જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૧) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી 8


જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો – ૧

 પત્ની જેવી પણ હોય, ધન જેટલું પણ હોય, ભોજન જેવું પણ હોય. આ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રાપ્ત કરવાનું.

 પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહિ, તેને નષ્ટ કરવામાં જ લાભ સમાયેલો છે.

 અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય.

 હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે. પરંતુ મનુષ્યે આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ.

 આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે. એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહી.

 પોતાના હાથો વડે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ હોય છે. માનવીએ પોતાનું દરેક કામ પોતાના હાથે જ કરવું જોઈએ.

 ભલા અને વિદ્વાન લોકો સાથે સંબંધ રાખો. જરૂર પડ્યે સ્ત્રીને દગો આપનાર અંતમાં કષ્‍ટ પામે છે.

 અંધાધુંધ ખર્ચ કરનાર એટલે કે પોતાની આવક કરતા વધારે ખર્ચ કરનાર અને બીજા સાથે વગર કારણે કજીયો કરનાર લોકો ક્યારેય સુખી નથી થતા.

 જેવી રીતે ધરતીને ખોદવાથી પાણી નીકળે છે. તેવી રીતે જ ગુરુની સેવા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગુરુની સેવા કર્યા વિના માનવી કદાપી સારી શિક્ષા પ્રાપ્ત નથી કરી શકતો.

 હંમેશા બીજાનું ભલું કરો. સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનું ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખદુ:ખમાં ભગવાન હંમેશા સાથે જ રહે છે.

 જીવન અને મૃત્યુનું ચક્ર તો હંમેશાથી ચાલતું રહ્યું છે. આત્મા અમર છે, એ કેવળ પોતાનું શરીર બદલે છે.

 આત્મા સાથે પરમાત્મા છે.મનુષ્ય પોતાના દરેક શરીરની સાથે પોતાના જન્મોના કર્મોનું ફળ પામે છે.

 શાંતિ પોતાની મર્યાદાઓની સ્વીકૃતિ છે.

 શાંતિ મનુષ્યની સુખદ અને સ્વાભાવિક સ્થિતિ છે.

 શાંતિનો વિજય પણ યુધ્ધના વિજયોથી ઓછો મહત્વપૂર્ણ નથી.

 જ્યાં બુદ્ધિ શાસન કરે છે ત્યાં શાંતિમાં વૃદ્ધિ થાય છે.

 જેનામાં શાંતિનો નિવાસ નથી, તેના બધા જ સદગુણ વ્યર્થ છે.

 જો તમારા અંતરમાં શાંતિ નહિ હોય, તો બહાર તેની શોધ કરવાથી કંઈ વળવાનું નથી.

 ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.

 જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યા ગયા છે તેને સદાયે શાંતિ જ છે.

 જયારે હૃદય અને મન બંને શાંતિમાં હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ આરામ મળી આવે છે.

 મનની શાંતિનું મૂલ્ય સંપત્તિ અને સ્વાસ્થ્ય કરતા ઘણું વધારે છે.

 જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઇ ગઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.

 મનની શાંતિ અનુકૂળ પરિસ્થિતિઓ દ્વારા નહિ પરંતુ આંતરિક પરિવર્તન દ્વારા પ્રાપ્ત કરવી જોઈએ.

 શાંતિનો મૂળ આધાર શક્તિ છે.

 પોતપોતાના કાર્યો સારી પેઠે બજાવવાથી માણસ સિદ્ધિ મેળવી શકે છે.

 મનુષ્યની સૌથી મોટી સંપત્તિ છે_ સહાનુભૂતિપૂર્ણ પત્ની !

 કોઈપણ ત્યાગ બદલાની ભાવનાથી ન કરવો જોઈએ, જ્યાં સ્વાર્થ કે લેવાની વૃત્તિ છે, તેવો માણસ ઉન્નત નહિ થઇ શકે.

 સાચું સુખ બહારથી નહિ પણ હૃદયમાંથી મળે છે.

 દિલથી કોક જણે તો અંતે કરવી ભલાઈ, તું કરશે તોય નથી કરતો ઉપકાર નવાઈ.

 કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા.

 શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે.

 શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.

 કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી.

 આ જગત દુર્જનની અધમતા કરતા સવિશેષ સજ્જનની નિષ્ઠુરતાથી પીડિત છે.

 મનુષ્યે ધર્મ બજાવવા માટે હૃદય, મન અને બુદ્ધિનો સદુપયોગ કરવો જોઈએ.

 જ્ઞાની બીજાની ભૂલ જોઈ પોતાની ભૂલો સુધારે છે.

 શ્રદ્ધા બુદ્ધિથી પણ પર હોય છે.

 વિદ્યા એ પુરુષની અનુપમ કીર્તિ છે.

 સદવિચારોથી કોમળ કોઈ ઓશીકું નથી.

 ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.

 આજે તમે જે કરી શકો તેમ હો તે આવતી કાલ પર કદીયે મુલતવી રાખશો નહીં.

 તમે ગમે તે ભાષા બોલશો,પણ તમે જેવા હશો તેવા જ શબ્દો તમારા મોઢામાંથી બહાર આવશે.

 કુરૂપ મન કરતા કુરૂપ ચહેરો સારો.

 દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.

 ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.

 પુસ્તક ખિસ્સામાં રાખેલો બગીચો છે.

 પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગવું સોપાન છે.

 સજ્જનો બીજા ઉપર ઉપકાર ખૂબ જ વિનમ્રતાથી કરે છે અને તેવા વખતે એવું લાગે છે કે તેઓ ઉપકાર મેળવી રહ્યા છે, પણ વાસ્તવમાં તેઓ ઉપકાર કરી રહ્યા હોય છે.

 તમે ગમે તેટલા પુસ્તકો વાંચશો,પણ જો તમારું જીવન પુસ્તક નહિ વાંચો તો તેનો કોઈ જ અર્થ નથી.

 મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.

 એ રીતે કામ કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે.

 સૌંદર્યનો આદર્શ સાદાઈ અને શાંતિ છે.

 જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે.

 આજે ભણવાનું સૌ કોઈ જાણે છે પણ શું ભણવું જોઈએ તે કોઈ જાણતું નથી.

 જે બીજાને આશરે રહેશે કોઈને કોઈ રીતે અપમાન થશે જ.

 ઓળખાણ બધાની સાથે રાખી શકાય પણ દોસ્તી તો થોડાકની સાથે જ થાય.

 લોકપ્રિયતા એ છે જે માનવીના અવસાન પછી પણ એને જીવતો રાખે છે.

 તમે તમારા દેશને ચાહો, પણ પૂજા તો સત્યની કરો.

 તમે ન બોલો, તમારા કામને બોલવા દો.

 માફી આપવી એ ઘણું સારું છે પણ ભૂલી જવું એ તો એના કરતાય વધુ સારું છે.

 સાવધાન રહેવાથી દુર્ભાગ્ય ચાલ્યું જાય છે.

 પરમેશ્વર અંદરથી સૂચના આપ્યા કરે છે, એથી વધારે બીજું કંઈ તે કરતો નથી.

 માણસ ધારે છે કંઈ ને થાય છે કંઈ, માણસની ઈચ્છા અને યોજના કામ આવતી નથી. બુદ્ધિપૂર્વકનું કાર્ય દૈવ પ્રતિકૂળ હોય તો નિષ્ફળ જાય છે.

 મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.

 મન ભારે વિચિત્ર છે. ભાવિની કલ્પના કરી દોડાદોડી કરે છે. તે જ આપણને થકવી નાખે છે. જે ક્ષણે જે જીવન જીવાતું હોય તે ક્ષણે તેની સાથે એકરૂપ થઈ જીવવામાં જીવનનો આનંદ છે. ઈન્દ્રીયના સુખોથી તે અનેકગણું ઊંચું છે.

 સત્ય જ જગતનો સાર છે. એનાથી વિશ્વ ટકે છે. એના પર સોનાના ઢાંકણાનું આવરણ આવી જાય તો તે હટાવી સત્યને પામવું તે છે સાધના.

 ભૂતકાળનો વિચાર ન કરો,તે તો વહી ગયેલો છે. ભવિષ્ય આપણા હાથમાં નથી. વર્તમાનને ઉત્તમ રીતે જીવો ને ત્રણે કાળના સ્વામી બનો.

 પરમેશ્વર અંદરથી સૂચના આપ્યા કરે છે, એથી વધારે બીજું કંઈ તે કરતો નથી.

 માણસ ધારે છે કંઈ ને થાય છે કંઈ, માણસની ઈચ્છા અને યોજના કામ આવતી નથી. બુદ્ધિપૂર્વકનું કાર્ય દૈવ પ્રતિકૂળ હોય તો નિષ્ફળ જાય છે.

 મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.

 આજે મોટાભાગના લોકો જેને સુખ માને છે તે ખરેખર તો બીજું કંઈ નહિ, માત્ર એમની ઈચ્છાઓની પૂર્તિ છે.

 મેં આટલું કર્યું અને એણે આટલું કર્યું એવી કામની ગણતરી કરનાર કામ તો બગાડે છે, પણ માનવતાને લુપ્ત કરે છે.

 માનવ જીવન અટપટું છે. કામ, ક્રોધ, લોભ, મોહનો નચવ્યો તે નાચે છે. છતાં તે માને છે કે હું જીવું છું. વિકારોથી ખરડાયેલું જીવન સાચું જીવન નથી. એક વિકાર શમે કે બીજો પેદા થયા વગર રહેતો નથી. વિકારની તૃપ્તિથી જે સુખ અનુભવાય છે તે ક્ષણિક છે. તેની સાથે દુ:ખ જોડાયેલું જ છે. નિર્વિકાર અવસ્થા જ સાચા સુખની ક્ષણ છે.

 મન ભારે વિચિત્ર છે. ભાવિની કલ્પના કરી દોડાદોડી કરે છે. તે જ આપણને થકવી નાખે છે. જે ક્ષણે જે જીવન જીવાતું હોય તે ક્ષણે તેની સાથે એકરૂપ થઈ જીવવામાં જીવનનો આનંદ છે. ઈન્દ્રીયના સુખોથી તે અનેકગણું ઊંચું છે.

 વર્તમાનમાં જીવો..સહજ અને સારી રીતે જીવો.જીવનને ઈશ્વરની ઉત્તમ ભેટ સમજી જીવો. આવું જીવન છે યોગ.

 ગાડીમાં બેઠા પછી પોટલાનો ભાર આપણે ઉપાડવો પડતો નથી. ઈશ્વર(અનંત ચેતના)ની ગાડીમાં ચઢી બેસી હળવા ફુલ થઈ જાવ.

 દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ યાદ રાખવા જેવી કોઈ મુર્ખામી નથી. ભુલવું એ પણ કળા છે.

 ભુલવા જેવી ઘટનાઓને ભુલતા શીખો ને જીવનમાં ઉતારવા જેવા પ્રસંગોને હૃદયમાં સંઘરતાં શીખો.

 પ્રવૃત્તિની કિંમત તે નાની કે મોટી છે તે પરથી અંકાતી નથી. નાનામાં નાનું કાર્ય કેટલી યોગ્ય બુદ્ધિથી થયું તેના પર જ તેની આંકણી થાય છે.

 મારાપણામાં મમત્વ છે. તે જ માણસને પાડે છે. જગતના બધા કલહોના મૂળમાં મારાપણાનો મોહ છે. જેણે મમત્વ જીત્યું તેણે જગ જીત્યું. જગતની કોઈ ચીજ નથી મારી કે તારી. આટલું સમજાય તો જગત બદલાઈ જાય.

 ઉપરથી ઈશ્વરની અપાર દયા વરસી રહી છે. એ કૃપાની જો મુઠી વાળી દઈશું તો ઉપરવાળો પણ મુઠી વાળી દેશે. વરસતી કૃપાનો હથેળીને સ્પર્શ થાય ન થાય ત્યાં જ એને વહાવી દો. જેમ વહેંચતા જઈશું તેમ વધારે ને વધારે કૃપા વરસતી જશે.

 પોતે ખરેખર જેટલા સારા હોય તેટલા દેખાવાની હિંમત બહુ થોડા લોકોમાં જ હોય છે.

 ઓછો બોલવાનો સ્વભાવ સારો છે પરંતુ જાણીબૂઝીને કશું જ નહિ બોલો તો તમારા વિશે અનેક પ્રકારની ગેરસમજ પ્રેરાશે.

 મોટાભાગના લોકો બીજા પર પોતાના દોષનો ટોપલો ઢોળી પોતાને નિર્દોષ સાબિત કરવા ટેવાયેલા હોય છે.

 કોઈના વખાણ કરી ના શકતા હો તો કશો વાંધો નહિ બીજાનાં વખાણ સાંભળી શકો તો યે ઘણું છે.

 જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો અને જેવો સવાલ તેવો તેને જવાબ.

 મિત્રોની ટીકા ખાનગીમાં કરો જાહેરમાં તેની પ્રશંસા કરો.

 કીર્તિ એવી ચીજ છે જે માણસે કમાવી પડે છે અને ગૌરવ એવી ચીજ છે જે વ્યક્તિએ ખોવી ન જોઈએ.

 નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો સુગંધ તો તેવી જ આવવાની છે.

 તમે પ્રતિષ્ઠાને લાયક બનો અને તમને પ્રતિષ્ઠા ન મળે તો તે ચાલશે પણ પ્રતિષ્ઠાને પાત્ર બન્યા વિના જ પ્રતિષ્ઠા મળે તો તે નુકશાનકારક છે.

 ધન અને સ્ત્રી છોડવા સહેલા છે પણ પ્રતિષ્ઠાનો મોહ છોડવો મુશ્કેલ છે.

 કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે.

 આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે.

 કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે.

 જેઓ અનિત્ય શરીરમાં રહેતા હોવા છતાં નિત્ય યશ પ્રાપ્ત કરે છે તેઓ જ ખરા બુદ્ધિશાળી છે.

 પ્રતિષ્ઠા મેળવવા વર્ષો મહેનત કરવી પડે છે જયારે કલંક એક ક્ષણમાં જ લાગી જાય છે.

 જેની કીર્તિ નષ્ટ થઇ જાય છે તેનું જીવન જ નષ્ટ થઇ જાય છે.

 જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.

 જીવનનો એક યશપૂર્ણ કલાક કીર્તિરહિત યુગોથી વધુ ચઢિયાતો છે.

 પ્રસિદ્ધ થવાની એક મોટી શિક્ષા એ છે કે માણસે નિરંતર ઉન્નતશીલ રહેવું પડે છે.

 બધા પ્રકારની કીર્તિ જોખમી છે. સારી કીર્તિથી ઈર્ષા પેદા થાય છે અને ખરાબ કીર્તિથી શરમ ઉત્પન્ન થાય છે.

 છાનું છપનું ભલું કરજો અને કીર્તિનું રૂપ ધારણ કરે ત્યારે સંકોચ પામજો.

 બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા યોગ્ય બનવાનો પ્રયાસ કરવો એ જ સાચી પ્રતિષ્ઠાનો માર્ગ છે.

 આહારમાં અને વ્યવહારમાં સ્પષ્ટ રહેનારો સુખી થાય છે.

 મનુષ્યનો વ્યવહાર એ એવું દર્પણ છે કે જેમાં તેની જાત દૃશ્યમાન થાય છે.

 પોતાનાથી મોટા લોકો પ્રતિ વિનયશીલ અને ઉદાર રહો. પોતાના સમવયસ્કોનાં ઘનિષ્ટ મિત્ર બનો અને તેમનો આદરભાવ રાખો. પોતાનાથી નાના પ્રતિ દયાભાવ અને ઘનિષ્ટતા રાખો.

 આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો વ્યવહાર જ મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે.

 જેવી રીતે ખરાબ વ્યવહાર ચેપી હોય છે. તેવી જ રીતે સારો વ્યવહાર પણ ચેપી હોય છે.

 સામાન્ય મનુષ્યો સાથે કરેલા વ્યવહાર પરથી મહાપુરુષો એમની મહત્તાનો પરિચય આપે છે.

 ધર્મનો સમસ્ત સાર સાંભળો અને સાંભળીને તેનું બરાબર પાલન કરો. જે વ્યવહાર પોતાને પ્રતિકૂળ સમજાય તે બીજાની સાથે પણ ન કરો.

 બધાને પ્રેમ કરો થોડાક પર વિશ્વાસ કરો અન્યાય કોઈને ન કરો.

 આપણાથી વધારે તાકાતવાનના આપણે ભક્ત બની જઈએ છીએ અને ઓછી તાકાતવાળા સામે યમરાજ જેવું વર્તન કરીએ છીએ.

 સારા વર્તનથી સંપત્તિ વધે છે, સારા વર્તનથી માન મળે છે, સારા વર્તનથી આયુષ્ય વધે છે અને સારા વર્તનથી જ માણસના ચારિત્ર્યના દોષ દૂર થઇ જાય છે.

 વિનયહીન વિદ્યા, દયાહીન દાન, ભાવહીન ભક્તિ અને સ્નેહહીન માન આ ચારેય અફળ અને દુ:ખદાયી છે.

 બીજાના દુર્ભાગ્ય સમયે સાવધાની રાખીને વર્તન કરવું.

 નાનાં છોકરાઓ રડીને બીજા પાસેથી વસ્તુ મેળવે છે. જયારે મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે.

 ઉપર ચઢતી વખતે લોકો સાથે સારો વ્યવહાર રાખવો કારણ કે નીચે આવતી વખતે એ જ તમને પાછા મળશે.

 વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાવ અને જ્ઞાનમાં વૃદ્ધ થાવ.

 વ્યવહારમાં સુખી રહેવું હોય તો એટલા જ પગ પ્રસારવા કે જેટલી ચાદર લાંબી હોય.

 આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જયારે પુરુષાર્થ શરૂઆતમાં દુ:ખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ.

 સાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી.

 કંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે કારણ કે કર્તવ્ય કર્મ ન કરનાર જ સૌથી મોટો પાપી છે.

 આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.

 વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે.

 જેણે વધારે પરસેવો પાડ્યો છે એને ઓછું લોહી બાળવું પડશે.

 જેમ શક્તિ ઓછી તેમ મહેનત વધારે કરવી પડે.

 હું તો પ્રયત્નને જ પરમ સાફલ્ય માનું છું.

 પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે પણ એને પૂરાં તો પરિશ્રમ જ કરે છે.

 આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે.

 પરિસ્થિતિને અનુકૂળ બનાવવાના પ્રયત્નો આજ સુધી ખૂબ કર્યા, હવે પરિસ્થિતિને અનુકૂળ બનવાના પ્રયત્ન કરતા જાવ.

 જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળવતું નથી.

 અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે.

 પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે : કંટાળો, કુટેવ અને જરૂરિયાત.

 પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.

 મહેનત એ એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે.

 ધન એ અથાક પરિશ્રમનું ફળ છે.

 જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.

 મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.

 જે માણસ ખરેખર જાણે છે, તે બૂમો પાડતો નથી.

 જે ચીજની જરૂર ન હોય તે કરોડોની હોય તો પણ કોડીની બની જાય છે. જરૂર પડતાં ધૂળ પણ કિંમતી બની જાય છે.

 વેઠથી માણસ થાકે છે. કામના કલાકો ઘટાડવા એ ઉપાય નથી. કામનું કળામાં, સૌંદર્ય સર્જનમાં રૂપાંતર થતાં કામ આનંદ બની જાય છે.

 જે કામ તમે જાતે કરી શકો તે બીજાને સોંપો નહિ.

 સગો જેમ નજીકનો તેમ વિશેષ ભયરૂપ.

 કોઈ ગુલામીથી કમજોર બનતું નથી, પણ જે કમજોર હોય છે તે ગુલામ બને છે.

 ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.

 જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.

 સ્વધર્મને શોધવા જવો પડતો નથી. જે કાર્ય સામે આવીને ઉભું રહે તેને પ્રેમભાવે કરો. ફૂલ છોડને પાણી પાવું શું ચેતનાને અભિષેક નથી ?

 બુદ્ધિશાળી વ્યક્તિ વીતી ગયેલી ક્ષણનો શોક નથી કરતા, ભવિષ્યની ચિંતા નથી કરતા માત્ર વર્તમાનકાળને લક્ષમાં રાખીને જ વ્યવહાર કરે છે.

 ગઈકાલ એ ડેડ બોડી – મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે અને આ વર્તમાનક્ષણ તમે પોતે છો. માટે પળેપળ વર્તમાનમાં જીવતા શીખો.

 આજ નિશ્ચિત છે, કાલ અનિશ્ચિત છે.

 કર્તવ્ય અને વર્તમાન આપણું છે. ફળ અને ભવિષ્ય ઈશ્વરને હાથ છે.

 ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી. આપણે નિર્માણ કરવાનું છે.

 વીતી ગયેલી ગઈ કાલ એ કેન્સલ થયેલા ચેક જેવી છે. એમાંથી કંઈ મળવાનું નથી. આવતીકાલ એ પ્રોમિસરી નોટ છે, એ આવશે ત્યારે આવશે.

 જે વર્તમાનની ઉપેક્ષા કરે છે તે બધું જ ખોઈ દે છે.

 ન તો ભૂતકાળની પાછળ દોડો કે ન તો ભવિષ્યની ચિંતા કરો કેમ કે ભૂતકાળ છે તે નષ્ટ થઇ ગયો છે અને ભવિષ્ય હજુ આવ્યું જ નથી.

 ભવિષ્યની ચિંતા ન કરો. હંમેશા વર્તમાન પર જ પૂરું ધ્યાન લગાવો. જો વર્તમાનને સંભાળી લઈએ તો ભવિષ્ય પોતાની મેળે જ સુધરીજશે.

 દરેક પરિસ્થિતિની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે, કારણ કે તે સંપૂર્ણ અનંતતાનું પ્રતિનિધિત્વ કરે છે.

 વર્તમાનથી ભવિષ્યને ખરીદી શકાય છે.

 સમગ્ર સંસારમાં આ ક્ષણથી ચડિયાતું બીજું કશું છે જ નહિ.

 જે ભવિષ્યનો ભય નથી રાખતો તે જ વર્તમાનનો આનંદ માણી શકે છે.

 તમારી પાસે કંઈ જ બચ્યું નહિ હોય ત્યારે ભવિષ્ય તો બાકી હોય જ.

 ભૂતકાળને ભવિષ્યનું બીબું ન બનાવો. જેવો ભૂતકાળ હોય તેવું જ ભવિષ્ય હોય તે જરૂરી નથી.

 ભવિષ્યનું મધુર ચિત્ર ગમે તેટલું ગુલાબી લાગે છતાંયે તેના પર વિશ્વાસ ન કરો. ભૂતકાળને જમીનમાં દફનાવી દો અને આ વર્તમાન ક્ષણમાં જીવો.

 વાણીનું આભૂષણ ઉત્તમ પ્રકારનું છે કારણ કે તે કદી ઘસાતું નથી.

 પહેલું મૌન વાણીનું અને છેલ્લું મૌન વિચારનું છે.

 મીઠા બોલ બોલજો, એટલે મીઠા પડઘા સંભળાશે.

 બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો તો તમને જીવનમાં કામ આવે તેવી ઘણી વાતો જાણવા મળશે.

 વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું એ વાણીની પ્રથમ વિશેષતા છે. સત્ય બોલવું એ વાણીની બીજી વિશેષતા છે. પ્રિય બોલવું એ વાણીની ત્રીજી વિશેષતા અને ધર્મગત બોલવું એ વાણીની ચોથી વિશેષતા છે. આ ચારેય ક્રમશ: એકબીજાથી ચઢિયાતા છે.

 ન બોલાયેલા શબ્દના તમે માલિક છો અને બોલાયેલા શબ્દના ગુલામ.

 વાણીનો કાળ હોય છે, મૌનની અનંતતા.

 વાણી સંયમનો પહેલો નિયમ એ છે કે વગર પ્રયોજને અને વધુ પડતું બોલવું નહિ.

 માણસે પોતાના શબ્દો ત્રણ હેતુ માટે વાપરવા જોઈએ – સાજા કરવા, આશીર્વાદ આપવા અથવા સમૃદ્ધ થવા.

 ઉતાવળે કે વગર વિચાર્યે કંઈ જ ન બોલીએ. પૂરો વિચાર કર્યા વગર પ્રતિજ્ઞા ન લઈએ, અને લઈએ તો યાદ રાખીએ અને પાળીએ.

 જે સમય અનુસાર પ્રિય વાણી બોલવાનું જાણતો નથી તે જીભ હોવા છતાં બોબડો છે.

 બે વસ્તુ માટે શરમાવવા જેવું છે – બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું.

 શરીરના ઘા તો દવાથી સારા થઇ જાય છે પણ વાણીના ઘા કદી રૂઝતા નથી.

 મધુર વાણી જ જપ છે અને મધુર વાણી જ તપ છે.

 જો તમે એક વાર બોલતાં પહેલા બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો.

 સંકલ્પ વિના માનવીના જીવનમાં ક્યારેય ટેક આવતી નથી અને ટેક પેદા વિના જીવનની ઉન્નતિ થતી નથી.

 માણસ પ્રથમ સંકલ્પ કરે છે પછી સંકલ્પ માણસનું જીવન ઘડે છે.

 સારું કામ કરવા માટે ધન કરતાં પણ વધુ સરળ હૃદય અને સંકલ્પની જ જરૂર છે.

 મહાન સંકલ્પ જ મહાન કાર્યોનો જનક હોય છે.

 આ જગતમાં બધું આપણા સંકલ્પ દ્વારા જ નાનું કે મોટું બને છે.

 જે મનુષ્ય પોતાના નિશ્ચયમાં દ્રઢ અને અટલ હોય તે મનુષ્ય દુનિયાને પોતાની રીતે બદલી શકે છે.

 નિશ્ચય જ સારામાં સારી અને સાચામાં સાચી ચતુરાઈ છે.

 મનુષ્યમાં શક્તિની ખામી નથી હોતી સંકલ્પની ખામી હોય છે.

 મહાપુરુષોમાં સંકલ્પ હોય છે, સાધારણ લોકોની ઈચ્છાઓ.

 મોટા મોટા મહાન સંકલ્પો આવેગમાં જ જન્મ લે છે.

 પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વગરના જહાજ જેવું છે જાણે કે કાગળના જહાજ જેવું !

 આપણે સતત બૂરખો ઓઢીને જીવ્યા છીએ. ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણે એક જ ચહેરાથી જીવીશું ને જે છીએ તે જ દેખાવાનો અભિગમ દાખવીશું.

 કોઈ પણ વસ્તુનો નિર્ણય કરવાને માટે ત્રણ વસ્તુની જરૂર છે – અનુભવ, જ્ઞાન અને નિર્ણયને અભિવ્યક્ત કરવાની ક્ષમતા.

 સંકલ્પ એટલે કાર્યશીલ ચારિત્ર્ય.

 સંકલ્પ એ સંકલ્પકર્તા માટે દીવાદાંડીનું કામ કરે છે જે તેને બતાવે છે કે હજી તે કેટલે દૂર છે અને ત્યાં કેવી રીતે પહોંચવું.

 સંકલ્પવાન માણસ નિષ્ફળ જાય તો પણ હતાશ થતો નથી.

 ઈચ્છાનું મૂળ સંકલ્પ છે. આથી મનુષ્ય જેવો સંકલ્પ કરે છે તેવી ઈચ્છા કરે છે અને પછી તે ઈચ્છા પૂરી કરવા તેને અનુરૂપ કર્મ કરતો રહે છે.

 સંકલ્પથી જ મનની ઉપર વિજય મળી શકે છે.

 મહાન કાર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે.

 સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતા તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.

 અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસ આપને તે કામ કરવાની તાકાત આપે છે.

 આત્મવિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે.

 જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો પણ આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે.

 જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.

 મોટા લોકોની પ્રશંસાથી આપણો આત્મવિશ્વાસ વધુ દૃઢ થાય છે.

 આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.

 પોતાના પર અસીમ વિશ્વાસ સ્થાપિત કરવો અને એકલા બેસીને અંત:કરણનો અવાજ સાંભળવો તે વીરપુરુષનું કામ છે.

 જેને પોતાની પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.

 પોતાનું કેન્દ્ર બહાર ન રાખો તે તમારું પતન કરશે. પોતાનામાં પૂર્ણ વિશ્વાસ રાખો અને પોતાના કેન્દ્ર પરથી કામ કરતા રહો, કોઈ વસ્તુ તમને હેરાન કરશે નહીં.

 જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે, તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી.

 જો આપનામાં આત્મવિશ્વાસ નથી તો આપ જીવનમાં હંમેશા અસફળ જ રહેશો પણ જો આપનામાં આત્મવિશ્વાસ હશે તો કામને શરુ કર્યા પહેલા જ આપ સફળ હશો.

 ઘણી વાર વ્યક્તિના અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે.

 પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.

 મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી

 આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, ભારત માટે મારું આ જ સ્વપ્ન છે

 આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ

 નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી

 જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો

 દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે

 તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો

 યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે

 સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે

 સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું

 ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે

 લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય

 કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ

 તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા તેને છોડી દે છે

 આપણે આપણા પશુરીતના વિકાસક્રમમાં અનેક પ્રદેશોને હજી જીતી શક્યા નથી. અનંત આનંદો, અનંત રત્નભંડારો, અનંત શક્તિઓ, સહજ જ્ઞાનના તેજોમય વિસ્તારો, આપણા સ્વરૂપની વિશાળ શાંત અવસ્થાઓ, આપણી રાહ જોઈ રહ્યા છે. જે લોકો સઘળા સ્વાર્થો, સઘળી સંકુચિતતાઓ છોડી દઈને નીકળી પડે છે, તે લોકો આ બધું મેળવ્યા વિના જંપતા જ નથી.

 વિષમતામાંથી બચવું હોય તો, બહારનું જીવન જીવવા માટેની શીખ અંદરથી મેળવીએ. પોતાની પૂર્ણતા માટે બહારની સંસ્થાઓ અગર તંત્ર પર જરાય આધાર ન રાખીએ. જીવનના ઉમદારૂપે અને આકૃતિઓના નિર્માણ માટે વૃદ્ધિ પામતી પોતાની આંતરિક પૂર્ણતાનો જ ઉપયોગ કરીએ. આ રીતે અંતર્મુખ થવાથી ઉર્ધ્વતા પામી શકીશું, સત્યનું પ્રત્યક્ષ દર્શન કરી શકીશું. ને સચ્ચાઈપૂર્વક જીવી શકીશું.

 ભગવાનના રાજ્યની સ્થાપના કરવી હશે તો પ્રથમ તો ભગવાનને જાણવા જોઇશે. જીવનના દિવ્ય સત્યને જોવું અને જીવવું જોઇશે. ભૂતકાળના નિષ્ફળ ગયેલા ખ્યાલો અને કાર્યોનો ભગવાનના રાજ્યની સ્થાપના માટે કઈ રીતે ઉપયોગ થઇ શકે તે વિચારવું જોઇશે. મહાન આદર્શના પ્રકાશ ભણી દોરી જતી શક્તિના સમર્થ ઉપકરણ બનવા માટે પોતાની જાતને તૈયાર કરવી જોઇશે.

 જુદા જુદા ધાર્મિક સંપ્રદાયોના ઝઘડા જુદા જુદા લડી રહેલા વાસણોના ઝઘડા જેવા છે. દરેક વાસણ એવી તકરાર કરતુ હોય છે કે, હું એકલું જ અમૃતત્વને ધારણ કરું છું. આ તકરાર ભલે ચાલ્યા કરે આપણું કામ તો એ છે કે, આપણે આ અમૃત પાસે પહોંચી જઈએ. અને અમૃતત્વ મેળવી લઈએ.

 જે સમાજ પ્રગતિ નથી કરતો, એ સમાજ બંધિયાર બની જાય છે, તેમાં મનુષ્યત્વ મરી પરવારે છે. મનુષ્યત્વ સામાજિક તંત્રની બેડીઓમાં જકડાઈ જાય, કચડાઈ જાય, એ સ્થિતિ અનિવાર્યપણે જડતા તરફ અને જીવનશક્તિના હ્રાસ તરફ દોરી જશે. જીવનશક્તિ વહેતી રહે અને જ્ઞાનની ક્રાંતિનો ઉદય થાય ત્યારે જ સમાજ બદલાય છે.

 આપણે સમાજને પ્રગતિ અને ઉન્નતિનું સાધન બનાવવાને બદલે અત્યાચાર અને બંધનનું કારણ બનાવી દીધો છે. એ આપણા અધ:પતનનું, નિર્વીર્યતાનું કારણ બન્યો છે. મનુષ્યત્વને ઉન્નત કરો, એના મંદિરના દ્વાર ખોલી દો. એની અંદર બેઠેલા ભગવાનનો પ્રકાશ ફેલાવા દો. પછી સમાજ આપોઆપ ઉમદા બની જશે. એનું અંગેઅંગ સુંદર બની જશે. મુક્ત અને ઉમદા આશયોની પ્રવૃત્તિનું સફળ ક્ષેત્ર બની જશે.

 ગીતાજી જગતનું શ્રેષ્ઠ ધર્મપુસ્તક છે. અસંખ્ય રત્નોથી ભરેલો અતળ સાગર છે. જીવનભર મથવા છતાં એના ઊંડાણનું અનુમાન થઇ શકે એમ નથી. એના તળિયાનો તાગ પામી શકાય એમ નથી. સેંકડો વર્ષોની શોધ પછી પણ એના અદ્રશ્ય રત્નભંડારનો હજારમો ભાગ પણ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. એના એકાદ – બે રત્નો મળી જાય તોય દરિદ્ર ધનિક બની જાય, ગંભીર ચિંતક – જ્ઞાની બની જાય, ભગવદદ્વેષી ભગવતપ્રેમી બની જાય, ને કોઈક મહાપરાક્રમી કર્મવીર જીવનનો ઉદ્દેશ્ય સાધવા કટિબદ્ધ બની જાય.

 જે યોગ પરમાત્માની સભર પૂર્ણતાને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે તે જ પૂર્ણયોગ છે. જે દિવ્યપૂર્ણતાનો સાધક છે, તે જ પૂર્ણયોગી છે. જે કોઈ યોગ આપણને જગતથી સર્વથા દૂર લઇ જાય, તે ભલે દિવ્ય તપસ્યાનું ઊંચું રૂપ હોય છતાં એક પ્રકારનું વિશિષ્ટ સંકુચિત સ્વરૂપ જ છે. પોતાના પૂર્ણસ્વરૂપમાં પ્રભુ પદાર્થમાત્રને આલિંગી રહ્યા છે. આપણે પણ એવી જ રીતે સર્વને આશ્ર્લેષમાં લેતા થવાનું છે.

 અહી ચાલી રહેલા યોગનું લક્ષ્ય બીજા યોગો કરતા જુદા પ્રકારનું છે. આ જગતની અજ્ઞાનથી ભરેલી ચેતનામાંથી ઉપર ચઢીને દિવ્ય ચેતનામાં પહોંચવું એટલું જ એનું લક્ષ્ય નથી, પરંતુ એ દિવ્યચેતનાની વિજ્ઞાનશક્તિને મન, પ્રાણ, અને શરીરના અજ્ઞાનમાં નીચે ઉતારવી, એ ત્રણેને નવું રૂપ આપવું, ભગવાનને અહી પ્રગટ કરવા જે જડત્વમાં દિવ્યત્વનું સર્જન કરવું એ છે યોગનું લક્ષ્ય.

 આપણે અ યોગમાં જગતની કોઈપણ વસ્તુનો ત્યાગ કરવા માંગતા નથી રાજકારણ, ઉદ્યોગ, સમાજ, કવિતા, સાહિત્ય, કળા, વેગેરે સઘળી વસ્તુઓ કાયમ રહેશે. પરંતુ આપણે એ વસ્તુઓને એક નવો આત્મા અને એક નવું રૂપ આપવું પડશે.

 જે સ્થાને તવંગર લોકો, વેદોના પાઠ કરનાર પંડિત, દયાળુ રાજા ન હોય અને બીમાર પડીએ ત્યારે દવા ન મળતી હોય તેવા સ્થાને રહેવું બેકાર છે.

 મિત્રતા એવા સ્થાનના લોકો સાથે કરવી જોઈએ જ્યાં ભય, શરમ, ચતુરતા અને ત્યાગ જેવા ગુણો હોય, નહીતર એ દેશ અથવા એવા લોકો પાસે રહેવું ઉચિત નથી.

 જ્ઞાન જો હલકી કોટિના પ્રાણીથી પણ મળતું હોય તો તેને ગ્રહણ કરવામાં સંકોચ રાખવો જોઈએ નહિ.

 જો કોઈ દુષ્ટ વંશમાં બુદ્ધિશાળી કન્યા હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. ગુણ જ સૌથી મોટી વિશેષતા છે.

 ગાંડા, બુદ્ધિહીન માણસથી હંમેશા દૂર રહો, આવા લોકો પશુ સમાન હોય છે. ખરાબ સંગતથી દૂર રહો અને અજ્ઞાનીને પોતાની પાસે ન આવવા દો.

 પોતાના હૃદયની ગુપ્ત વાતો કદાપી બીજાને ન કહો. પોતાની ગુપ્ત વાતો બીજાને કહેનાર લોકો હંમેશા દગો પામે છે.

 જે જગ્યાએ ઝઘડો થતો હોય તે સ્થળે કદાપી ઉભા ન રહેવું. ઘણીવાર આવા ઝઘડા – લડાઈમાં નિર્દોષ લોકો માર્યા જાય છે.

 જો ભયંકર દુષ્કાળ પડે તો આવા પ્રસંગે કોઈ બદમાશ – ગુંડાની મિત્રતા કરવાથી લાભ થાય છે. કારણ કે બદમાશ – ગુંડો પોતાની શક્તિના બળે ગમે ત્યાંથી ભોજન મેળવી લે છે અને પોતાના મિત્રોને પણ ખવડાવે છે.

 દરેક માનવીએ વાસ્તવિકતાનો સહારો લેવો જ જોઈએ. કલ્પના કરી માઠા પરિણામો વિશે વિચારી પોતાનું લોહી બાળવું જોઈએ નહીં.

 કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા તેનાથી ગભરાવવું જોઈએ નહિ, તેમજ તેને અધવચ્ચે છોડી પણ દેવું જોઈએ નહી.

 કામ માનવીની સૌથી મોટી પૂજાનું બીજું નામ છે. જે માનવીઓ ખરા મનથી પોતાનું કામ કરે છે, તેઓ અવશ્ય સફળ થાય છે અને સદા સુખી રહે છે.

 જો ધનનો નાશ થઇ જાય, મનની શાંતિ હણાઈ જાય, સ્ત્રી ચરિત્રહીન હોવાની શંકા હૃદયમાં આગ લગાવતી હોય…….આ બધી વાતો બુદ્ધિમાન પુરુષો બીજાને નથી કહેતા. જે માનવી આવું કરવાની ભૂલ કરે છે, લોકો તેની હાંસી ઉડાવે છે.

 ધર્મમાં લેવડ – દેવડ અને વ્યાપારમાં હિસાબ – કિતાબ, વિદ્યા અને સાહિત્યમાં સંગ્રહ અને ખાવા – પીવાના વ્યવહારમાં જે માનવી સંકોચ નથી રાખતો તે સદા સુખી રહે છે.

 સંતોષ અને ધીરજથી જે સુખ પ્રાપ્ત થઇ શકે છે તે બીજી કોઈ વસ્તુથી પ્રાપ્ત થતું નથી. સંતોષ અને ધીરજ શાંતિનું મૂળ છે.

 શુભ વિચાર, શુભ વાણી અને શુભ વર્તન એ સુખી થવાના સર્વોત્તમ ઉપાય છે.

 દુ:ખ દેનારને દુ:ખ અને સુખ દેનારને સુખ મળે છે.

 પ્રાપ્તિસ્થિતિમાં સંતોષ માનનાર સદા સુખી રહે છે.

 દર્દ એ આપણી ભૂલનું પરિણામ છે એમ સમજી યોગ્ય દવાઓ કરવી અને દર્દ મટ્યા પછી તેવી ભૂલો ન કરવી.

 સંતપુરુષો અને સજ્જનોના સંગમાં રહેવું. તે ન મળે તો સારા પુસ્તકો વાંચવા.

 દવા સાથે દર્દને અનુકૂળ પરહેજી – સંયમ નિયમ પાળવા, કહેવત છે કે, ” સો દવા ને એક પરહેજી.”

 શક્તિની દવા ખાનારે બ્રહ્મચર્ય પાળવું. બજારુ કચરા ન ખાવા, ખોરાક સાત્વિક અને શુદ્ધ લેવો, કબજિયાત ન થવા દેવી.

 ગેસ – વાયુની ફરિયાદવાળાએ ગાંઠિયા, ભજિયાં, ભૂંસું, ચેવડો, પૂરી – પકોડી, ટેસ્ટદાર બટાટા – વાલ – વટાણા જેવી વસ્તુઓ ન ખાવી.

 ચા, કોફી, કોકો, લેમન, વિમટો, રાસબરી વગેરે રૂપાળા રંગવાળા શરબતો, ઠંડા અને ગરમ પીણાં એકંદરે શરીરને ઘસનારા છે. આ બધાં ધીમા ઝેરથી દૂર રહેવું.

 દવાની સાથે ઉત્તમ આચરણ, સારી સંગત, સદાચાર, ઉત્તમ વાંચન તથા સાત્વિક આહારવિહારથી મન બુદ્ધિ સ્થિર અને શુદ્ધ થઇ શરીર વહેલું નીરોગી બને છે.

 શુદ્ધ હવામાં એકથી ત્રણ માઈલ નિયમિત ચાલનારને રોગો થતા નથી. થયા હોય તે વહેલા મટે છે.

 ભાઈઓ, બહેનો અને બાળકોએ દરરોજ સૂર્ય નમસ્કાર કરવાં.

 બ્રહ્મચર્ય, ભલાઈ, શાંતિ, મધુર વાણી, કલેશ અને ક્રોધહિતપણું, સાત્વિક આહાર વગેરે સદાચાર પાળવાથી દર્દ વહેલું માટે છે.

 આનંદ એ ઈશ્વરી ઔષધ છે.

 સો રોગોંકી એક દવાઈ, હસતા શીખો મેરે ભાઈ.

 શરીર સારું હોય તો સઘળી વાતે સુખી.

 સાદું જીવન, ઉત્તમ વિચાર અને સત્કર્મ એ જ ખરું કર્તવ્ય છે.

 આનંદ, મિતાહાર અને નિયમિતતા ઘરમાં ડોક્ટરને દાખલ થતા અટકાવે છે.

 સૂર્યનો પ્રકાશ બંધ કરશો તો ડોક્ટર ઘરમાં દાખલ થશે.

 વૈભવોના ઢગલા કરતાં તંદુરસ્તી વધી જાય.

 પોતપોતાના કાર્યો સારી પેઠે બજાવવાથી માણસ સિદ્ધિ મેળવી શકે છે.

 મનુષ્યની સૌથી મોટી સંપત્તિ છે_ સહાનુભૂતિપૂર્ણ પત્ની !

 કોઈપણ ત્યાગ બદલાની ભાવનાથી ન કરવો જોઈએ, જ્યાં સ્વાર્થ કે લેવાની વૃત્તિ છે, તેવો માણસ ઉન્નત નહિ થઇ શકે.

 સાચું સુખ બહારથી નહિ પણ હૃદયમાંથી મળે છે.

 દિલથી કોક જણે તો અંતે કરવી ભલાઈ, તું કરશે તોય નથી કરતો ઉપકાર નવાઈ.

 કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા.

 શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે.

 શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.

 કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી.

 આ જગત દુર્જનની અધમતા કરતા સવિશેષ સજ્જનની નિષ્ઠુરતાથી પીડિત છે.

 મનુષ્યે ધર્મ બજાવવા માટે હૃદય, મન અને બુદ્ધિનો સદુપયોગ કરવો જોઈએ.

 જ્ઞાની બીજાની ભૂલ જોઈ પોતાની ભૂલો સુધારે છે.

 શ્રદ્ધા બુદ્ધિથી પણ પર હોય છે.

 વિદ્યા એ પુરુષની અનુપમ કીર્તિ છે.

 સદવિચારોથી કોમળ કોઈ ઓશીકું નથી.

 ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.

 આજે તમે જે કરી શકો તેમ હો તે આવતી કાલ પર કદીયે મુલતવી રાખશો નહીં.

 તમે ગમે તે ભાષા બોલશો, પણ તમે જેવા હશો તેવા જ શબ્દો તમારા મોઢામાંથી બહાર આવશે.

 કુરૂપ મન કરતા કુરૂપ ચહેરો સારો.

 દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.

 ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.

 પુસ્તક ખિસ્સામાં રાખેલો બગીચો છે.

 પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગવું સોપાન છે.

 સજ્જનો બીજા ઉપર ઉપકાર ખૂબ જ વિનમ્રતાથી કરે છે અને તેવા વખતે એવું લાગે છે કે તેઓ ઉપકાર મેળવી રહ્યા છે, પણ વાસ્તવમાં તેઓ ઉપકાર કરી રહ્યા હોય છે.

 તમે ગમે તેટલા પુસ્તકો વાંચશો, પણ જો તમારું જીવન પુસ્તક નહિ વાંચો તો તેનો કોઈ જ અર્થ નથી.

 મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.

 એ રીતે કામ કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે.

 સૌંદર્યનો આદર્શ સાદાઈ અને શાંતિ છે.

 જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે.

 આજે ભણવાનું સૌ કોઈ જાણે છે પણ શું ભણવું જોઈએ તે કોઈ જાણતું નથી.

 જે બીજાને આશરે રહેશે કોઈને કોઈ રીતે અપમાન થશે જ.

 ઓળખાણ બધાની સાથે રાખી શકાય, પણ દોસ્તી તો થોડાકની સાથે જ થાય.

 લોકપ્રિયતા એ છે જે માનવીના અવસાન પછી પણ એને જીવતો રાખે છે.

 તમે તમારા દેશને ચાહો, પણ પૂજા તો સત્યની કરો.

 તમે ન બોલો, તમારા કામને બોલવા દો.

 માફી આપવી એ ઘણું સારું છે પણ ભૂલી જવું એ તો એના કરતાય વધુ સારું છે.

 સાવધાન રહેવાથી દુર્ભાગ્ય ચાલ્યું જાય છે.

 નારી, ધૂર્ત, આળસુ, ક્રોધી, અહંકારી, ચોર, કૃતઘ્ન, અને નાસ્તિક ઉપર કડી વિશ્વાસ કરવો જોઈએ નહિ.

 ક્રોધને શાંતિથી, દુષ્ટને સારા આચરણથી, કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી શકાય છે.

 લક્ષ્મીની પ્રકૃતિ વિચિત્ર છે. તે અતિઅધિક શ્રેષ્ઠ ગુણોવાળા, દાનશીલ, વીર, દ્રઢતા અને બુદ્ધિનું અભિમાન રાખનારા પાસે નથી રોકાતી.

 આ સંસારમાં દૃષ્ટ બુદ્ધિવાળા હમેશા નમ્ર તથા લજ્જાશીલ લોકોને દબાવે છે, અને તેમનું અપમાન કરતા રહે છે એટલા માટે અતિ વધારે નમ્ર બનવું પણ ઉચિત નથી.

 એ હાની હાની નથી જે પાછળથી લાભ આપે. આ સંસારમાં નાશ એને કહેવામાં આવે છે જે ધર્મ, અર્થ અને ચરિત્ર બધાને નષ્ટ કરી દે છે.

 જે મનુષ્યોના ખફા થવાથી આજીવિકા મેળવવાના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થઇ જાય તેમની પૂજા દેવતાઓ સમાન કરાવી જોઈએ.

 પોતાના વશમાં આવેલ શત્રુને ક્યારેય છોડવો નહિ. જયારે તમે અશક્ત હોવ તો નમ્રતાપૂર્વક શત્રુને માન આપો. અને જયારે શક્તિઓ પ્રાપ્ત કરી લો ત્યારે તેનો જડમુળથી નાશ કરી નાખો. શત્રુનું અસ્તિત્વ હમેશા ભય પ્રદાન કરે છે.

 નારી, રાજા, સર્પ, સ્વામી, સ્વાધ્યાય શત્રુ, ભોગ અને આયુષ્યનો વિશ્વાસ બુદ્ધિમાન મનુષ્ય કદી કરતો નથી.

 છિદ્રયુક્ત ચરિત્રને અધર્મ, અન્યાય તથા તેના વડે પ્રાપ્ત કરેલ ધનથી છુપાવવાની ચેષ્ટા વ્યર્થ છે કારણકે એનાથી તો એ વધારે ફેલાય છે.

 પચવા યોગ્ય અન્નની, યૌવનાવસ્થાને ઓળંગી ગયેલ સ્ત્રીની, યુદ્ધમાં જીતનાર પરાક્રમીની તથા પરમતત્વને જાણનાર તપસ્વીની બધા જ પ્રશંસા કરે છે.

 જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો.

 મનુષ્યો કર્મોથી મહાન બને છે, જન્મથી નહિ.

 મુર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલાજ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિને.

 સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ.

 વ્યક્તિએ અતિ પ્રમાણિક ના બનવું જોઈએ, સીધા વ્રુક્ષો જ પહેલા કપાય છે. અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા પહેલા ફસાય છે.

 દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે.

 મોટામાં મોટો ગુરુ મંત્ર છે : કોઈ સાથે તમારું રહસ્ય ન વહેચો. એ તમારો વિનાશ નોતરી શકે છે.

 તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછો : “હું આ શા માટે કરવા જઈ રહ્યો છું? આનું પરિણામ શું આવશે? શું હું સફળ થઇ શકીશ? જયારે તમે આ પ્રશ્નોનો ઊંડાણ પૂર્વક વિચાર કરો અને તેના સંતોષકારક ઉતર મેળવી શકો

 પછીજ એ કાર્યની શરૂઆત કરો.

 એક સ્ત્રીનું યૌવન અને તેનું સ્વરૂપ એ આ જગતની મોટામાં મોટી તાકાત છે.

 ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે, પણ એક સારા માણસની સારપ બધી દિશામાં ફેલાય છે.

 તમે કોઈ કાર્યની શરૂઆત કરો, તે પછી નિષ્ફળતાનો વિચાર કરીને ડર્યા ના કરો અને તે કાર્યને અધૂરું ન મુકો. જે લોકો ખંતથી અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે જ સુખી હોય છે.

 ભગવાન મૂર્તિઓમાં નથી. તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે. આત્મા મંદિર સમાન છે.

 તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિવાળા સાથે મિત્રતા કરશો નહિ. આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી.

 પહેલા પાંચ વર્ષ તમારા બાળકને ખુબ પ્રેમ આપો, પછીના પાંચ વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો, તેઓ સોળ વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાવ. તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે.

 શિક્ષણ એ સાચો મિત્ર છે. એક શિક્ષિત વ્યક્તિ બધેથી માં મેળવે છે. શિક્ષણનો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે.

(‘ટહુકાર’માંથી સાભાર)

સંકલન – સુમિત્રાબેન ડી..નિરંકારી
છક્કડીયા ચોકડી,તા.ગોધરા,જી.પંચમહાલ (ગુજરાત). ૯૭૨૬૧૬૬૦૭૬૫ (મો)
e-mail: Sumi7875@gmail.com


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૧) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી

  • JAYESH L.SONI

    RESPECTED SUMITRABEN,
    I HAVE READ YOUR ARTICAL “NITISUTRO”.I LIKE VERY MUCH.I NEED “TAHUKAR” BOOK.IF YOU SEND ME I WILL PAY AMOUNT OF THIS BOOK.PLEASE INFORM ME.

    THANKING YOU
    JAYESH L.SONI DT.03.05.2013

  • Harshad Dave

    મેં હમણાં એક વાક્ય વાંચ્યું: કોઈના ગુણોની પ્રશંસા કરવા કરતાં તે ગુણોને આપણાં જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરીએ તો એ વધારે સારી વાત કહેવાય. આ નિતી-સૂત્રોને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. પરંતુ અપનાવવા માટે સૂત્રો હોવા જરૂરી છે. આપે એ પુણ્ય કાર્ય કર્યું છે. આભાર.-હદ.