સિલ્લક સુંદર શ્યામ… – સ્નેહલ મઝુમદાર 9 comments


સરવૈયાં સજાવો શ્યામ
આવક જાવક કછુ ના સમજત
સિલ્લક સુંદર શ્યામ

ૌમડઘુમડકર આય છુપાયો
નાચ્યો બહોત કરચોર
આયકરમેં બનકર મધુકર
ક્યોં બિસર્યો તેરો નામ. સિલ્લક

આવન કહ ગયે અજહુ ન આયે
ઐસી રિફંડકી રાહ
ગોપી વિરહકો જાનલે પ્યારે
સૂનો ગોકુલ ધામ. સિલ્લક

કર આયોજન છોડકે ચલ બસ
ચાકર બનકુ આન
વૃંદાવનકી કુંજગલીનમેં
બાજત કદંબકે PAN. સિલ્લક

અન્વેષકકા વેષકો ત્યાગો
હરિત કલમ ધર કામ
શક ઔર સંશયકે સંસારી
વ્રજ મહું કબ વિશ્રામ. સિલ્લક

ગિનતી કરત ઈસ જનમ ગંવાયો
શુન્ય થયો પરિણામ
વધઘટકી વાણીમેં ભૂલ્યો
ઘટઘટમેં ઘનશ્યામ. સિલ્લક

બજટ બનાવત બંસી ભૂલ્યો
કૈસો તેરો કામ?
કર કલમ કલા કપટમેં
તિરકીટધા કો ધામ. સિલ્લક

– સ્નેહલ મઝુમદાર

શ્રી સ્નેહલ મઝુમદાર સાથેની ઓળખાણ તદ્દન પ્રોફેશનલ, તેઓ અમારી કંપનીમાં એક્સ્ટર્નલ ઑડીટર તરીકે આવે, મારે તેમને અથવા તેમના સ્ટાફને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવાની અને સાઈટ પર ફેરવી રિપોર્ટ આપવાનો. પણ મારી તેમની સાથે પહેલી ઓળખાણ કાંઈક અજબ અંદાઝમાં થઈ.

કંપનીનું કદાચ પ્રથમ ઑડીટ ચાલતુ હતું ત્યારે મીટીંગમાં જરૂરી ડેટા લઈ આવવા મને કહેવાયું અને હું આવ્યો એટલે તેમની સાથે ઓળખાણ કરાવતા અમારા ચીફ ઑપરેટીંગ ઑફીસરે કહ્યું, “મીટ હીમ, હી ઈઝ જીજ્ઞેશ અધ્યારૂ, હી હેન્ડલ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટીવીટીઝ હીયર” પણ મઝુમદાર સાહેબ મારા નામ પર જ અટકી ગયેલા, તેમની યાદશક્તિની ખાસીયત કહો કે ગમે તેમ, એકાદ મિનિટ પછી પૂછી બેઠા, “નવનીત સમર્પણમાં પેલો શિયાળબેટ વિશેનો લેખ તમારો હતો?” હવે આશ્ચર્ય પામવાનો વારો મારો હતો. તે પછી તો ઓળખાણ વધી, હવે ક્યારેક ગીરમાં સાથે જવાના તેમના પ્રસ્તાવને પણ અમલમાં મૂકવો છે. એક મિત્રના સંગ્રહમાંથી મળી આવેલી તેમની જ આ રચના પ્રસ્તુત કરતા આનંદ થાય છે. શ્રી સ્નેહલ મઝુમદાર સંતુર વિશે પણ સારુ જ્ઞાન ધરાવે છે, શાસ્ત્રીય સંગીતની તેમની અને અમારા ચીફ ઑપરેટીંગ ઑફીસરની ગહન ચર્ચાઓના તો અમે અનેક વખત સાક્ષી રહ્યા છીએ. કૃષ્ણભક્તિ અને અકાઉન્ટ વિભાગનો અનોખો સુમેળ ધરાવતી તેમની આ રચના આજે પ્રસ્તુત કરી છે.


9 thoughts on “સિલ્લક સુંદર શ્યામ… – સ્નેહલ મઝુમદાર

 • R.M.Amodwal

  balance is to be understood through daily commercial Transaction or Professional activity reference to your ” ADHAYATMIK ” level of your personal Prayer to Shayam: Banshidhar, dharnidhar , Damodar , Jay shri Krishana
  nice

 • Harshad Dave

  સ્નેહલભાઈ, તમને દુષ્યંતભાઈને ત્યાં મળ્યા, સાંભળ્યા પછી તિરકિટધા પણ વાંચવા લાગ્યો છું. તમે (બંને) બહુમુખી પ્રતિભા ધરાવો છો. એ સમયે શ્રી ઉદયન ઠક્કર તેમજ શ્રી જવાહર બક્ષી પણ આપણી સાથે હતા. એ યાદગાર ક્ષણોની યાદમાં સરી પડ્યો… -હર્ષદ દવે.

 • UMAKANT V.MEHTA. NEW JERSEY.

  ગુનગુનાહત “સ્નેહલ “ભૂલાયો, !!
  કૈસો તેરો કામ ” અતુલ ”
  કર કલમ કલા કપટસે,
  ગયો સંગીત કો ધામ!! …સિલક
  “અતુલ ” ટૉટૉવા, ન્યુ જર્સી.

 • rasila

  vyavsaayanaa words no smartly use gamyo. bahu j saras-
  abhaar aksharnaad no jethi tamaaree kruti vanchavaa mali

 • Rajesh Bhat

  Snehal Majumdar has a unique style of writing which we all know through his column “Tirkitdha” in ” Janmabhoomi Pravasi” every Sunday.

 • RASIKBHAI

  સ્નેહલ્ભયિ >>>>જન્માભુમિ>>>>તિર્કિત્ધા>>>>કેમ ભુલાય ?

Comments are closed.