સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પ્રવીણ ગઢવી


વંદે રોટી માતરમ – પ્રવીણ ગઢવી 10

રોટી દરેકને જોઈએ રોજ જોઈએ પણ રોટીની વાત કરતાં, સૌ દોણી છુપાવે છે. કવિતા રોટીની વાત કરતા શરમાય છે. અભડાય છે. અર્થશાસ્ત્ર મૂડીની વાત કરે છે, સમાજશાસ્ત્ર જ્ઞાતિસમૂહની વાત કરે છે, વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધન કરે છે, ઈતિહાસ કુરૂક્ષેત્રોનું વર્ણન કરે છે, પરંતુ રોટી રમખાણોની નોંધ લેતો નથી કોઈ રાષ્ટ્રે એના રાષ્ટ્રધ્વજમાં રોટીનું ચિન્હ રાખ્યું નથી કોઈ રાષ્ટ્રગીતમાં ‘વંદે રોટી’ ગવાતું નથી.  – પ્રવીણ ગઢવી


હું ઉપેક્ષિત – પ્રવીણ ગઢવી 6

ગામ છોડીને શહેરમાં ચાલ્યો ધર્મ છોડી ચર્ચમાં આવ્યો નામ બદલીને કોર્ટમાં આવ્યો જાત બદલીને ઓફિસમાં આવ્યો તોય, તમે મને ઓળખી કાઢ્યો, આંગળી ચીંધીને હસ્યા, ઘૃણાથી થૂંક્યા તમે તો જબરા ત્રિકાળજ્ઞાની વેદપંડિત શાસ્ત્ર પુરાણી ગમે તેટલા ગામ બદલું દેશ બદલું રૂપ બદલું નામ બદલું તોય તમે ઓળખી કાઢો મારા કપાળે દીધેલા તમે ડામ  – પ્રવીણ ગઢવી