પ્રોફેશનલ લોકો ના એક ગ્રૂપ વડે ૪ થી ૮ વર્ષના બાળકોને પૂછવામાં આવ્યું કે
તમારા મતે “પ્રેમ શું છે? “
તેમના જવાબો ખરેખર અજબ હતા, પણ મારા મતે કોઈ Mature Adult કરતા પણ વધારે mature હતા. વાંચો એવાજ કેટલાક વિચારો…
મારી દાદી ને આર્થરાઈટીસ છે, તે તેના પગના નખ જાતે રંગી શક્તી નથી, તેથી મારા દાદા તેને મદદ કરે છે, જો કે મારા દાદાને પણ આર્થરાઈટીસ છે…. આને કહેવાય પ્રેમ… છાયા (૮ વર્ષ)
જો તમે કોઈને પ્રેમ કરતા હોવ તો તે તમારા નામ ને ગમે તેમ સુધારી વધારીને બોલે, તમને કોઈ વાંધો નહીં હોય કારણ કે તમે જાણો છો કે તેમના મોંઢા માં તમારૂ નામ સુરક્ષિત છે. (ખ્યાતિ ૭ વર્ષ)
જ્યારે તમે બહાર વેફર ખાતા હોવ અને કોઈ તમારી વેફર ખાય અને પાછું તમને તેના માં થી વેફર ના આપે (વૈભવ ૫ વર્ષ)
તમે થાકી ગયા હોવ ત્યારે તમે જેને જોઈને સ્માઈલ કરી પડો તે છે તમારો પ્રેમ….(વિરલ ૬ વર્ષ)
મારી મમ્મી જ્યારે મારા પપ્પા માટે કોફી બનાવે છે ત્યારે તે પહેલા ચાખે છે અને પછી કપ પપ્પાને આપે છે…..તે મને કહે છે કે કોફી બરાબર છે કે નહીં તે ચેક કરે છે….પણ મને ખબર છે એને કહેવાય પ્રેમ ….ગંગાએ પણ KYUN KI માં એમ જ કર્યુ હતુ….(માયા ૪ વર્ષ)
મારા મતે જો તમારે પ્રેમ કરવો હોય તો તેવા મિત્ર થી શરુઆત કરો જે તમને જરાય ના ગમતો હોય….(વૈભવ ૮ વર્ષ)
જ્યારે તમે કોઈને કહો કે તેનું શર્ટ સરસ છે અને તે શર્ટ પહેર્યા જ કરે ….એ પ્રેમ છે…(ત્રિશલા ૬ વર્ષ)
મારી સ્કૂલના પર્ફોર્મન્સ માં જ્યારે હું સ્ટેજ પર ગીત ગાતા ગાતા વચ્ચે ની કડી ભૂલી ગયો ત્યારે બધા મારી સામે જોઈ રહ્યા હતા પણ ફક્ત મારા પપ્પા હાથ હલાવતા હતા અને હસતા હતા….પછી મને કોઈ ડર ના લાગ્યો…(મયંક ૭ વર્ષ)
મારી મમ્મી મને પનીર નો સૌથી મોટો ટુકડો આપે છે, બીજા બધા પહેલા…(વિકાસ ૪ વર્ષ)
જ્યારે મારી મમ્મી મારા પપ્પાને (ઓફીસ થી આવે ત્યારે પરસેવા વાળા અને ગંદા હોવા છતા) બ્રાડ પિટ અને મારા પપ્પા જવાબમાં તેને “મારી એન્જુ જોલી” કહે છે….મને લાગે છે તે પ્રેમ છે … (વિનય ૬ વર્ષ)
હું સ્કૂલે જાઊં ત્યારે મારા પપ્પી ને એકલું મૂકીને જાઊં છું, જ્યારે પાછી આવું ત્યારે તે મને ચોંટીને મારૂ મોં ચાટવા લાગે છે…..એ જ પલેમ છે…(મીતા ૪ ૧/૨ વર્ષ)
મારી મોટી બેન મને બહુ પ્રેમ કરે છે કેમ કે એ મને એના બધા કપડા આપી દે છે….ભલે ને તેને તરત નવા ખરીદવા પડે…(તન્વી ૫ વર્ષ)
મારા ટીચર મને બહુ પ્રેમ કરે છે કેમ કે તે બધા પ્રશ્નોના જવાબ મને જ પૂછે છે….અને કોઈક વાર મેં હોમવર્ક કર્યુ ના હોય તોય મને મારતા નથી…(મીહીકા ૬ વર્ષ)
અને છેલ્લે……અમેરીકા અનોખી પ્રતિસ્પર્ધાઓ યોજવામાટે પ્રખ્યાત છે…સૌથી વધારે પ્રેમાળ બાળક શોધવા માટે એક પ્રશ્નોતરી તૈયાર કરાઈ અને જવાબો મેળવાયા..
વિજેતા એક ૪ વર્ષનો બાળક હતો….તેનો પ્રસંગ
મારા પડોસી દાદા ના પત્ની મરી ગયા. તે ત્રણ દિવસથી રડ્યા નહીં. મને એ દાદી બહુ રમાડતા. મને મન થયું એટલે હું તેમના યાર્ડમાં જઈને દાદાના ખોળામાં બેસી ગયો…ઘરે આવ્યા પછી મમ્મી એ મને પૂછ્યું કે તું ત્યાં શું કરતો હતો…
મેં કહ્યું “કાંઈ નહીં, હું તો તેમને રડવામાં મદદ કરતો હતો…”
– Jignesh L Adhyaru (જીગ્નૅશ અધ્યારુ.)
ખુબજ સુંદર વિચાર મેં વાંચ્યા બાળક ના મન ની કલમ થી નીકળેલા…
રાત્રી ના ૧૨ વાગ્યે ને ૨૨ મીનીટે મારી મન ઈ બાળકો ના જીવન વિષે વિચારવા લાગ્યું જેના મન માં પ્રેમ વિષે કેટલા સુંદર વિચાર અને બનેલા પ્રસંગો ની મીઠી મધુરી યાદ છે જેને આજે દુનિયા વાંચી ને તેમના બાળપણ પર ગર્વ અનુભવે છે…
ધન્ય છે એવી જનેતાને જેના બાળ ના મન માં પ્રેમ એટલે બસ….. કઈ નથી કહેવું નહીતર મારા હાથ થાકશે અથવા આ રાત…..