સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રજનીકુમાર પંડ્યા


શબ્દનાં સગાં (૩૮ સાહિત્યકારોનાં સંસ્મરણો) – રજનીકુમાર પંડ્યા 4

પુસ્તક ‘શબ્દનાં સગાં’ ફક્ત ગુજરાતી સાહિત્યકારોના જીવનચિત્રો અને સંસ્મરણોનું ભાથું જ નથી, એમાં છે એક આખી પેઢીના સાહિત્યકારો વચ્ચેના સંબંધોનો ધબકાર!


લાટા એર્વોડ – રજનીકુમાર પંડ્યા 2

“ઓહો!… ઘણા દિ’એ કાંઈ?”

“બે ચાર વરસ કાંઈ ઘણા દિ’ કે’વાય?” ગોલુભા બોલ્યા – “જિંદગીની સો વરસની હોય ત્યાં બે – ચાર વરસ તો બગાસમાં જાતા હોય એને ઘણા દિ’નો કે’વાય.”

“સાચું, સાચું” વિરોધનો જ્યારે વિરોધ થાય ત્યારે “સાચું, સાચું” એમ બે વાર ભણવાથી સામાનો વિરિધ મોળાઈ જાયએમ શાસ્ત્રમાં ભાલેખ છે.(બનતા સુધી)એ હું સમજું…એટલે મેં પૂછ્યુંઃ “ફરમાવો, કામ ફરમાવો,”

“નાનાના ચાંદલાની વાત હલવું છું.”

“મોટા કુંવરનું પતી ગયું?”


અરે… ડોશી – રજનીકુમાર પંડ્યા 3

માત્ર એક ખંડેર, એક લાકડીવાળી ડોશી અને એક કૂતરી! આથી વધુ કશું જ ત્યાં નોંધ પાત્ર નથી. હા, ડોશીમાના હાથમાં બે-ત્રણ રોટલીઓ છે. પાણી એને અનિવાર્ય નહિં લાગ્યું હોય, નહિંતર પાણીનું ડબલું પણ હોય. બાકી, ઉપર કાળું ઘનઘોર આકાશને નીચે ઘરતી તો નહિ પણ ખંડેરના વેરાયેલા બેલાં, મંકોડાની થોડીક કતારો ને બાકી કીચડ.

ખંડેરનાં વળી ગયેલાં ને કાટ ખાઈ ગયેલાં સળિયાવાળાં બારીબારણાં બતાવે છે કે મકાન કોઈક આગમાં ખાખ થઈ ગયેલું હોવું જોઈએ.