સગી – રાવજી પટેલ 2
આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આંગુતકા ચૂપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને રોષ થઈ આવ્યો. સાડીના પાલવથી મોં લૂછતી પત્નીને મેં છ સાત વખત ધૂત્કારી કાઢી હતી એ યાદ આવ્યું. પછી એણે થેલી ઉપાડી, અવાજ ન થાય એટલી કાળજીથી એ થેલીમાંથી દ્રાક્ષ, દાડમ, પપૈયું અને સંતરાં કાઢતી હતી. આખો વોર્ડ ઊંઘતો હતો. મને દિવસે તો ઠીક પણ રાત્રે પણ નિદ્રા નથી આવતી. આગુંતકા સોનેરી ઝાંયમાં આકર્ષક લાગતી હતી. આ બે મહિનામાં તે બાવીસમી વખત ખબર જોવા આવી…