શું તમે આ ખણખોદ વાંચી? (9) – સંકલિત 15


{ તમે છેલ્લે ક્યારે હસ્યા છો? જ્યારે બ્લોગ ‘અધ્યારૂ નું જગત’ ચાલતો ત્યારે શું તમે આ જોક વાંચ્યો છે ના શિર્ષક હેઠળ ઘણી પોસ્ટ કરી, એક લીટીના ચતુર વાક્યો અને નવા જોક શોધીને મૂકવાની મજા અલગ જ છે, બની શકે કે આજના સંકલનમાંથી ઘણાં જોક તમે સાંભળેલા હશે, કારણકે આ પોસ્ટ યાદશક્તિને આધારે બનાવી છે, પરંતુ આમાંથી કોઈ એક પણ જો તમારા ચહેરા પર સ્મિત લાવવામાં સફળ થાય તો તેની પાછળ લેવાયેલી મહેનત સફળ થઈ ગણાશે. – જીજ્ઞેશ અધ્યારૂ }

સમાચાર – અમૃતસરમાં ટ્રેન નીચે કપાઈ જવાથી ૧૦૦ લોકોના મૃત્યુ.
પત્રકાર સંતાસિંહને – આટલા બધાં લોકો કયા કારણે ટ્રેન નીચે આવીને કપાઈ ગયા?
સંતાસિંહ – અરે રેલવે વાળાએ જાહેરાત કરી કે ગાડી પ્લેટફોર્મ નંબર ૨ પર આવી રહી છે, એટલે બધા પ્લેટફોર્મ પરથી નીચે પાટા પર કૂદી ગયા.
પત્રકાર – તો પછી તમે કેમ બચી ગયા?
સંતાસિંહ – અરે યાર ! હું તો આત્મહત્યા કરવા આવ્યો હતો.

બંતાસિંહ એક ઈમારતના ત્રીજા માળે ઉભા હતા, રસ્તા પર દૂરથી તેમણે તેમના મિત્ર હજારાસિઁહને આવતો જોયો, એટલે તેમણે જોરથી બૂમ પાડી, “ઓયે હજારા સિંગ, ઈત્થે આ…”.
પણ હજારા સિંહના કાને આ શબ્દો પહોંચ્યા જ નહીં, આ જોઈ સંતાસિંહે બંતાસિંહને દૂરબીન આપ્યું, “ઓયે પહેલે દેખ તો લે વો હજારા સિંગ હૈ ભી કે નહીં..”
બંતાસિંહે જોયું તો તે હજારાસિંહ જ હતો, દૂરબીનથી એ ખૂબ પાસે દેખાતો હતો, તેના કાન તરફ દૂરબીન કરી બંતાસિંહે ધીરેકથી કહ્યું, ” ઓયે હજારા સિંગ, ઈત્થે આ…”

સમાચાર – બે સીટ વાળું વિમાન અમૃતસર પાસેના કબ્રસ્તાનમાં પડી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. સ્થાનીય સરદારોએ ૫૦૦ શબ શોધી કાઢ્યા છે, વધુ શબો માટે ખોદકામ ચાલુ છે.

સંતાસિંહને તેના દીકરાએ સવાલ પૂછ્યો, “પાપાજી, પહેલે કૌન આયા? મુર્ગી યા અંડા….”
સંતાસિંહ – ઓયે, જીસકા ઓર્ડર પહેલે દીયા વો પહેલે આયેગા…

એક રાત્રે એક મચ્છર સંતાસિંહના કાન પાસે ગુનગુન ગુનગુન કર્યા જ કરતો હતો. સંતાસિંહની ઊંઘ આનાથી ખરાબ થઈ રહી હતી, તેમણે મચ્છરને હાથમાં પકડી લીધો….. મચ્છર મરી ગયા છતાં તેમાંથી લોહી ન નીકળ્યું, સરદારે ધીરેથી મચ્છરને ઓશીકા પર મૂક્યું અને બોલ્યા, “સોજા મચ્છર બેટે સો જા…”
થોડી વાર પછી સંતાસિંહ હળવેથી ઉઠ્યા અને મચ્છર પાસે જઈ જોરથી કહે …… ગુનગુન ગુનગુન……

એક શરાબી એરપોર્ટની બહાર આંટા મારી રહ્યો હતો, એક ગણવેશધારી વ્યક્તિને જોઈને તે કહે, “ડ્રાઈવર, ચલ ગાડી કાઢ, બોરીવલી જવું છે…”
પેલી વ્યક્તિ – દેખાતું નથી હું પાયલોટ છું, કાંઈ ટેક્સી ડ્રાઈવર નથી…”
શરાબી – કાંઈ વાંધો નહીં, ચાલ પ્લેન કાઢ…

શર્માજીની પત્નીનું નામ શાંતિ હતું અને સેક્રેટરીનું નામ દયા, આ વાતને લઈને શર્માજી ખૂબ પરેશાન હતા, કારણકે જે એજન્ટ તેમની પાસે આવતા એ બધાંય એમ કહેતા, “તમારે તો શાંતિ છે, અમારે બસ તમારી દયા જોઈએ છે.”

એક મહાન લેખકે પોતાનું નવું પુસ્તક પત્નિને સમર્પિત કરતાં લખ્યું,
“સમર્પિત મારી પત્નિને, જેની અનુપસ્થિતિના લીધે આ પુસ્તકનું સર્જન શક્ય બન્યું..

સેનાના ટ્રેનિંગ કેમ્પમાં એક કર્નલે ટેબલ પર ઘણાં બધા બિસ્કિટનો ઢગલો કરીને પોતાના સિપાહીઓને કહ્યું, “આ બિસ્કીટ પર એમ તૂટી પડો જે રીતે તમે દુશ્મનની સેના પર તૂટી પડો છો…”
સૈનિકો બિસ્કીટ ખાવામાં લાગી પડ્યા, પણ એક સૈનિક બે બિસ્કીટ ખાઈ દસ ખીસ્સામાં મૂકતો હતો, એ જોઈ કર્નલ સાહેબે પૂછ્યું કે એવું કેમ કરે છે…
એ સૈનિક કહે, “દુશ્મનોને જીવતા કેદી બનાવી રહ્યો છું…”

વાજપેઈ અને મુશર્રફ વચ્ચે શિખર બેઠક શરૂ થઈ કે તરત મુશર્રફ પરસેવો લૂછતા લૂછતા બહાર આવ્યા, કહે કે મારે કાશ્મીર નથી જોઈતું.
પત્રકારો આશ્ચર્યચક્તિ થઈ ગયા કે જે સમસ્યાનું સમાધાન આટલા વર્ષોમાં નહોતું આવ્યું એ દસ મિનિટમાં કેમ આવ્યું?
વાજપેઈ હસતા હસતા બોલ્યા, “ભાઈ માર્કેટીંગનો જમાનો છે, મેં કહ્યું કાશ્મીર સાથે બિહાર બિલકુલ મફત…..”

શ્રોતા, કવિસંમેલન પૂરૂ કરીને જઈ રહેલા કવિને, “હું જ્યારે તમારી ગઝલો સાંભળું છું, આશ્ચર્યચક્તિ થઈ જાઊં છું.”
કવિ “હું આ ગઝલ કઈ રીતે લખું છું એ વિચારીને?”
શ્રોતા “ના,તમે ગઝલ શા માટે લખો છો એ વિચારીને……”

એક ધોબીનો ગધેડો ખોવાઈ ગયો હતો, આખોય દિવસ શોધવા છતાંય તેને મળ્યો નહીં, અંતે તે એક ઝાડ પર ચઢી દૂર નજર દોડાવવા લાગ્યો કે ક્યાંક તેનો ગધેડો તેને દેખાઈ જાય. તે ઝાડ પર ચઢ્યો તે પછી ઝાડના છાંયામાં એક પ્રેમીયુગલ આવીને બેઠું. પ્રેમની વાતો થવા લાગી, પ્રેમીએ પ્રેમીકાનો હાથ પકડીને કહ્યું, “જાન, તારી આંખોમાં મને આખુંય જગત દેખાય છે.”
ધોબી કહે, “એ ભાઈ, જરા ધ્યાનથી જો ને, મારો ગધેડો ક્યાંય દેખાય છે?”

હવે હું આતંકવાદી હુમલાઓથી નથી ડરતો, મારા લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે….

સંતાસિંહે પોલીસ સ્ટેશનમાં બંતાનું વોન્ટેડ લખેલું પોસ્ટર જોયું અને વિચાર્યું …..
“કે જો આ વોન્ટેડ હતો તો એને ફોટો પાડીને જવા કેમ દીધો?”

એક માણસ કરીયાણાની દુકાનની આસપાસ આંટા મારી રહ્યો હતો, કલાકોથી તેને આમ આંટાફેરા કરતો જોઈ દુકાનના માલિકે તેને પૂછ્યું, “અરે ભાઈ, તમારે જોઈએ છે શુ?”
પેલો માણસ કહે, “એક ચાન્સ”
જીજ્ઞેશ અધ્યારૂ
જેલમાંથી સજા પૂરી કરી છૂટી રહેલા ચોરને જેલરે પૂછ્યું, “તો હવે બહાર જઈને શું કરવાનો છે?”
ચોર કહે, “સોના ચાંદીના દાગીનાની દુકાન ખોલવાનો છું.”
જેલર, “તારી પાસે એટલા બધા રૂપીયા ક્યાંથી આવશે?”
ચોર કહે, “કમાલ કરો છો સાહેબ, એના માટે રૂપીયા નહીં, માસ્ટર કી ની જરૂરત પડે.”

રેલ્વેના એક ડબ્બામાં પ્રવાસ દરમ્યાન એક પ્રેમી યુગલ પ્રેમાલાપમાં વ્યસ્ત હતું,
પ્રેમીકા કહે, “મને માથું દુખે છે.”
પ્રેમીએ તેનું માથું ચૂમી લીધું, અને પ્રેમીકાને કહે “બસ? હવે બરાબર છે?”, પેલી કહે “હાં”
પ્રેમીકાએ થોડી વાર પછી ફરી કહ્યું, “જાનુ, મારા હાથ દુખે છે..”
પ્રેમીએ તેનો હાથ ચૂંમી લીધો અને પૂછ્યું, “હવે બરાબર છે?”, પ્રેમીકા કહે “હા”
ઉપરની બર્થ પરથી આ ખેલ જોઈ રહેલા એક વૃધ્ધે પૂછ્યું, “એ ભાઈ, તમે હરસ – મસાનો ઈલાજ પણ કરો છો?”

એક લેખકના લગ્ન થયા, તેમના શ્રીમતિજી સંપાદક હતા, લગ્ન પછી શ્રીમતિજી પોતાના પિતાના ઘરે ગયા, લેખક મહાશયે પત્ર લખ્યો અને સાથે ટીકીટ ચોંટાડેલું પોસ્ટકાર્ડ પણ મૂક્યું.
કોઈએ પૂછ્યું, “આવું કેમ?”
લેખક કહે, “કૃતિ સ્વિકૃત થઈ કે નહીં તેનો જવાબ સંપાદક જવાબી પોસ્ટકાર્ડ વગર આપતા નથી.”

એક હવાલદાર પોલીસ સ્ટેશનની બહાર રીક્ષાવાળા સાથે ઝઘડી રહ્યો હતો, ઈન્સ્પેક્ટર અંદરથી દોડતા દોડતા આવ્યા અને બૂમો પાડીને કહે, “આ અવાજ શેનો છે?”
હવાલદાર કહે, “સાહેબ, જુઓને આ ગુંડાગર્દી કરી રહ્યો છે, એ મારી પાસે ભાડુ માંગે છે.”
જીજ્ઞેશ અધ્યારૂ
ભૂતો એક બીજાને શું કહેતા હશે?
“તું માણસોમાં માને છે?”

અદાલતમાં વકીલ ચોરને – “પછી તેમણે તને કઈ કઈ ગાળો આપી?”
ચોર – “એ ગાળો ઈજ્જતદાર લોકોની સામે બોલી શકાય તેવી નથી.”
વકીલ – “સારૂ, અમે બધા લોકો કાન બંધ કરી લઈએ છીએ, તું જજ સાહેબને કહી દે.”
જીજ્ઞેશ અધ્યારૂ
ફરહાન – નિસારભાઈનો જન્મ કેમ થયો ખબર છે?
રૂખસાર – ના
ફરહાન – જવાની જાનેમન, હસીન દિલરૂબા
મિલે દો દિલ જવાં
નિસાર હો ગયા….

વેલેન્ટાઈન ડે – ૧૪ ફેબ્રુઆરી
બાલદિન – ૧૪ નવેમ્બર
આ બે ની વચ્ચે સમયગાળો – ૯ મહીના
જીજ્ઞેશ અધ્યારૂ
ટીચર બંટીને – સીટ પર ઉભા થઈને એ બી સી ડી બોલો
બંટી – કેપિટલ કે સ્મોલ ?

ચટણી

આપણી ભાષાને માતૃભાષા કેમ કહે છે?
કારણકે પિતાને બોલવાનો મોકો ભાગ્યે જ મળે છે…


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “શું તમે આ ખણખોદ વાંચી? (9) – સંકલિત