સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મહેન્દ્ર જોશી


ગઝલત્રયી – મહેન્દ્ર જોશી 5

કવિ શ્રી મહેન્દ્ર જોશીની ગઝલરચનાઓ, ગીતો અને અછાંદસ ધરાવતો સંગ્રહ ‘ઈથરના સમુદ્ર’ જુલાઈ ૨૦૧૩માં પ્રસિદ્ધ થયો. એક જ શબ્દો કેટલા વિવિધ અર્થો ધરાવતો હોઈ શકે? એક રસાયણશાસ્ત્રી માટે ઈથર કાર્બનયુક્ત અણુઓના વિષમ બંધારણ ધરાવતા રસાયણનો શબ્દ છે જ્યારે એ જ શબ્દનો તાત્વિક અર્થ થાય છે એક અતિ સૂક્ષ્મ તત્વ જ્યાંથી પ્રકાશના – જ્ઞાન અને સંવેદનાંના મોજાંઓનો સંચાર થાય છે. શ્રી મહેન્દ્રભાઈ જોશી સર્જિત ‘ઈથરના સમુદ્ર’ દરેક રીતે સાદ્યાંત માણવાલાયક અને આસ્વાદ્ય કાવ્યગ્રંથ છે. આ સંગ્રહમાંથી આજે ત્રણ ગઝલ પ્રસ્તુત કરી છે. ‘છાપી શકે તો છાપ’, ‘બને તો આવજે’ અને ‘..ક્યાં છે આમ તો..’ એ ત્રણ ગઝલો અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ સુંદર સંગ્રહ પાઠવવા બદલ શ્રી મહેન્દ્રભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


શ્રધ્ધા – મહેન્દ્ર જોશી 2

‘શ્રધ્ધા’ એક સુંદર અભિવ્યક્તિ ધરાવતું પદ્ય છે. કવિની કરોડરજ્જુ અશક્ત થઇ ગઇ છે, તેમાં ચેતનાનો સંચાર નથી અને તેમની માતા અનેકો ઇલાજ અજમાવે છે, પોતાના પુત્રને ફરીથી સ્વસ્થ કરવા તેઓ આશાનો સંચાર કરવા માંગે છે, કવિને આ દવા, આ ઇલાજોમાં શ્રધ્ધા નથી, તેમને ફક્ત તેમની માતા પર શ્રધ્ધા છે. કવિ અંતે માંને વિનંતિ કરે છે કે પોતાને ફરીથી નાનો બનાવી દે, પયપાન કરાવે, બીજા બધાં ઇલાજો કરતા તેમને આ ઇલાજ જીવી જવા માટેની આશારૂપ લાગે છે.