સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અખો


સાંતીડુ જોડીને – અખો 2

આપણા આદ્ય સાહિત્યકારોએ સામાન્ય જીવનપ્રવૃત્તિઓનો સહારો લઈને તેની પ્રવૃત્તિઓમાં સમજણના સૂર કેવા પ્રગટાવ્યા છે તેનું ઉદાહરણ અખાની આ સુંદર રચના છે. ખેડૂત ખેતી કરવા સાંતીડુ જોડે છે, ત્યારથી લઈને વાવણી સુધીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેને સતત માનવતા અનુભવવા, શ્રદ્ધા રાખવા અને મહેનત કરવાની શીખ કેવી માર્મિક રીતે અહીં અપાઈ છે !


સમજણ વિના રે સુખ નહીં – અખો 1

સમજણ વિના રે સુખ નહીં જંતને રે; વસ્તુગતિ કેમ કરી ઓળખય ? આપમાં વસે છે આપનો આતમા રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ.. રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે, અંધારું તો ઊગ્યા પૂંઠે જાય; રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે, થનાર હોય તે સહેજે થાય.. સમજણ.. જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે, ભોજન કહેતાં ન ભાંગે ભૂખ; પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે, એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ.. પારસમણિ વિના રે જે પથરા મળે રે, તેણે કાંઈ કાંચન લોહ ન થાય; સમજણ વિના રે જે સાધન કરે રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ.. દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે, એને લઈ રૂમાં જો અલપાય; એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે, રતી એક સાચે પ્રલય જ થાય. સમજણ.. જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે, એ તો વાણીરહિત છે રે વિચાર; જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે, કહે અખો ઊતર્યા પેલે પાર. સમજણ..  — અખો