સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મયૂર પટેલ


મુક્તિ – મયૂર પટેલ; વિવેચન – એકતા નીરવ દોશી

બેતાલીસ વર્ષની સ્ત્રી પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ એક મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટને મળવા જાય છે. પતિ સાથે ક્યારેય જાતીય સુખનો અનુભવ નથી થયો કારણ કે એને સ્ત્રીમાં રસ છે.

woman showing mehndi tattoo

મુક્તિ – મયૂર પટેલ

મનમાં મૂંઝવણનો પાર નહીં કે, કેમ આવું થાય છે! પણ જે થાય છે એ ખોટું છે કે પાપ છે, એવી સમજણ કેળવાય એ પહેલાં તો તે લપસી ચૂકી હતી. શારીરિક આવેગોને વશ થઈને કરવામાં આવતા તેના ચોર-સ્પર્શો મોટાભાગની છોકરીઓને નિર્દોષ લાગતા, પણ એક દિવસ..