મારું વિલ અને વારસો – પં. શ્રીરામ શર્મા આચાર્ય (પુસ્તક ડાઉનલોડ) 3


ગુરૂપૂર્ણિમા નિમિત્તે સર્વે ભાવકજનોને શુભકામનાઓ. આ દિવસે પં. શ્રીરામ શર્મા આચાર્યનું પુસ્તક મારું વિલ અને વારસો આપ સૌની સમક્ષ ડાઉનલોડ માટે ઉપલબ્ધ થઈ રહ્યું છે. અક્ષરનાદ તથા તમામ વાંચકમિત્રો તરફથી આવું સતસાહિત્ય ઉપલબ્ધ કરાવવા બદલ મિત્ર શ્રી કાંતિલાલ કરશાળાનો આભાર માનીએ તેટલો ઓછો પડે.

મારું વિલ અને વારસો પુસ્તક વેદમૂર્તિ યુગદ્રષ્ટા ગુરુ પંડિત શ્રીરામ શર્માની જીવન-સાધનું સૌ કોઈને જીવનમાં પ્રેરણા આપે એવું પુસ્તક છે. જાગ્રત માનવી નિરંતર જીવનની સાધના દ્વારા કંઈક ને કંઈક એવું શોધવાને સિદ્ધ કરવા સતત પુરુષાર્થ કરતો આવ્યવો છે જે દ્વારા એને જીવનનું સાચું રહસ્યને સત્ય સિદ્ધ થાય.

આચાર્ય શ્રીરામ શર્માની જીવન સાધનાનું બસો પાનાનું આ પુસ્તક પંદર વર્ષની ઉમ્મરથી ૭૫ વર્ષની ઉમ્મરે ૫હોંચ્યા ત્યાં સુધી સત્યની શોધ માટેની સાધકના પુરુષાર્થની એક વાસ્તવદર્શી અનુભવ કથા છે. આ બધા વર્ષો દરમિયાન પોતાને ક્યાંથી કેવી પ્રેરણા મળી. એ પ્રેરણા ૫છી એને સિદ્ધ્ કરવા પોતે કેવોને કેટલો પુરુષાર્થ ક્યો એનુ સુરેખ ને સુવાચ્ય આલેખન સમગ્ર પુસ્તકમાં થયું છે.

ભારતના મહાન યાત્રા સ્થાનને પ્રાચીનકાળથી અનેક ઋષિમુનિઓને ૫ણ પ્રેરણા આ૫તા રહેલા એવા હિમાલયની ત્રણ વખતની યાત્રા આચાર્ય શ્રીરામની પ્રેરણાનું મહાન સ્થાન બની રહ્યું છે.

ગાયત્રી મહામંત્રનું માહત્મ્ય યુગ યુગથી ભારતના બધા આઘ્યાત્મ દ્રષ્ટાઓએ સ્વીકારેલું છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય માત્ર ગાયત્રી મંત્રના સાધક જ નથી ૫રંતુ એની મહાસાધના કરીને એમણે આત્મસાક્ષાત્કાર કરી એનુ ઊંડું સંશોધન કરી અનેક ગ્રંથો તૈયાર કરી સૌને પ્રેરણા આ૫તું વિશાળ સાહિત્ય તૈયાર કર્યુ છે એ નાનીસૂની સિદ્ધિ નથી.
એક માનવી જાગ્રત જીવન સાધના દ્વારા પોતે કેવી મહાન સિદ્ધિ કરી શકે છે અને એ સિદ્ધિ દ્વારા અનેક માનવીઓને સાધકોને સાધના માટે કેવી પ્રેરણા આપી શકે છે તેનું દર્શન સમગ્ર પુસ્તકમાં પ્રતિ૫ળે થાય છે.

“અમારુ વિલ અને વારસો” એ એક સાધક ગુરુના જીવનની અનુભવ કથાને સિદ્ધિઓના નીચોડ સમું મહામૂલ્યવાન પુસ્તક બન્યું છે.

પુસ્તક ડાઉનલોડ કરવા માટે જાઓ ડાઉનલોડ વિભાગ.


3 thoughts on “મારું વિલ અને વારસો – પં. શ્રીરામ શર્મા આચાર્ય (પુસ્તક ડાઉનલોડ)

Comments are closed.