એક ડોક્ટરની પ્રાર્થના 8


હે પ્રભુ ! આ વિધિની વિડંબના જ છે કે મારી આજીવિકા અન્ય લોકોના દુઃખ અને તકલીફ પર આધાર રાખે છે.

પણ એ તારી કૃપા જ છે કે તેં મને તેમના દુઃખ દૂર કરવાને લાયક ગણ્યો, મને તેં એવી કાબેલીયત આપી કે તકલીફમાં પીડાતા લોકોની પીડા હું મારી અલ્પબુધ્ધિથી શમાવી શકું. મારી શક્તિ મુજબ હું તેમને મદદરૂપ થઈ શકું, આ માટે હું સદાય તમારો આભારી રહીશ

આમ તો આ સઘળું તમારૂં જ કર્યું છે, તમે જ દુઃખ આપો છો અને તમે જ શાતા આપો છો, તમે જ મને માધ્યમ બનાવો છો કે જેથી હું આ લોકોની તકલીફો ઓછી કરી શકું. મને આ પ્રકારે પ્રેરણા આપવા બદલ પણ તમારો આભાર…

( From a wallpaper @ Dr. Rajendra P Padiya Clinic @ Mahuva )


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “એક ડોક્ટરની પ્રાર્થના