સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રઘુવીર ચૌધરી


પોટકું – રઘુવીર ચૌધરી 3

સૂરજ વળી પાછો વાદળમાં ઢંકાઈ ગયો. બસ-સ્ટેશન ના ચોગાનનાં ખાબોચિયાં એકાએક અંધ બની ગયાં. એક નવી બસે પ્રવેશ કર્યો અને કન્ડકટરે નીચે ઉતરીને સીટી વગાડી. ડ્રાઈવરે રીવર્સ ગતિમાં મદદ કરવા માંડી. બસનાં વ્હીલ પાણીવાળા ભાગમાં રહે એ ડ્રાઈવરને ગમતું ન હતું અને બસના બારણા નીચે ખાબોચિયું આવે તો પેસેન્જરોને ચઢતાં-ઊતરતાં કેવી રીતે ફાવે એ કન્ડક્ટરની મૂંઝવણ હતી.બસને બે વાર પાછી પાડીને આગળ લીધી તે પછીય પાછલાં વ્હીલ તો કાદવવાળા પાણીમાં જ રહ્યાં. કન્ડક્ટર કન્ટ્રોલરની કેબિન ભણી ઉપડ્યો. એક ડોશીએ કંઈક પૂછવા ધાર્યુ હોય એમ બે ડગલાં ચાલીને એ એની સામે ગયાં.’આ તો એક્સપ્રેસ બસ છે’. એમ કહીને કન્ડક્ટર ડોશીનો પ્રશ્ન સાંભળ્યા વિના જ આગળ વધી ગયો. ડોશી ચાલવાનું ભૂલી ગયાં.


ધરાધામ – રઘુવીર ચૌધરી 3

નાનપણમાં દાદાજી વૃક્ષની ઘટાની છાયામાં માળા ફેરવતા અને અગમનિગમની વાતો કરતાં, દાદાની એ બેઠકના અલભ્ય અનુભવો કવિને આજે પણ સાંભરે છે, અને એ બેઠકમાંથી તેમણે જે જીવનભાથું મેળવ્યું તેની વાત પ્રસ્તુત રચનામાં કવિ કહે છે. સમયનું ચક્ર ઘણું આગળ વધી ચૂક્યું છે પણ કવિનું મન એ ચક્રને પાછું ફેરવીને બાળપણમાં પહોંચી ગયું છે એ વાત કવિ રઘુવીર ચૌધરી કહે છે.