હઝારોં ખ્વાહિશેં ઐસી – મિર્ઝા ગાલિબ 3


મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન ઉર્ફ મિર્ઝા ગાલિબની પર્શિયન અને મુખ્યત્વે ઉર્દુ ગઝલો સાહિત્યના ક્ષેત્રમાં, ગઝલોના રચનાત્મક ક્ષેત્રમાં એક આગવું આદરણીય સ્થાન ધરાવે છે. જો કે એમ મનાય છે કે ગાલિબની મોટાભાગની પ્રખ્યાત ગઝલો તેમની ૧૯ વર્ષ સુધીની ઉંમરમાં લખાયેલી છે. ગાલિબનો અર્થ થાય છે શ્રેષ્ઠ, સૌથી ઉચ્ચ. ઉર્દુ ભાષાના મહાનતમ અને સૌથી વધુ પ્રચલિત શાયરોમાં, રચનાકારોમાં તેમનું નામ મુખ્ય છે. પ્રસ્તુત ગઝલ પણ ગાલિબની ઘણી રચનાઓમાંથી અગ્રગણ્ય અને ખૂબ જ પ્રખ્યાત છે. પ્રેમીજન વિશેની હજારો ઈચ્છાઓમાંની દરેક ઈચ્છા પર શાયરનો દમ નીકળે છે એવા શરૂઆત વાળી આ ગઝલના દરેક શે’ર બેનમૂન છે.

હઝારોં ખ્વાહિશેં ઐસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે
બહુત નિકલે મેરે અરમાં લેકીન ફીરભી કમ નિકલે.

ડરે ક્યૉં મેરા કાતિલ ક્યા રહેગા ઉસકી ગર્દન પર
વો ખૂન સે જો ચશ્મ-એ-તર સે ઉમ્ર ભર યું દમ બા દમ નિકલે

નિકલના ખુલદસે આદમ કા સુનતે આયે હૈ લેકિન
બહુત બે-આબરૂ હોકર તેરે કૂચે સે હમ નિકલે

ભરમ ખુલ જાયે ઝાલિમ તેરે કામત કી દરાઝી કા
અગર ઈસ તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખમ કા પેચ-ઓ-ખમ નિકલે

મગર લિખવાયે કોઈ ઉસકો ખત તો હમસે લિખવાયે
હુઈ સુબહ ઔર ઘર સે કાન પર રખકર કલમ નિકલે

હુઈ ઈસ દૌર મેં મનસૂબ મુજસે બાદાઆશામી
ફિર આયા વો ઝમાના જો જહાં સે જામ-એ-જમ નિકલે

હુઈ જીનસે તવક્કો ખસ્તગી કી દાદ પાને કી
વો હમસે ભી જ્યાદા ખસ્તા-એ-તેગ-એ-સિતમ નિકલે.

મોહબ્બત મેં નહીં હૈ ફર્ક જીને ઔર મરને કા
ઉસી કો દેખ કર જીતે હૈ જીસ કાફિર પે દમ નિકલે

ઝરા કર જોર સીને પર કી તીર-એ-પુરસિતમ નિકલે
જો વો નિકલે તો દિલ નિકલે, જો દિલ નિકલે તો દમ નિકલે

ખુદા કે વાસ્તે પર્દા ન કાબે સે ઉઠા ઝાલિમ
કહીં ઐસા ન હો યાં ભી વોહી કાફિર સનમ નિકલે

કહાં મૈખાને કા દરવાજા ‘ગાલિબ’ ઔર કહાં વાઈઝ
પર ઈતના જાનતે હૈ કલ વો જાતા થા કે હમ નિકલે.

– મિર્ઝા ગાલિબ

કેટલાક મુશ્કેલ શબ્દો –

ચશ્મ – આંખ
તર – ભીનું
દમ-બા-દમ – સત્તત
ખુલદ – સ્વર્ગ
બે-આબરૂ – અપમાનિત થઈને
કૂચા – ગલી
દરાઝી – મોડું, લાંબુ
કામત – મોટાઈ, મહત્તા
તુર્રા – પાઘડીમાં લગાડવામાં આવતું ફૂમતું
પેચ-ઓ-ખમ – વાંકડીયા વાળ
મનસૂબ – સહયોગ, સંગઠન
વાદા-આશામી – પીવામાં સાથ આપવો તે
તવક્કો – આશા, અભિલાષા
ખસ્તગી – નબળાઈ
દાદ – ન્યાય
ખસ્તા – તૂટેલું, માંદુ
તેગ – તલવાર
સિતમ – નિર્દયતા
વાઈઝ – સલાહકાર


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “હઝારોં ખ્વાહિશેં ઐસી – મિર્ઝા ગાલિબ