સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ભવસુખ શિલુ


દુઃખનિવૃત્તિ એટલે જ ધર્મ.. – ભવસુખ શિલુ 3

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ખાસ કરી મહાભારત, સાંખ્યદર્શન, યોગદર્શન દ્વારા આ ચારેય બાબતોની તાર્કક છણાવટ થઈ છેસ તેથી મહાભારત, સાંખ્ય અને યોગદર્શનમાં શ્રેષ્ઠ, તટસ્થ અને યોગ્ય વિચારોનું મહત્તમ સંકલન થયું છે. હિન્દુઓનું ધર્મ વિશેનું ઊંંડું ચિન્તન સ્થળ અને સમયની મર્યાદા વગરનું છે. તેથી જ તેને સનાતન ધર્મ કહયો છે જે સર્વ સ્થળે અને કોઈ પણ સમયે માન્ય રાખી શકાય એવો છે.


Polyandry Vs Monogamy – ભવસુખ શિલુ 9

સાહિત્ય સંગમ, સૂરત દ્વારા પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે તેવા ભવસુખભાઈ શિલુના પુસ્તક “સિંધુ-હિંદુ અને સિંધુ સભ્યતા…. – એક અલગ દ્રષ્ટિકોણ” માંથી ઉપરોક્ત લેખ તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધિ અર્થે પાઠવ્યો છે. લેખના મૂળ શિર્ષક “રામાયણ.. નવી નજરે..” ને બદલે મેં Polyandry Vs Monogamy એવું શિર્ષક આપ્યું છે કારણ કે આ લેખમાં ફક્ત રામાયણ, મહાભારત કે અન્ય ગ્રંથવિશેષની વાત નથી પરંતુ આર્યો – અનાર્યોની સંસ્કૃતિ વચ્ચેના મૂળભૂત તફાવતમાંના એક એવા Polyandry Vs Monogamy વિશે વાત થઈ છે. લેખ ગહન વિચાર, ચિંતન અને ચર્ચા માંગી લે છે. આર્ય અનાર્ય સંસ્કૃતિઓના તફાવત અને ભેદ છતાં તેમના સમન્વયથી બનેલી સંસ્કૃતિમાં આર્ય મૂલ્યોનો ફાળો અને પ્રભાવ વધુ જોવા મળે છે. આશા છે આ લેખ જેવી જ અનેક વિગતો સહિતનું ચિંતન ભવસુખભાઈના પુસ્તકમાંથી આપણને મળશે. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ ભવસુખભાઈનો આભાર.


સાંખ્યદર્શન અને હિગ્ઝ બોઝોન – ભવસુખ શિલુ 1

હમણાં દુનિયામાં હિગ્ઝ બોઝોનની અસરો નોંધવાની સફળતા મળી. બ્રહ્માંડના સર્જન પાછળનું રહસ્ય શોધવા જતાં એક સ્ટાન્ડર્ડ મૉડલ તરીકે ઓળખાતી બિગ-બેંગ થિયરીને મોટાભાગના વિજ્ઞાનીઓએ માન્યતા આપી જેમાં… બ્રહ્માંડ એક વખત અત્યંત સૂક્ષ્મ, ઘટ્ટ અને ગરમ હતું, ત્યારે એક અત્યંત વૈશ્વિક મહાવિસ્ફોટ (Cosmic Explosion) થયો જેને બિગ-બેંગ કહેવામાં આવે છે. આ ઘટના ૧૩.૭ અબજ (અબજ એટલે એકડા પર નવ મીંડા સમજવા) વર્ષ પહેલા બની હોવાનું અનુમાન છે. બિગબેંગ થિયરીનું સ્ટાન્ડર્ડ મૉડેલ અને હમણાં જેનું અસ્તિત્વ શોધાયું તેને હિગ્ઝબોઝોન એટલે કે God’s particle કહે છે. આપણે બ્રહ્માંડની રચનાના આ રહસ્યને સાંખ્યદર્શનમાં વર્ણવેલી થિયરી સાથે તપાસીશું. સાંખ્યદર્શનની રચના સમયે અદ્યતન ટૅલિસ્કોપ કે માઈક્રોસ્કોપ જેવા સાધનો કે વાતાનુકૂલિત પ્રયોગશાળાઓ નહોતી છતાં ઘણાં રહસ્યો ઉકેલ્યા હોવાનું માનવામાં વાંધાસરખું નથી. વળી અહીં ભારતીય જ્ઞાનની મહાનતા કે Pseudo Scientific Theory આપવાનો પ્રયત્ન નથી પણ એક જ દિશામાં સમાંતર વિચારો સરળતાથી જાણી શકાય એવો પ્રયાસ છે. ભૂમિપુત્ર સપ્ટેમ્બર ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ આ લેખ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


પરમ તેજે… – ભવસુખ શિલુ (ઈ-પુસ્તક ડાઊનલોડ) 3

આજે પ્રસ્તુત છે શ્રી ભવસુખભાઈ શિલુ દ્વારા સંકલન અને રચના પામેલ ઈ-પુસ્તક ‘પરમ તેજે…’ પ્રસ્તુત પુસ્તકમાં ભવસુખભાઈ વિશ્વની રચના, પ્રકૃતિ અને પુરુષ, સજીવસૃષ્ટિ, ધર્મ અને સમાજ, વર્ણવ્યવસ્થા અને સત્વ, રજસ, તમસ, સનાતન ધર્મ, માનવસમાજ અને હિન્દુ ધર્મ, સાંપ્રત વિશ્વ અને મધ્યમમાર્ગ જેવા વિષયોને આવરી લઈને વિગતે ચર્ચા કરે છે. આ સુંદર, મર્મસભર અને અનેકવિધ વિષયોની વિગતે ચર્ચા કરતું પુસ્તક ઈ સ્વરૂપે પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા પુસ્તક માટે શુભકામનાઓ. અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી એક ક્લિકે તદ્દન નિઃશુલ્ક મેળવો ઈ-પુસ્તક ‘પરમ તેજે…’


માદા ભૃણહત્યા : એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં.. – ભવસુખ શિલુ 8

આખાય ભારત દેશમાં અને વિદેશોમાં વસતા ભારતીય કુટુંબો એક એવા પૂર્વગ્રહથી ખાસ પીડિત છે કે દરેક દંપતિને કમસે કમ એક પુરુષ સંતાન (દીકરો) હોવું જ જોઈએ. એક બાબો અને એક બેબી હોય તે સૌની સામાન્ય પસંદગી હોય છે. વળી તેમાં કેટલાક દંપતિઓ એક બાબો તો હોવો જ જોઈએ તેવી દૃઢ માન્યતામાં રૂઢ થયેલા હોય છે. આ ધાર્મિક માન્યતા છે, અહીં ગરીબ – તવગંર – શિક્ષિત – અભણ નો કોઈ ભેદ નથી. વળી આમાં પ્રાચીન અર્વાચીન વલણો મિશ્રિત થયા છે. એક તો મોટો પૂર્વગ્રહ પોતાનો વંશવારસ જાળવી રાખવા માટે એક પુત્ર અનિવાર્ય પણે જરૂરી છે, જે પિંડદાન કરે અને કુળના વારસાઈ ગુણો જાળવી રાખે. અર્વાચીન વલણ પ્રમાણે નાનું કુટુંબ હોય તો આર્થિક વિકાસ ઝડપી બને છે, અને વળી પાછા તમે જ્યારે બિઝનેસ મેનેજમેન્ટના ખર્ચાળ પાસાંઓનો અભ્યાસ કર્યો હોય ત્યારે તો દીકરી ઉછેરી મોટી કરવી, ભણાવી, ગણાવી, દહેજ આપી, લગ્ન કરાવી પારકે ઘરે મોકલી દેવાની અને જીવનભર ભેટ સોગાદો આપ્યા કરવાનો ‘આર્થિક બોજ’ ખૂબ વસમો ન લાગે. આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પર થતા અત્યાચારો અને અમાનવીય વલણો વિષે ઐતિહાસિક સંદર્ભ તપાસવાનો એક પ્રયત્ન અહીં કર્યો છે. જેમાં ભૂતકાળની વાતોમાં કલ્પના અને તર્ક લડાવ્યો છે. પુરાવા શોધવાનું કામ સમાજ પર છોડી દીધું છે. અક્ષરનાદને આ મહત્વના સામાજિક મુદ્દા વિશે પોતાનો દ્રષ્ટિકોણ અને મંતવ્યો આપવા અને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ ભવસુખભાઈ શિલુનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.