કરણી તેવી પાર ઉતરણી.. – ઋત્વિ વ્યાસ મહેતા 9

લો આ મીઠાઇ, મારી દીકરીને ત્યાં લક્ષ્મી પધાર્યા છે! આવું કહેતા સનતભાઇ એ પ્રમોદભાઇને મીઠાઇનું બોક્સ પકડાવ્યું. પ્રમોદરાય તેમનાં પત્ની સાથે છેલ્લા એક વરસથી વૃધ્ધાશ્રમમાં રહેતા હતા. તેમના પરમમિત્ર અને પડોશી સનતભાઇ તેમની ખબર અંતર પૂછવા મહિને એકવાર અચૂક આંટો મારતા.

મીઠાઇનું બોક્સ જોઇને પ્રમોદભાઇ અને સવિતાબેનના વૃદ્ધ કરચલી પડી ગયેલા ચહેરા સામે પાંત્રીસ વરસ જૂની ઘટના તરવરી ઉઠી.

૧૯૭૦ માં પ્રમોદરાય તેમની પદમણી સાથે અગ્નિને સાક્ષી માનીને ઘર સંસાર માંડ્યો હતો. પ્રમોદરાય એ વખતે સરકારી બેંકમાં કારકુનની નોકરી કરતા. ૧૯૭૧ માં સવિતાબેને પ્રથમ સંતાનના આગમનની ખુશખબરીથી સુખી લગ્નજીવનમાં સુવાસ પ્રસારી દીધી. બેંકમાં નોકરી કરતા પ્રમોદરાય અને B.A થયેલા સવિતાબેનને પ્રથમ સંતાન પુત્રરત્ન જ હોય તેવી ઇચ્છાના સ્ત્રીભૃણના સોનોગ્રાફિ રિપોર્ટે તોડી નાંખી ને બે અથવાડીયામાં પુત્રીની ગર્ભમાં જ હ્ત્યા. બીજા વરસે ફરીથી પુત્રી અને ભૃણ હત્યા આમ સતત ચાર વરસ તેમની પુત્ર એષણા અને ચાર ભૃણ હત્યા.

“અલ્યા પ્રમોદ, મારે ત્યાં લક્ષ્મીજી અવતર્યા છે – હું એક પુત્રી નો પિતા બની ગયો છું. હવે તુ કેટ્લીવાર પુત્રની લાલસા કર્યા કરીશ? હવે પુત્ર અને પુત્રીમાં કોઇ ફેર નથી રહ્યો.” પણ જેમ નાનુ બાળક જીદે ચડૂયુ હોય ને પોતાનુ ધાર્યુ જ કરે તેમ પ્રમોદરાયને સનતભાઇની વાત ગળે ના ઉતરી તે પોતના નિર્ણય માં ટસથી મસ થવા તૈયાર નહોતા.

આખરે પાંચ વરસ પછીના સોનોગ્રાફી રિપોર્ટમાં નિરાશામાં આશા દેખાઈ અને ઘણા હોંશ થી પુત્રનું નામ યુવરાજ પાડ્યું, એમના ઘર નો યુવરાજ. યુવરાજને ઘર માં કોઇ રિયાસતના યુવરાજ જેવો જ માન મોભો મળતો, તેનો પડતો બોલ ઝીલાતો, પાણી માંગતા દૂધ હાજર થતુ. તેમણ્રે ગજા બહારની સ્કુલ અને ઇજનેરી કોલેજમાં યુવરાજ નો અભ્યાસ કરાવ્યો, પોતાની બધી જ બચત વાપરી ને MBA કરવા અમેરિકા મોક્લ્યો.

જોયુ – આ જ સમય હોય છે જ્યારે છોકરી અને છોકરાનો તફાવત ખબર પડે છે. દીકરાના ઘરે હક થી રહેવાય જ્યારે દીકરીના ઘરે મેહમાન જ બની રહીયે. મારો તો દીકરો છે અને અમારે તો હક છે એની સાથે રહેવાનો – તે પણ મારી જેમ જ કર્યુ હોત તો આજે આવા દિવસો ના જોવા પડયા હોત. છોકરી એટલે સાપનો ભારો. સનતભાઇના પત્ની સરલાબેનની નાદુરસ્ત તબિયત ને લીધે દીકરીના ઘરે રહેવા જવા પર પ્રમોદરાયે આકરી ટીકા કરતા અભિમાનથી સંભળાવી દીધું. અમેરિકાથી આવ્યા પછી યુવરાજ ને એક પ્રાઇવેટ કંપનીમાં ઉચ્ચ પદે નોકરી અને સરિતાબેનની પસંદગી ની છોકરી સાથે લગ્ન બધુ જ ફટાફટ થતા પ્રમોદરાય ની છાતી ગજ ગજ ફુલી.
યુવરાજના એકત્રીસમાં જન્મદિનની ભેટ સ્વરૂપે વિલ કરી ને ઘર તેના નામે કરી દીધું. બસ એ પછી તેમની સાડાસાતી શરૂ થઈ ગઈ. યુવરાજ પત્નિમય બની ગયો અને સાસુ વહુ ની વચ્ચે ‘સાસભી ક્ભી બહુ…’ ના એપિસોડ શરૂ થઇ ગયા. સવિતાબેન ને ઘર, છોકરા અને વહુ પર પોતાની પક્ક્ડ છુટતી લાગી અને આખરે આ હુંસાતુંસીએ મોટા ઝઘડાનું સ્વરૂપ લીધુ.

પોતાનુ લગ્નજીવન બચાવા અને એકલા રહેવા માટે યુવરાજે પ્રમોદરાય અને સવિતાબેનને રાજગાદી પર થી ઉતારી અને વનવાસ જવાની ફરજ પાડી. ઘર પોતાના નામે ન હોવાથિ પ્રમોદરાય અને સવિતાબેનને ઘરડાઘરમાં જવાની ફરજ પડી.

અને આજે એ વાતને એક વરસ વીતી ચૂક્યુ છે. પુત્ર અને પુત્રીના ખરા ભેદનું જ્ઞાન તેમને વ્રુધ્ધાશ્રમમાં આવી ને થયું જ્યાં તેમના જેવા કટલાય સુપુત્રોથી તરછોડયેલા પ્રમોદરાય અને સવિતાબેન હતા. આજે વૃધ્ધાશ્રમની ખુરશી માં બેઠા બેઠા પ્રમોદરાય મનોમન કહે છે કે કાશ મેં “સુપુત્ર” ની જ્ગ્યા એ એક પુત્રીને જીવનદાન આપ્યુ હોત તો આ દીવસો જોવા ન પડત..

અક્ષરનાદ પર ઋત્વિ વ્યાસ મહેતાની આ પ્રથમ કૃતિ છે. નાનકડી વાર્તામાં ભૃણ જાતિ પરીક્ષણ અને ભૃણ હત્યા વિશેનો તેમનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રથમ રજૂઆત બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુ તેમને આવી વધુ કૃતિઓ રચવાની પ્રેરણા અને શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “કરણી તેવી પાર ઉતરણી.. – ઋત્વિ વ્યાસ મહેતા

  • La'Kant

    La’Kant:

    આખરે તો કર્મ-બંધન અને લેણાદેણી પ્રમાણેજ સંબંધો માં બંધાવાનું બનતું
    હોય છે! આપણે સારા ,આપણા કર્મો માનવતા-ભર્યા સાચુકલા તો આપણ ને
    સારું જ આવી મળવાનું! આવી શ્રધ્ધા ખરેખર મને તો ફળી છે…આજ દી’ સુધી.
    બાકી તો, “અપની અપની જુસ્ત્ઝૂ હૈ અપની અપની આરઝૂ હૈ.”
    માત્ર લબ્ઝોંપે મત જાઓ, સિર્ફ મતલબ સમજો યાર,
    મતલબ સમજકર, મર્મકો પાઓ,ખુદાકા સંકેત સમજો।
    વૈસે બિના મતલબ કુછ હોતાહી નહીં,ખુદકો સમજો યાર,
    સિર્ફ કહેનેકે વાસ્તે અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ,યાર,
    મિલે સૂર-સાઝકે સહારે અપના ગાના સબ ગાતે હૈં,યાર,
    કુદરતકે કારોબારર્મે કર્મોકે સહારે સબકુછ પાતે હૈં યાર!
    બાત કહેનેકા અપના અંદાઝ-એ-બયાં સબ ગાતેહૈં,યાર.
    ખુદકા શુકૂન ભીતરકા સબ બાર બાર દોહરાતે હૈં, યાર!
    ‘જિસકા જીતના આંચલ હો, ઉતના હી સબ પાતે હૈં,યાર!’
    કોઈ ભટક કર કોઈ સીધા ,આખિર સબ પહૂંચ હી જાતે યાર।
    જિસકી જૈસી જુસ્તઝૂ ,જિસકી જૈસી આરઝૂ જો સહી હો યાર!
    તુમ કહેતે:’ખુદામિલ ગયા’,હમ માનતે:”વો પાસ હૈ હી” યાર!
    બાત એક હી હૈ,દાયેં ચલો કિ બાયેં,ગોલગોલ ઘૂમના હી હૈ!
    ખુદાને ખુલ્લા છોડા ચુનાવ,અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ.
    ઐસા મૌકા જીવનમેં નહીં આતા બારબાર,મેરે યાર,
    ઐસે આદમી આદમી સે દિલસે કહાં મિલતા હૈ યાર?
    મિલા હૈ ઉસે અચ્છી તરહ નિભાઓ, મઝે લે લો યાર.
    ‘એક્સિડેંટ’દુર્ઘટનાહી નહીં હોતી, ’ઘટના’ હી કહો,યાર!
    છત્ર જાતા હૈ તો,ખુલા આકાશ ઉડનેકો મિલતા હૈ યાર,
    અપની અપની જુસ્તઝૂ હૈ અપનીઅપની આરઝૂ હૈ,યાર!
    –લા’કાન્ત / ૨૩-૩-૧૨

  • Vjoshi

    The real dilema is there is no happy medium to this social phenomena. If parents live with their son and his wife then his marital affairs
    are in jeopardy and if parents live in an adult community then parents are in jeopardy.

  • Vjoshi

    દરેક સમાજનો દ્રુશ્ટીકોણ્ કેટલો જુદો જુદો હોય છે એનુ આ એક સારુ ઉદાહરણ છે પશ્ચિમ દેશોંમા વ્રુદધાશ્રમમા જવુ એ હકીકત છે.

  • Harshad Raveshia

    જીન્દગીની વાસ્તવિકતા છે પરિવાર નહિ કે પરિવારમાં પુત્ર હોય કે પુત્રી!! આજે જમાનો વિભકત પરિવારોનો બની રહ્યો છે, સંયુક્ત પરિવારો ઘટી રહ્યા છે તેવા સંજોગોમાં દીકરાની લાલસા રાખવી નરી મૂર્ખતા છે!! બહાર કામ કરતા પતિ-પત્ની બન્ને એક તો મોડા સંતાન જન્મ ને પ્રાધાન્ય આપે છે તો બીજું સુધારેલા હોવાના દંભ હેઠળ “બસ એક બાળક, બીજું ક’દિ નહિ” એવી માન્યતા સાથે બીજા બાળકનો વિચાર પણ કરતા નથી!!

    હું તો એક વાત કહું, દીકરો હોય કે દીકરી, બન્ને પોતપોતાના માર્ગે રવાના થશે, “જેવું વાવ્યું હશે તેવું મળશે” એ વાક્ય પ્રમાણે “માવતરને ઠાર્ય હશે તો બાળકો તમને ઠારશે” નહિ તો પછી જોવાનો વારો આવશે વૃદ્ધાશ્રમનો દરવાજો!!