કહી રહ્યો છું – જીગ્નેશ અધ્યારૂ 6
સૂકી આંખો, છૂપા મર્મને, કળવા મથી રહ્યો છું, શું તે મુજને પ્રેમ કરે? ખુદને પૂછી રહ્યો છું. શ્વાસે શ્વાસે, આજ અંતરે, તુજને ભરી રહ્યો છું, વધી રહ્યો છું તારામાં ને, ખુદમાં ઘટી રહ્યો છું. તને પામવા, સ્વ ભૂલીને આગળ વધી રહ્યો છું, સપ્તપદીના સાતે વચનો, મનમાં રટી રહ્યો છું. તારી આંખે આ જીવનના, સ્વપ્ન સેવી રહ્યો છું મારા થાઓ ફક્ત આટલી વાત હું કહી રહ્યો છું. – – જીગ્નેશ અધ્યારૂ (લખ્યા તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૦૮)