ભણાવવું એટલે શું?
ભણાવવુ એટલે જાણકારી આપવી
અને સાથે મર્દાનગી આપવી
આજે શિક્ષણનું મુખ્ય કામ
અન્યાય સામે લડવાનું શિખવવાનું છે.
આપણા શિક્ષણ માંથી, સાહિત્યમાં થી
એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી
સામાન્ય માણસ ઉઠીને ઉભો થાય અને
અન્યાય નિવારણ માટે લડત આપે
શિક્ષણનું ખરૂં કામ આ છે
ભણેલો માણસ શૂરવીર હોય
સેવા પણ એને માટે જ છે
સેવા માંથી મર્દાનગી પ્રગટ થવી જોઈએ
સામાન્ય માણસમાં નૂર પ્રગટવુ જોઈએ
શિક્ષણ, સાહિત્ય અને સેવા,
જે કરવાનું છે તે આ છે
શિક્ષણ ખાતર શિક્ષણ નહીં
સાહિત્ય ખાતર સાહિત્ય નહીં
સેવા ખાતર સેવા નહીં
તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ
માણસ બેઠો થવો જોઈએ
આવી તાકાત જો ન નીપજતી હોય
તો શિક્ષણ – સાહિત્ય – સેવા બધુંય નકામું
– મનુભાઈ પંચોળી
મનુદાદા એ જે વાતો કહી છે તે આજે પણ તેટલી જ સાચી છે.
BHANTAR ANE GANTAR BANENI JRURI CHE.JENATHI JINDGIMA ACHARN NI GHANIJ JARUR CHE. BOLOVA KARTA VYVHARU BANIE TO BEST.
khub saras,
parantu aaj na rajkaran ni maherbani ma aa vastu shakya chhe ?
Manubhai na thoughts atyare pan ketla relevant Che!!!!!!
Pingback: What Teachers Make - Taylor Mali « હું સાક્ષર..
લખનારે એમના સમયમાં વ્યક્ત કરેલા એમના વિચાર અને આજની વાસ્તવિકતા વચ્ચે વધી રહેલા અંતરને દૂર કરવાની કોઇ મર્દાનગી સભર અમલમાં મૂકી શકાય તેવી યોજના છે ?