ત્રણ ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 15 comments


૧.

સવારની વાત સાંજે થાય ના,
ગીત આવડે પણ ગવાય ના.

ખેંચી શકે એટલું તું ખેંચજે
જોજે જરા કે તૂટી જાય ના.

હિત એનું એ જ તો જોશે ભલા
વાતમાં વચ્ચે એને લવાય ના.

એમ તો હું એકલો ચાલી શકું,
હોય સાથે તો જરા થકાય ના.

એક સરખા જો બધાય હોત તો?
એટલે સરખામણી કરાય ના.

ભૂલ મારી કે બીજાની છે થઈ,
પાકવાનું છે પણ પકાય ના.

રડવામાં કોઈ એવું ના કહે,
ી ખરું કે એકલા હસાય ના?

૨.

વાદળી વરસે નહીં તો ચાલશે
બાફ આ વધશે નહીં તો ચાલશે.

દેખાય મેઘધનુષ્ય, વાહવાહ
એકાદ રંગ ઓછો હશે, ચાલશે.

મહેક માટીની મને તો જોઈએ,
એ ભલે પલળે નહિં તો ચાલશે.

તો અમે મઝધારે શું ખોટા હતાં?
તું કહે છે મોજા વિના ય ચાલશે.

ચાલ ભૂલી ગયાનું કર કબૂલ
યાદ પાછી નહીં કરે તો ચાલશે.

જિંદગી ઉબડખાબડ હોય છે,
ઠેસ લાગે ત્યાં સુધી તો ચાલશે.

શમણું સરસ આવવું જોઈએ,
ઉંઘ આવે કે ના આવે ચાલશે.

મત્લા, મક્તા પરાણે ગોત માં,
શેર એક ઓછો હશે તો ચાલશે.

૩.

હથેળીમાં તો હોય એ વંચાય છે,
એમાં વળી ક્યાં કશું ભૂંસાય છે?

વાતને હળવાશથી લેવાય છે,
ભૂલવાની વાત ક્યાં ભૂલાય છે?

કોઈક દિલમાં છૂપાય છે વળી
કોઈક પાંપણે આવી ડોકાય છે.

પેટ ભરી ઓડકાર ખાધા પછી,
મનમાં પાછું કંઈક રંધાય છે.

સમય એનું કામ છે કર્યા કરે,
અત્તર પણ ક્યારેક ગંધાય છે.

પાડ ઘસરકા તું તિરાડ નહીં
કે એ પછી ક્યાં વળી સંધાય છે?

એ વળી ગઝલ વાંચીને શું કરે?
આમ પણ એ પાંચમાં પૂછાય છે!

– ડૉ. મુકેશ જોષી

ડૉ. મુકેશભાઈ જોષીની ત્રણ સુંદર ગઝલરચના આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


15 thoughts on “ત્રણ ગઝલો.. – ડૉ. મુકેશ જોષી

 • Dr.Vasanti Trivedi. Dr.Dushyant Trivedi

  Can somebody find, a poem,philosophical one એક જ વેલ ના અનેક તુમદા, સૌ ના ભાગ્ય નિરાલા’ please find and put it here if possible, and oblige, or intimate on which CD it is available? Please put it with detail. Thanks

 • tej

  ખુબ જ સુંદર્… વાંચેી ને મજ્જા પડેી ગઈ…
  ” ચાલ ભૂલી ગયાનું કર કબૂલ
  યાદ પાછી નહીં કરે તો ચાલશે.” કેતટલુ સરળ ને સુંદર રેીતે કહેી દિધુ!

 • Rajendra Shah

  સુંદર , નાનકડી પંક્તિ ઓ માં મોટી વાત !

  દેખાય મેઘધનુષ, વાહ , વાહ,
  એકાદ રંગ ઓછો હશે તોય ચાલશે !
  અને,

  પાડ ઘસરકા તિરાડ નહી !

 • Mitul Thaker

  સરસ રચના કરી મુકેશભાઇ તમે…. એ વળી ગઝલ વાન્ચી ને શુ કરે ? આમ પણ એ …મસ્ત્…

 • pradeep

  Great wording, you opened gates in my heart dam, and flowing of “Urmi” & “Lagani”.
  I too by profession civil engineer and like to feel such Ghazals.

 • RASIKBHAI

  ભુલાય નહિ એવિ ગઝલો, મુકેશ્ભાય અભિનન્દન્.

 • Harnish Jani

  મુકેશ એટલે મુકેશ– ગાય કે લખે. દિલ તર થઈ જાય. આ મુકેશ તો કાગળ પર લીટો કરે તો કવિતા થઈ જાય.

 • Mr.P.P.Shah

  Very well worded and a pleasing one. Dr. Joshi you must have obtained doctorate in literature only. This is the 4th Engineer penning on literature like this .I liked your gazals. I too worked in SSNNL as G.M.(A/Cs) @ 7th floor during the time of S/Shri PA Raj and Sanat Mehta.

 • Mr.P.P.Shah

  well worded and pleasing one by a Civil Engr. It seems Dr. Joshi you must have obtained doctorate in literature. This is rather 4th Engineer is penning on literature here on this platform.-I too worked in SSNNL as G.M.(A/cs) @7th floor during the time of s/Shri PA Raj & Sanat Mehta.

Comments are closed.