સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કનૈયાલાલ મુનશી


ધીરજકાકા – કનૈયાલાલ મુનશી 7

‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એ શ્રી કનૈયાલાલ મુનશીની ત્રણ ભાગમાં પ્રગટ થયેલી આત્મકથા છે. આ કૃતિ ‘અડધે રસ્તે’ માંથી લેવામાં આવી છે. લેખકના પિતાના મિત્ર એવા ધીરજકાકાના રમૂજી સ્વભાવનો સુંદર પરિચય પ્રસ્તુત પ્રસંગોમાંથી મળે છે. ધીરજકાકાને મન જીવન એક મોટી મજાક હતી; એમાંથી તોફાન ને હાસ્યના અનેક રંગો એ કાઢતા ને બધાને તેનો પાશ લગાડતા, હાસ્યરસ – રમૂજવૃત્તિના દર્શન કરાવતા આ પ્રસંગોની પાછળની ટિખળવૃત્તિનો સરસ પરિચય પણ મળી રહે છે.


ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર – ક. મા. મુનશી (હાસ્યલેખ) 4

કનૈયાલાલ મુનશીને આપણે તેમની ઐતિહાસીક પાત્રો અને ઘટનાઓને આલેખતી કેટલીક અમર કૃતિઓને લઈને ઓળખીએ છીએ. ગુજરાતનો નાથ હોય કે પ્રૃથિવિવલ્લભ કે પછી જય સોમનાથ હોય, ક. મા. મુનશીની કલમની એ પ્રસાદી આપણા સાહિત્યને તત્કાલીન રસિકોથી લઈને આવતી પેઢીઓ સુધી વહેંચવા મળેલો ખજાનો છે, પરંતુ તેમની કલમની હાસ્યલેખનમાં હથોટી બતાવવા આ એક લેખ જ પૂરતો છે. “રા. નાનાલાલની કવિતા પર તો મારો કાબૂ અપ્રતિમ છે, કારણ કે આજકાલ તો તેવી કવિતાના ઑર્ડર ઘણાં આવે છે”, “માસિક પત્રોમાં લેખો નહીં હોય અને પાનાં વધુ દેખાડવાં હોય તેને બહુ રુચિકર લાગે છે, કારણકે કાવ્યની એક પણ લીટી ત્રણ શબ્દોથી વધતી નથી.” કે “કવિતા લખવાનું શાસ્ત્ર મેં એવું નિયમસર અને સાયન્ટિફિક પાયા પર મૂક્યું છે, કે પંદર દિવસની મહેનતથી ગમે તેવો ગધેડો પણ સારામાં સારી ગુજરાતી કવિતા લખી શકે છે.” જેવા અનેક વાક્યોની મૂડી સાથેની પ્રસ્તુત વાત કવિ બનવા માટેનું પ્રશ્નપત્ર ઉકેલવાના અપેક્ષિત પ્રશ્નોના સચોટ ઉત્તરો છે.