નોકરી માટે ની જાહેરાત….નવી ખણખોદ… 6


નોકરી ની જાહેરાતો માં ના કેટલાક જાણીતા વાક્યોના અજાણ્યા મતલબ

COMPETITIVE SALARY: અમે અમારા પ્રતિસ્પર્ધી કરતા ઓછું ચૂકવીને હજીય competitive છીએ.

JOIN OUR FAST-PACED COMPANY : તમને જેટલુ આવડતુ હોય એ બસ છે. તમને ટ્રેનીંગ આપવાનો સમય કે પૈસા અમારી પાસે નથી.

CASUAL WORK ATMOSPHERE: દીવસની બે ચ્હા, એક પાણીની બોટલ (ઠંડી) અને જીન્સ-ટી શર્ટ પહેરવાની છૂટ (તમારા માં ડેરીંગ હોય તો ઈયરીંગ પણ પહેરો)

MUST BE DEADLINE ORIENTED: નોકરીના પહેલા દીવસે તમે શેડ્યુલથી છ મહીના પાછળ છો…

SOME OVERTIME REQUIRED: કોઈકવાર દરેક રાત અને કોઈકવાર દરેક વીક-એન્ડ (ઓવર ટાઈમને પૈસા સાથે કોઈ Professional સંબંધ નથી)

DUTIES WILL VARY: તમારો કોઈ એક બોસ નથી…….અનેક છે..

CAREER-MINDED: અપરણીત મહીલા અને પરણીત પુરૂષો જ એપ્લાય કરે….

APPLY IN PERSON: જો તમે દેખાવમાં સારા નહીં હો….કે પછી જી હજુરી કરો તેવા નહી લાગો તો …..જગ્યા ભરાઈ ગઈ છે

NO PHONE CALLS PLEASE: નોકરી જનરલ મેનેજરના સાળાને અપાઈ ગઈ છે….ઈન્ટર્વ્યુ તો ફક્ત TA/DA લેવા માટે છે.

SEEKING CANDIDATES WITH A WIDE VARIETY OF EXPERIENCE: જે છોડીને જતા રહ્યા છે તેમને તમારે Replace કરવાના છે.

PROBLEM-SOLVING SKILLS A MUST: અમારી કંપની માં મેનેજમેન્ટના કોઈ ઠેકાણાં નથી. તમે થૉડુ ધણું મેનેજ કરવાની ટ્રાય કરો….

REQUIRES TEAM LEADERSHIP SKILLS: મેનેજર ની જવાબદારી અને ટ્રેઈની નો પગાર.

And last but not the least…

THOSE WHO APPLIED EARLIER NEED NOT APPLY : જેમણે અમને એક વાર રીજેક્ટ કર્યા છે એ બીજી વાર મહેરબાની ના કરે….


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “નોકરી માટે ની જાહેરાત….નવી ખણખોદ…