈશ તો માથે હાથ ફેરવવાવાળી બીજી માં મળી ગઈ….દિકરી બાપને દુઃખી જોઈ શક્તી નથી અને સમય આવે માંની હુંફ પણ આપતી હોય છે.
દિકરો આવે તો પેંડા અને દિકરી આવે તો જલેબી? કેમ ભાઈ આવી અલગ પ્રથા? કાલે કદાચ તમારો દિકરો યુવાન થઈ પગભર થશે પછી તમે તેના જન્મ વખતે વહેંચેલા પેંડાની બદલે તમને પુરેપૂરો ખોરાક આપશે જ? કે પછી કદાચ એક ટંકના રોટલા માટેય ટટળાવશે? દિકરી જો કદાચ તમને નહીં ખવડાવી શક્તી હોય તો પોતેય ભૂખી રહેશે, પણ તમારી આંતરડી કકળાવીને પોતાનું પેટ નહીં ભરે.
દિકરી વિષે આમ તો ઘણુંય લખવાનું છે. પણ અત્યારે તો એટલું જ કહું કે કાંઈ કેટલાય જન્મના પુણ્ય ભેગા થયા હોય અને પ્રભુના દરબારમાં એક દિકરીના પિતા હોવાની લાયકાત તમે બતાવી હોય તો જ આ “સ્પેશીયલ ફેવર” તમને મળે…અને મિત્રો જો તમારામાંથી કોઈને દિકરી ન હોય તો માફ કરશો….એ તમારા માટે ઈર્ષ્યા નો વિષય છે….
મિચ્છામી દુક્કડમ
વિકાસ બેલાણી
no words to say for this
excellent
heart touching
fabulous
કહેવા માટે શબ્દો ટુકા પડે એવી સરસ વાત ……..
બહુ સરસ. ભગવાને દરેક દન્પતિ ને એક દિકરી આપવી જોઈએ.
Even i am a father of a beautiful girl. And after her birth only i come to know how it feels when your daughter holds your hand and say pappa to you. She is like my life now. One can wonder that my daughter stared calling me Papa before she start calling her mummy. So that shows how my daughter loves me even more than her mother. Before i don’t have that feeling about relation between father and daughter but my wife and her relation with her father teach me that relation too.
I am really very proud to have a baby girl in my family.
realy very good artical.mari daughter 12 year ni 6.khare khar dikri vahal no dariyo 6.hu lucky 6u . bhagvan janmo janm ma mane dikri j ape.
ખુબ જ સુંદર. મોરારીબાપુના એક લખાણમાં મેં વાંચ્યુ છે કે દીકરી બાપનું હૌયું હોય છે.
well expressed feeling “Vikasbhai” towards ur daughter. ways congratulations for ur daughter.
Ek pita ni lagani ne hu khub sari ritna samji saku je hu pan ek dikri ju aane mara papa pan ni pan aavij lagani hati jyare hu eemna ghare padhari hati dikri tarik.
May God bless your daughter with immense strength and wisdom!!! tamari dikri pan mari jem proud thi ek divas kehse hu mara papa ni dikri ju aa shabdo sambhad va mate darek pita rah jota hoy je. I heartly wish ur daughter to be the on the top of the world n make you swing on the top of the world.
jene dikri nathi tejj aa dikri value samji sake. ame pan vahu aavani rah joi rahya che. sachej vahu ma amne dikri malse.
congrats 2 u…
hu ek pita ni lagani sari rite samaji shaku chu karanke mara pita pan khubaj premad che mara mate.kash tamara ane mara pita jeva darek loko hot samaj ma je ek putri nu mulya samaji sahakat.
Hi,
Khub j sachu 6. Dikro ghughvato sagar 6 to dikri pan het ni nadi 6. Mare dikri nathi pan vahu aavani rah jou 6u jethi mari dikri ni khot puri kari shaku.
વિકાસભાઇ
હાલ હું એક પુસ્તક વાંચી રહી છુ જેનુ નામછે “દિકરી એટલે તુલસી ક્યારો”. લેખક છે શ્રી દિનકર જોષી. તેમાના આ વાક્યો –
વીસ વીસ વરસથી મારું મારું કરીને પછી એ બધાને તણખલાની જેમ તજી દેવાની ભાવના સામે ભલભલા જોગી મુનીઓના તપ પણ ઝાંખા લાગે છે.
વિકાસભાઇ
અભિનંદન. તમે બહુ સરસ વાત કરી. આ બધી વાતો જેને દિકરી હોય તે જ સમજી શકે. દિકરી હોવી એ જગતનું ઉતમ સુખ છે.
Very well said. May god bless your daughter and I am sure she will be very proud to have such a great father.
દીકરી વહાલનો દરિયો.
Vikash bhai..
Congratulations for daughter..!! U have written very touching things for the society. At the age of 23, I am not so old to criticize the society but yaa.. I feel they are mad about a son as their child. Can’t they see the current scenario? Women are said to be better managers in each and every field.
Appne haju ghanu karvanu baki 6 – aapni maa, baheno ane dikario mate.. !!
May God bless your daughter with immense strength and wisdom!!!
Vikashbhai.. I suggest one name “Hetvi” for you beautiful kid..
Regards..
Congress and we all bless your daughter not your daughter she is for all well wisher and i humly request all readers pl go through this article and do >manomnathan< and one say is there that god create mother because she is fullfilling all reqirment of kids specialy daugher “KARNA KE SHE IS FUTER OF SOCIETY AND NATION GUJRATI MA KAHVETH CHEE KE DIKRI 2 KUL TARRE”
please accept my heartily congratulation..there is no way to compare daughter with things ..she is just great wealth of our love…
દીકરી કે દીકરો બન્ને પ્રત્યે સરખીજ મમતા અને વાત્સલ્ય હોય ..! આપને પુત્રીજન્મ ની ખૂબ ખૂબ વધાઇ…!
When i am attending someonea merrage ceremoney, it is always difficult for me to watch the end part- “The Kanys vidai”
and a always keep away from that part
nice expression of feelings… Congrts to u -both… n a warm welcome to ur cute Daughter in this world.. 🙂
ખુબ જ સરસ લેખ છે મારે ચાર દીકરીઓ છે અને તે મારા જીવન ના ચાર પાયા છે એમ જ હુ મનુ છુ.
nicely expressed ur feelings…..
but not jealous of u ……
son / daughter both r equal for one
Congratulations once agian…..
kharekhar its awsome aa sachuj che ke mata pitani aakh ma aansu dikari kyarey nathi joi shakti ane aa vaat ne tame support karyo ena mate khub khub aabhar
ખૂબ સરસ વાત.
બાકી જાતિ પરિક્ષણ કરાવી
દિકરી છે તેમ કહે કે તુરત જ થનાર મા-બાપ કહેશે પાડી નાંખો!
બીજી તરફ સારા મુહૂર્તમા બાળક જન્મ માટે પણ સી-સેકશન કરાવે છે
અહીં તો બાળકના જન્મ પ્રસંગે તેનુ નામ કહેવું પડે છે
સર્વ શક્તીમાન તેને યજ્ઞની અગ્નિશિખા જેવી તેજોમય બનાવે તેવી પ્રભુ પ્રાર્થના