સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રસિક ઝવેરી


શબદની સાધના – રસિક ઝવેરી 2

શ્રી રસિક ઝવેરી ગુજરાતી પ્રવાસસાહિત્યમાં અનેરી ભાત પાડતી યાત્રા ‘અલગારી રખડપટ્ટી’ લઈને આવ્યા, આ રખડપટ્ટીની રોચક, ચોટદાર અને સરળ ભાષા તથા સહજ અનુભવોસભર પ્રવાસગ્રંથથી તેમની ગણના આગવા ગદ્યકાર તરીકે થવા માંડી. ત્યાર બાદ મુંબઈ સમાચારમાં તેમની કૉલમ ‘દિલની વાતો’ શરૂ થઈ. શબદની સાધના એ એક લેખકનું આંતરદર્શન છે. એ દરેક લેખકને, દરેક સર્જકને લાગુ પડે છે. સર્જનનું મુખ્ય કારણ કયું? નિજાનંદ કે બીજાનંદ? આ બાબત પર તેઓ અનોખી રીતે પ્રકાશ પાડે છે. સાહિત્યનો ખરો શબ્દ કોને કહેવાય તે તારવવાની આ મથામણ નવનીત પામે છે એવી એમની કલમની તાકાત છે.


માઇકલ – રસિક ઝવેરી 28

રસિક ઝવેરી આપણી ભાષાના એક આગવા પ્રવાસલેખક, ઝવેરાતનો વ્યવસાય કરતા કરતાં તેમણે ‘ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય’ શરૂ કર્યું, ‘ગ્રંથાગાર’ માસિકનું પ્રકાશન કરતાં અને ‘અખંડ આનંદ’ તથા ‘સમર્પણ’ જેવા સામયિકોના તંત્રી. તેમના પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ માંથી આ વિશેષ પાત્રાલેખન – નિબંધ લેવામાં આવ્યો છે. લેખક લંડનના પ્રવાસે જાય છે, અને અચાનક જ એક મોહક ત્રિપુટી સાથે તેમની મુલાકાત થઈ જાય છે, ટૉમ, મેરિયાના અને નાનકડો માઇકલ. નાનકડા માઇકલનું હ્રદયસ્પર્શી પાત્રાલેખન પ્રસ્તુત નિબંધની આગવી વિશેષતા છે. અજાણ્યે બંધાઈ જતા અને અવિસ્મરણીય એવા માઇકલ સાથેના ઋણાનુબંધની વાત લેખકે હ્રદયસ્પર્શી રીતે અહીં આલેખી છે. જેટલી ચોટદાર નિબંધની પ્રસ્તુતિ છે એથીય વધુ કરુણ અંત ભાવકોની આંખને ભીની કરી દે છે.


જલમભોમકા – રસિક ઝવેરી 3

રસિક ઝવેરી આપણી ભાષાના એક આગવા પ્રવાસલેખક, ઝવેરાતનો વ્યવસાય કરતા કરતાં ‘ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય’ શરૂ કર્યું હતું, તેઓ ગ્રંથાગાર માસિકનું પ્રકાશન કરતાં અને અખંડ આનંદ તથા સમર્પણ જેવા સામયિકોના તંત્રી વિભાગમાં પણ કામ કર્યું હતું. તેમના પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ માંથી આ ખંડ લેવામાં આવ્યો છે. લેખક લંડનના પ્રવાસે જાય છે, અને અચાનક જ થઈ જતી બાળપણના ભેરુની મુલાકાત અને ‘વિલીન થતા જમાનાના અવશેષ’ જેવા એ માણસની ભાવનાઓની વાત લેખકે હ્રદયસ્પર્શી રીતે અહીં આલેખી છે.