એંઠવાડ : દિના રાયચુરા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી
એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી… સાંપ્રત લેખકની વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા ‘એંઠવાડ’
એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી… સાંપ્રત લેખકની વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા ‘એંઠવાડ’
ફ્લોરથી સીલીંગ સુધીના અરીસા સામે પ્રતિમા ફેલાઈને બેઠી હતી. વૉક-ઇન વોર્ડરોબની બંને બાજુએ ઠાંસીઠાંસીને ભરેલા વોર્ડરોબને જોઈ એનું મોઢું થોડુંક વંકાયું. સામે અરીસામાં જોયું. “જલસા છે ને તારે તો! આટલો વૈભવ! સવારે માનસી સાથેની વાત યાદ આવી.”બ્રાન્ડેડ ડિઝાઈનર કપડાં., આટલા ફૂટવેર, પર્ફ્યુમ, બેગ્સ… શું નથી તારી પાસે?”