વંદે રોટી માતરમ – પ્રવીણ ગઢવી 10


રોટી દરેકને જોઈએ

રોજ જોઈએ

પણ

રોટીની વાત કરતાં, સૌ દોણી છુપાવે છે.

કવિતા

રોટીની વાત કરતા શરમાય છે.

અભડાય છે.

અર્થશાસ્ત્ર મૂડીની વાત કરે છે,

સમાજશાસ્ત્ર જ્ઞાતિસમૂહની વાત કરે છે,

વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધન કરે છે,

ઈતિહાસ કુરૂક્ષેત્રોનું વર્ણન કરે છે,

પરંતુ

રોટી રમખાણોની નોંધ લેતો નથી

કોઈ રાષ્ટ્રે એના રાષ્ટ્રધ્વજમાં

રોટીનું ચિન્હ રાખ્યું નથી

કોઈ રાષ્ટ્રગીતમાં ‘વંદે રોટી’ ગવાતું નથી.

 – પ્રવીણ ગઢવી


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “વંદે રોટી માતરમ – પ્રવીણ ગઢવી