પરમ તેજે… – ભવસુખ શિલુ (ઈ-પુસ્તક ડાઊનલોડ) 3


આજે પ્રસ્તુત છે શ્રી ભવસુખભાઈ શિલુ દ્વારા સંકલન અને રચના પામેલ ઈ-પુસ્તક ‘પરમ તેજે…’ પ્રસ્તુત પુસ્તકમાં ભવસુખભાઈ વિશ્વની રચના, પ્રકૃતિ અને પુરુષ, સજીવસૃષ્ટિ, ધર્મ અને સમાજ, વર્ણવ્યવસ્થા અને સત્વ, રજસ, તમસ, સનાતન ધર્મ, માનવસમાજ અને હિન્દુ ધર્મ, સાંપ્રત વિશ્વ અને મધ્યમમાર્ગ જેવા વિષયોને આવરી લઈને વિગતે ચર્ચા કરે છે. આ સુંદર, મર્મસભર અને અનેકવિધ વિષયોની વિગતે ચર્ચા કરતું પુસ્તક ઈ સ્વરૂપે પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા પુસ્તક માટે શુભકામનાઓ.

પુસ્તકનું પ્રથમ પ્રકરણ છે ‘વિશ્વની રચના

વિશ્વના તમામ પદાર્થોનું પ્રથમ દ્રષ્ટિએ વર્ગીકરણ કરીએ તો જડ અને ચેતન એમ બે વિભાગ પાડી શકાય એ. જડ પદાર્થોમાં ચેતન સજીવસૃષ્ટિ સિવાયના તમામ પદાર્થો આવી જાય એ અને આ ચેતન સૃષ્ટિ જડ કરતાં પાંચ વિશેષ ગુણો ધરાવે એ જે જડ સૃષ્ટિમાં શક્ય નથી. એ છે જન્મ, વૃદ્ધિ, પ્રજનન, જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુ.

સજીવ પદાર્થનો પહેલો ગુણ તેનો જન્મ થાય છે એટલે કે અન્ય પુરોગામી સજીવ દ્વારા જન્મ થાય છે. અહીં એક પ્રશ્ન અડીખમ ઊભો છે કે પુરોગામી સજીવના આત્યંતિક પુરોગામી કોણ? પહેલા મરઘી કે પહેલા ઈંડું? પહેલાં વૃક્ષ કે પહેલાં બીજ? આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ નથી. કદાચ કોઈ સ્પષ્ટતા થાય તો તે સંપૂર્ણ સંતોષકારક નથી પણ સજીવ દ્વારા સજીવનો જન્મ થાય છે તે છે સજીવની પ્રથમ વિશેષતા, જન્મ થયા પછી શરીરની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ થયા પછી અનુકૂળ સંજોગોમાં બીજો જીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા પામે છે અને પોતાની જાતિનું પ્રજનન કરી શકે છે. પછી સજીવનો દેહ જીર્ણ થતો જાય છે, અંતે મૃત્યુ પામે છે. મૃત્યુ બાદ શરીરમાં સજીવપણું રહેતું નથી કે ફરી તેમાં સજીવપણું લાવી શકાતું નથી અને તેનું જડ પદાર્થમાં રૂપાંતર થઈ જાય છે. જડ પદાર્થોમાં જન્મ – વૃદ્ધિ – પ્રજનન – જરા અને મૃત્યુ જોવા મળતાં નથી.

સજીવસૃષ્ટિના હિન્દુ શાસ્ત્રોએ ચાર વિભાગ પાડેલા એ, અંડજ, જરાયુજ, ઉદભિજ અને સ્વેદજ….

વધુ વાંચવા અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી એક ક્લિકે તદ્દન નિઃશુલ્ક મેળવો ઈ-પુસ્તક ‘પરમ તેજે…’


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

3 thoughts on “પરમ તેજે… – ભવસુખ શિલુ (ઈ-પુસ્તક ડાઊનલોડ)